ETV Bharat / bharat

Emergency in India: ક્યારે, કેમ, કઈરીતે, કેટલી વખત, જુઓ - સરકારી પેન્શન

'ભાઈઓ અને બહેનો, રાષ્ટ્રપતિએ ઈમરજન્સી (Emergency)ની જાહેરાત કરી છે. આનાથી હેરાન થવાનું કોઈ કારણ નથી.' 46 વર્ષ પહેલા 26 જૂન 1975ની સવારે તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની અવાજ જેવો રેડિયો પર ગૂંજ્યો તો ખબર પડી કે, દેશમાં ગઈકાલની રાત્રિએ 25 જૂન 1975થી ઈમરજન્સી (Emergency in India) લાગુ થઈ ગઈ છે.

Emergency in India
Emergency in India
author img

By

Published : Jun 25, 2021, 9:22 AM IST

Updated : Jun 25, 2021, 1:14 PM IST

  • દેશમાં ઈન્દિરા ગાંધીએ 25 જૂન 1975ના દિવસે લગાવી હતી ઈમરજન્સી (Emergency in India)
  • 26 જૂન 1975ના દિવસે તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી (Former Prime Minister Indira Gandhi)એ રેડિયો પર ઈમજરન્સીની કરી હતી જાહેરાત (Announcement of Emergency)
  • દેશમાં ઈમરજન્સી (Emergency in India) લગાવ્યા બાદ લોકો પાસેથી લોકશાહી અધિકાર (Democratic rights) છીનવી લેવાયા હતા

હૈદરાબાદઃ 25 જૂન 1975ની તે રાત, જે ભારતીય ઈતિહાસ પર એક કાળો ધબ્બો મુકી ગઈ. 1975માં આજના દિવસે જ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદે તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી (Former Prime Minister Indira Gandhi)ની ભલામણ પર દેશમાં ઈમરજન્સીની જાહેર કરી હતી. ત્યારબાદ લોકો પાસેથી લોકશાહી અધિકાર (Democratic rights) છીનવી લેવાયા હતા.

આ પણ વાંચો- કટોકટી જાહેર કરવી એક ભૂલ હતી: રાહુલ ગાંધી

શું હોય છે ઈમરજન્સી (Emergency)?

ઈમરજન્સી એટલે કે આપત્તિ કે સંકટનો કાળ. ભારતીય સંવિધાન (Indian Constitution)માં ઈમરજન્સી (Emergency) એક એવી જોગવાઈ છે, જેનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે દેશ પર કોઈ આંતરિક, બાહ્ય કે આર્થિક રીતે કોઈ પ્રકારના ખતરાની આશંકા હોય. ઈમરજન્સી (Emergency) તે અવધી છે કે જેમાં સત્તાનો પૂરો કમાન્ડ વડાપ્રધાનના હાથમાં હોય છે. જો રાષ્ટ્રપતિને લાગે કે દેશને આંતરિક, બાહ્ય કે આર્થિક ખતરો હોઈ શકે છે તો તેઓ ઈમરજન્સી (Emergency) લાગુ કરી શકે છે.

ઈમરજન્સી (Emergency)માં સરકાર પોતે કોઈ પણ નિર્ણય લઈ શકે છે

ભારતના સંવિધાન (Indian Constitution)ના નિર્માતાઓએ ઈમરજન્સી (Emergency) દા.ત. દેશની એકતા, અખંડતા અને સુરક્ષા ખતરામાં હોવા જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ જોગવાઈ કરી છે, જે અંતર્ગત દેશની સરકાર વગર રોકટોક ગંભીર નિર્ણય લઈ શકે. માની લઈએ કે, આપણા દેશ પર પાડોશી દેશે હુમલો કર્યો છે તો આવી ઈમરજન્સી (Emergency) સ્થિતિમાં સંવિધાન ભારત સરકારને વધુ શક્તિ આપે છે, જેના માધ્યમથી પોતાના હિસાબથી નિર્ણય લઈ શકે છે. જ્યારે ઈમરજન્સી (Emergency) ન હોવા અથવા તો સામાન્ય પરિસ્થિતિમાં સંસદમાં બિલ પાસ કરવું પડશે અને લોકતંત્રની પરંપરાઓ અનુસાર ચાલવું પડશે, પરંતુ ઈમરજન્સી (Emergency) લાગવા પર સરકાર પોતાના તરફથી કોઈ પણ નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો- એક પરિવારની સત્તાની ભૂખ માટે 45 વર્ષ પહેલા કટોકટી જાહેર થઈ હતી : અમિત શાહ

સંવિધાનમાં ત્રણ પ્રકારની ઈમરજન્સી (Three types of Emergency)નો ઉલ્લેખ

  • રાષ્ટ્રીય ઈમરજન્સી (અનુચ્છેદ 352 (National Emergency)

25 જૂન 1975ની રાત્રે દેશમાં લગાવવામાં આવેલી ઈમરજન્સી (Emergency) આ અનુચ્છેદ 352 અંતર્ગત લગાવવામાં આવી હતી. દેશમાં રાષ્ટ્રીય ઈમરજન્સી (Emergency) અથવા નેશનલ ઈમરજન્સી (National Emergency)ની જાહેરાત દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે. જેવી કે યુદ્ધ અથવા બાહ્ય આક્રમણની સ્થિતિમાં. દેશમાં ઈમરજન્સી (Emergency) કેન્દ્રિય કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા લાગુ કરવામાં આવે છે. અનુચ્છેદ 352 હેઠળ ઈમરજન્સી દરમિયાન સરકારને અમર્યાદિત અધિકાર મળે છે, પરંતુ દેશના નાગરિકોના તે મૌલિક અધિકારો છીનવી લેવામાં આવેછે, જે તેમને દેશના સંવિધાન જ આપે છે.

  • રાષ્ટ્રપતિ શાસન (અનુચ્છેદ 356) (President's Rule)

રાષ્ટ્રપતિ શાસન (President's Rule) અંગે તમે ઘણી વાર સાંભળ્યું હશે અને અત્યાર સુધી દેશના અનેક રાજ્ય રાષ્ટ્રપતિ શાસન (President's Rule)ના સાક્ષી પણ બની ચૂક્યા છે. કોઈ રાજ્યમાં રાજકીય વ્યવસ્થા અને બંધારણીય વ્યવસ્થા નિષ્ફળ થવા પર ભારતીય સંવિધાનના અનુચ્છેદ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ ઈમરજન્સી (Emergency) સ્થિતિની જાહેરાત કરે છે. એટલે કે આ અનુચ્છેદ અનુસાર, કોઈ રાજ્ય સરકાર સંવિધાન અનુસાર કામ નથી કરતી તો રાષ્ટ્રપતિ તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન (President's Rule) લગાવી શકે છે. આ સ્થિતિ (રાષ્ટ્રપતિ શાસન)માં રાજ્યના ફક્ત ન્યાયિક કાર્યોને છોડીને તમામ રાજ્ય તંત્રથી જોડાયેલા અધિકાર કેન્દ્ર પાસે આવી જાય છે. કોઈ રાજ્યનું નિયંત્રણ એક નિમાયેલા મુખ્યપ્રધાનની જગ્યાએ દેશના રાષ્ટ્રપતિ હેઠળ આવવાના કારણે તેને રાષ્ટ્રપતિ શાસન (President's Rule) કહે છે. જોકે, તે દરમિયાન રાજ્યના રાજ્યપાલને કાર્યકારી અધિકાર મળે છે.

  • આર્થિક ઈમરજન્સી (અનુચ્છેદ 360) (Economic Emergency)

દેશના સંવિધાનમાં આર્થિક ઈમરજન્સી (Economic Emergency)નો પણ ઉલ્લેખ છે. અનુચ્છેદ 360 હેઠળ રાષ્ટ્રપતિ આર્થિક ઈમરજન્સી (Economic Emergency)ની જાહેરાત દેશ પર સર્જાઈ રહેલા આર્થિક સંકટ દરમિયાન કરે છે. જોકે, દેશમાં અત્યાર સુધી કોઈ પણ આર્થિક ઈમરજન્સી (Economic Emergency) લાગુ નથી થઈ, પરંતુ સંવિધાન રાષ્ટ્રપતિને તે શક્તિ આપે છે કે, અર્થવ્યવસ્થાને નુકસાન થવાનું હોય અથવા સરકારનું દેવાળું ફૂંકાવાનું હોય તો અનુચ્છેદ 360નો ઉપયોગ કરી શકાય છે. આ સ્થિતિમાં નાગરિકોની ધન સંપત્તિ પર દેશનો અધિકાર હોય છે.

દેશમાં અત્યાર સુધી ત્રણ વખત લાગી ચૂકી છે ઈમરજન્સી

26 ઓક્ટોબર 1962ઃ ભારતમાં ઈન્દિરા ગાંધીએ લગાવેલી ઈમરજન્સી (Emergency)ને યાદ કરવામાં આવે છે, પરંતુ દેશમાં પહેલા ઈમરજન્સી (Emergency) તેનાથી પણ 13 વર્ષ પહેલા લગાવવામાં આવી હતી. જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ (War between India and China) થયું હતું. અહીં પર યુદ્ધ અને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઈમરજન્સી (Emergency) લગાવવામાં આવી હતી. આ પહેલા ઈમરજન્સી (Emergency)ની સમાપ્તિ 10 જાન્યુઆરી 1968માં થઈ હતી.

3 ડિસેમ્બર 1971ઃ ભારત-પાકિસ્તાન યુદ્ધ (India Pakistan War)ના સમયે પણ દેશમાં ઈમરજન્સી (Emergency) લાગી હતી. યુદ્ધ અને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખી એક વાર ફરી દેશમાં ઈમરજન્સી (Emergency) લગાવવામાં આવી હતી.

25 જૂન 1975ઃ તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના રાજમાં લગાવવામાં આવેલી ઈમરજન્સી (Emergency) દેશમાં આંતરિક અશાંતિનું ઉદાહરણ આપીને લગાવવામાં આવી હતી, પરંતુ ઈતિહાસના પાના પર આને એક પોતાના સ્વાર્થનો દરજ્જો આપવામાં આવે છે.

ઈન્દિરા ગાંધીની ઈમરજન્સી (Emergency)નું મુખ્ય કારણ

કહેવામાં આવે છે કે, 27 જૂન 1975ના રોજ લગાવવામાં આવેલી ઈમરજન્સી (Emergency)ની સ્ક્રિપ્ટ 12 જૂન 1975ના દિવસે જ લખાઈ ચૂકી હતી અને આની પૃષ્ઠભૂમિ વર્ષ 1971ની લોકસભા ચૂંટણી (Lok Sabha elections)માં રાયબરેલી બેઠકના પરિણામ હતી. જે રાયબરેલી બેઠકથી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાંસદ છે. તે જ બેઠકથી વર્ષ 1971ના સામાન્ય ચૂંટણીમાં પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી (Former Prime Minister Indira Gandhi) પણ સાંસદ હતાં અને પરિણામો અનુસાર, તેમણે સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટી (United Socialist Party)ના રાજનારાયણને મોટા અંતરથી હરાવ્યા હતા. પરિણામો અનુસાર, ઈન્દિરા ગાંધીને 1.83 લાખ અને રાજનારાયણને 71,000 વોટ મળ્યા હતા, પરંતુ રાજનારાયણ આ નિર્ણયને લઈને કોર્ટ પહોંચ્યા અને ઈન્દિરા ગાંધી પર સરકારી શક્તિઓનો દૂરૂપયોગ કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં વડાંપ્રધાન રહેતા ઈન્દિરા ગાંધીને કોર્ટમાં જવું પડ્યું હતું. 12 જૂન 1975ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) ઈન્દિરા ગાંધીને રાયબરેલી બેઠક પર ચૂંટણી અભિયાનમાં સરકારી મશીનરીનો દૂરૂપયોગ કરવા અંગે દોષી જાહેર કર્યા હતા અને ચૂંટણીને નકારી કાઢી તેમને અયોગ્ય જાહેરાત કરવાની સાથે સાથે 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ ઈન્દિરા ગાંધી સુપ્રીમ કોર્ટની શરણે ગયાં હતાં. જ્યાં તેમને ફક્ત વડાપ્રધાનની ખુરશી પર યથાવત રહેવા માટે રાહત મળી હતી.

ઈમરજન્સી (Emergency)ના સમય દરમિયાન શું શું થયું?

ઈમરજન્સી (Emergency) દરમિયાન નાગરિકોના મૌલિક અધિકાર છીનવાઈ ગયા હતા. સરકારનો વિરોધ કરવા પર જેલમાં મોકલવામાં આવતા હતા. સરકારના આ નિર્ણય સામે કોર્ટમાં જવાનો પણ કોઈની પાસે અધિકાર નહતો. ઈમરજન્સી (Emergency) ના વિરોધ કરનારા જેપી, (JP) જ્યોર્જ ફર્નાન્ડિસ (George Fernandes), મોરારજી દેસાઈ (Morarji Desai), અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee), લાલકૃષ્ણ અડવાણી (LK Advani), શરદ યાદવ (Sharad Yadav), લાલુપ્રસાદ યાદવ (Lalu Prasad Yadav), મુલાયમ સિંહ (Mulayam Singh) જેવા વિરોધી નેતાઓને જેલમાં પૂરી દેવાયા હતા. આંકડાઓ અનુસાર, ઈમરજન્સી (Emergency) દરમિયાન 1 લાખ 10 હજાર લોકોની ધરપકડ કરી જેલમાં મોકલાયા હતા. તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી (Former Prime Minister Indira Gandhi)ના પૂત્ર સંજય ગાંધી (Sanjay Gandhi)એ પરિવાર નિયોજનના નામ પર જબરદસ્તી નસબંધી અભિયાન (Sterilization campaign) ચલાવ્યું હતું. મીડિયા પર સેન્સરશીપ (Media Censorship)લગાવવામાં આવી હતી, જે અંતર્ગત સરકાર વિરૂદ્ધ સમાચાર છાપવા એ ગુનો સમાન હતું. વિદેશી મીડિયા સાથે જોડાયેલા સંવાદદાતાઓનો પણ દેશનિકાલ કરવામાં આવ્યો હતો. ઈમરજન્સી (Emergency) વિરોધી સામગ્રીનું પ્રસારણ કરનારા અનેક મીડિયાકર્મીઓની ધરપકડ પણ થઈ હતી.

વર્ષ 1977માં લોકોએ ઈન્દિરા ગાંધી સાથે ઈમરજન્સીનો બદલો લીધો

21 માર્ચ 1977ના દિવસે ઈમરજન્સી (Emergency) પૂર્ણ થઈ હતી. ત્યારબાદ ફરીથી સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ અને ઈન્દિરા ગાંધીની કોંગ્રેસે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 1971ની લોકસભા ચૂંટણીમાં 352 બેઠક જીતીને સત્તા પર આવેલી કોંગ્રેસ 1977ની ચૂંટણીમાં 152 બેઠક પર સમેટાઈ ગઈ હતી. જાણકારો કહે છે કે, જનતાએ ઈન્દિરા ગાંધી પાસે ઈમરજન્સી (Emergency) નો બદલો લીધો અને આ જ કારણ હતું કે, પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી (Former Prime Minister Indira Gandhi) પણ રાયબરેલીથી પોતાની બેઠક ન બચાવી શક્યાં અને સંજય ગાંધી પણ અમેઠીથી હારી ગયા હતા. વર્ષ 1977ની લોકસભા ચૂંટણીમાં જેપીની અધ્યક્ષતાવાળી જનતા પાર્ટી ગઠબંધન બહુમતમાં આવી. દેશમાં પહેલી વખત બિનકોંગ્રેસી સરકાર બની અને પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે અત્યાર સુધીનો સૌથી વધુ ઉંમરલાયક વડાપ્રધાન તરીકે મોરારજી દેસાઈએ શપથ લીધા હતા.

Last Updated : Jun 25, 2021, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.