શહડોલ: જયસિંહનગરમાં ફરી એકવાર મોટી ઘટના સામે આવી છે. હાથીઓના ટોળાએ (Elephants create panic in Shahdol) આંતક મચાવ્યો છે, જેમાં 3 ગ્રામજનોને કચડી નાખ્યા હતા. મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે કેસ દાખલ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો (Elephants crushed people in Shahdol ) હતો. વન વિભાગ અને પોલીસ કર્મચારીઓ હાથીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો: આસામમાં છે એશિયાનો સૌથી વયસ્ક હાથી 'બિજુલી પ્રસાદ', વાંચો વિશેષ અહેવાલ
ઘણા દિવસોથી હાથીઓનો આતંક યથાવતઃ જયસિંહ નગરમાં છેલ્લા ઘણા દિવસોથી હાથીઓએ આતંક મચાવ્યો છે. મંગળવારે, હાથીઓના એક જૂથે વન રેન્જ ચિત્રરાવંમાં પતિ-પત્નીને નિશાન બનાવ્યા હતા. તેઓનુ પણ મૃત્યુ નિપજ્યુ હતુ. બુધવારે ફરી એકવાર મોટી ઘટના બની હતી. બંસા ગામમાં હાથીઓએ ત્રણ લોકોને કચડી નાખ્યા હતા. જેનું ઘટનાસ્થળે જ મોત થઈ નિપજ્યુ હતુ. આ ઘટના બાદ ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પોલીસે જણાવ્યું કે, મૃતકોમાં લલ્લુ સિંહ, તેની પત્ની લલિતા સિંહ કંવર અને અન્ય એક બેબી સિંહ કંવરના મોત નિપજ્યુ હતુ.
આ પણ વાંચો: વિડીયો: કોડાગુમાં હાથીનું કરવામાં આવ્યું રેસક્યું ઓપરેશન
હાથીઓએ ગોદામમાં રાખેલ ડાંગર ખાધું: હાથીઓએ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ગત રાત્રે હાથીઓની એક ટીમ સેમરા વેર હાઉસ પહોંચી હતી. ત્યાં ડાંગર ખાધા પછી તે બંસા જવા રવાના થયા હતા. વન વિભાગના જણાવ્યા અનુસાર હાથીઓનું જૂથ શહડોલ રીવા રોડથી માત્ર અડધો કિલોમીટર દૂર ફરતું હતું. છેલ્લા બે દિવસમાં હાથીઓએ 5 લોકોના જીવ લીધા છે. ત્યારથી ગ્રામજનો ભારે ગભરાહટમાં છે, સાથે સાથે રોષ પણ છે.