ETV Bharat / bharat

જમ્મુૃ-કાશ્મીરના કુલગામમાં લશ્કરના 5 આતંકીવાદી ઠાર, આતંકવાદીઓ સાથે સૈન્યનું ઓપરેશન હજુ અંતિમ તબક્કામાં

ભારતીય સેના સતત જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવામાં વ્યસ્ત છે. સેના આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવી રહી છે, જેમાં ભારતીય સૈન્યને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. કુલગામ આતંકવાદીઓ અને ભારતીય સૈન્ય વચ્ચે ચાલી રહેલી અથડામણમાં 5 આતંકવાદી માર્યા ગયા છે. મોતને ભેટલે આ તમામ 5 આતંકવાદી પ્રતિબંધીત સંગઠન લશ્કર-એ-તૈયબા છે.

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર
author img

By ANI

Published : Nov 17, 2023, 1:34 PM IST

કુલગામ: જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહ્યું છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓ સાથે સૈન્યનું ઓપરેશન હજુ અંતિમ તબક્કામાં છે. ગુરુવારથી કુલગામમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના હોવાનું જણાયુ છે. આ એ જ લશ્કર-એ-તૈયબા છે, જેનો ચીફ હાફિઝ સઈદ છે.

સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ: ભારતીય સેના દ્વારા હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આ એન્કાઉન્ટર ગુરુવારે કુલગામના સમનુ વિસ્તારમાં શરૂ થયું હતું. જોકે, હજી પણ સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ, એલિટ સ્પેશિયલ ફોર્સ યુનિટ, પોલીસ અને સીઆરપીએફ સંયુક્ત રીતે આતંકવાદીઓને શોધી રહ્યા છે. આતંકવાદીઓ નાસી ન છૂટે તે માટે આ વિસ્તારની ઘેરાબંધી સઘન કરી દેવામાં આવી છે. આ વિસ્તાર દૂર્ગમ વિસ્તાર હોવાને કારણે સેના ફુલ એલર્ટ મોડમાં આતંકીઓને શોધી રહી છે.

આતંકવાદીઓ સાથે અથડામણ: કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, કુલગામ જિલ્લાના ડીએચ પોરા વિસ્તારના સમનુ પોકેટમાં ગુરુવારે બપોરે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં આતંકવાદીઓની ગતિવિધીઓ અંગેના સંકેમળ્યા બાદ સુરક્ષા દળોએ નેહામા ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે જ સમયે, સેનાને આવતા જોઈને આતંકવાદીઓમાં ગભરાટ ફેલાયો હતો. તેઓએ તરત જ સુરક્ષા દળો તરફ ગોળીબાર શરૂ કરી દીધો. સેનાએ પણ તરત જ ચાર્જ સંભાળ્યો અને એન્કાઉન્ટર શરૂ થયું હતું.

  1. ભારતીય વાયુસેના વર્લ્ડ કપ ફાઈનલ પહેલા એર શોનું આયોજન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેચ જોવા આવી શકે છે
  2. વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક, પીએમના કાફલા સામે ધસી આવેલી મહિલા વિરુદ્ધ FIR નોંધાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.