ETV Bharat / bharat

છત્તીસગઢ : પોલીસ અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણમાં બે નક્સલ ઠાર, એક જવાન શહીદ - બસ્તર IG

છત્તીસગઢના બીજાપુરમાં આવેલા સિલગેરના જંગલોમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં બે નક્સલવાદીઓ ઠાર થયા છે, જ્યારે એક જવાન શહીદ થયો હતો. આ સાથે આ ઘર્ષણમાં 4 જવાનો ઇજાગ્રસ્ત થયા છે.

Bijapur news
Bijapur news
author img

By

Published : Apr 3, 2021, 4:42 PM IST

  • પોલીસ અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણ
  • ઓપરેશનમાં એક જવાન શહીદ, 4 ઇજાગ્રસ્ત
  • જવાનોએ બે નક્સલવાદીઓને ઠાર કર્યા

રાયપુર : છત્તીસગઢના બીજાપુરમાં આવેલા સિલગેરના જંગલોમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સમગ્ર ઓપરેશનમાં એક જવાન શહીદ થયા છે, જ્યારે 4 જવાનો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે જવાનોએ બે નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

આ પણ વાંચો - છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલો, IED વિસ્ફોટમાં કોબ્રા બટાલિયનના 10 જવાન ઇજાગ્રસ્ત

બસ્તર IGએ આપી જાણકારી

આ સમગ્ર ઘટનાની જાણ બસ્તર IGએ ટ્વીટ કરીને આપી હતી. DRG અને CRPFની સંયુક્ત ટીમ અને નક્સલવાદી વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. સિલગેરના ગાઢ જંગલોમાં છેલ્લા 3 કલાકથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં શામેલ સૈનિકોની પરિસ્થિતિ અંગે પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. બીજાપુરના SP કમલોચન કશ્યપે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ એન્કાઉન્ટર પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો - બીજાપુરમાં નક્સલીઓએ જિલ્લા પંચાયતના સભ્યની જાહેરમાં હત્યા કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.