નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું છે કે રાજકીય પાર્ટીઓના ફંડિગ મામલે કેન્દ્ર સરકારની ચૂંટણી બોન્ડની યોજનાની યોગ્યતાને પડકારતી અરજીઓ પર 31મી ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ છેલ્લી સુનાવણી હાથ ધરશે. સીજેઆઈ ડી.વાય. ચંદ્રચુડ, ન્યાયાધીશ જે. બી.પારડીવાળા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે આ અરજીઓ પર છેલ્લી સુનાવણી માટે 31મી ઓક્ટોબર તારીખ નક્કી કરી છે. જો સુનાવણી લંબાશે તો તા. 1 નવેમ્બરે પણ યથાવત રહેશે.
પ્રશાંત ભૂષણની દલીલઃ આજે સુનાવણી દરમિયાન એક અરજી પર દલીલ કરતા પ્રશાંત ભૂષણે જણાવ્યું કે ચૂંટણી બોન્ડ યોજનાને પડકારતા મુખ્ય ત્રણ મુદ્દાઓ છે. જેમાં સૌથી પ્રથમ નાણા વિધેયક પસાર કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી બોન્ડ એક ગુમનામ સ્ત્રોત છે જેને રાજકીય પક્ષોને ફંડિગ સંદર્ભે માન્ય કરવામાં આવ્યું છે. ગુમનામ ફંડિંગ નાગરિકોની સૂચનાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ બાબતથી ભ્રષ્ટાચારને વેગ મળશે, કારણ કે રાજકીય પક્ષોને કંઈક લાભ થયો હોય તેવી કંપનીઓ પાસેથી ફંડિંગ પ્રાપ્ત થતું હોય છે. તેથી જ આ બોન્ડ ભ્રષ્ટાચારને વેગ આપતું સરળ સાધન બની રહેશે.
સીજેઆઈના સવાલઃ શું ફંડિગનો સ્ત્રોત બેન્કિંગ દ્વારા થાય છે ? આ યોજના કેવી રીતે કામ કરે છે ? ચૂંટણી બોન્ડની ખરીદ બેન્ક હસ્તાંતરણ અને રોકડના માધ્યમથી થાય છે ? ભૂષણે આ પ્રશ્નોના જવાબમાં પરવાનગી હોવાનું જણાવ્યું હતું. સીજેઆઈએ નોંધ્યું કે જો બેન્ક હસ્તાંતરણથી આ ખરીદી થાય તો ખરીદારને ગુમનામ માનવામાં આવશે. ભૂષણે કહ્યું કે આ બાબત ભારતીય સ્ટેટ બેન્ક (SBI) જાણે છે પરંતુ કોઈ માહિતી નહીં આપી શકે. આ સ્ત્રોતની કુલ રકમ 10,000 રુપિયાથી લઈને 1 કરોડ રુપિયા જેટલી હોઈ શકે છે.
શદાન ફરાસતની દલીલઃ એક અન્ય અરજીકર્તાના વકીલ શદાન ફરાસતે દલીલ કરી કે સામાન્ય રીતે બોન્ડની ખરીદી રોકડ રકમથી થતી નથી. એક નિશ્ચિત બેન્કના બેન્ક એકાઉનન્ટમાં બેન્ક હસ્તાંતરણથી બોન્ડ લઈ શકાય છે. ફરાસત આગળ ઉમેરે છે કે ચૂંટણી બોન્ડના ખરીદારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. જ્યારે આપ કોઈ રાજકીય પક્ષમાં સ્થળાંતરણ થાવ ત્યારે વાસ્તવિક ગુપ્તતા જળવાય છે. કોણ કયા રાજકીય દળમાં સ્થળાંતર થયું છે તે અમારા માટે મોટો પડકાર છે.
સીજેઆઈના સવાલઃ સીજેઆઈએ કહ્યું કે ચૂંટણી બોન્ડ એક વાહક બોન્ડની જેમ છે. શું આ બોન્ડ કોઈ વ્યક્તિના નામ પર છે કે વાહક બોન્ડની જેમ છે? આ વ્યક્તિ કોઈને પણ ટ્રાન્સફર કરી શકે છે? ભૂષણે જણાવ્યું કે રાજકીય પક્ષોને હસ્તાંતરિત કરવામાં આવે છે. ફરાસતે કહ્યું કે પાર્ટી ચૂંટણી બોન્ડ મેળવવાની હકદાર છે, જો કે પક્ષે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ હોવું આવશ્યક છે.
સંજય હેઝની દલીલઃ અન્ય એક અરજીકર્તાના વકીલ સંજય હેઝે એક ઉદાહરણ આપ્યું છે કે ટાઈગર ઈન્વેસ્ટમેન્ટ્સ પાસે અપસ્ટ્રીમ અને ડાઉન સ્ટ્રીમમાં ઘણી કંપનીઓ હોઈ શકે છે. કોઈપણ તેને નિયંત્રિત કરી શકે છે. અલગ અલગ રાઉન્ડ અને ટ્રિપિંગ માર્ગોથી વિદેશથી ફંડિંગ મળે છે. હેઝે તર્ક રજૂ કર્યો કે ટાઈગર ઈન્વેસ્ટમેન્ટ એક ભારતીય કંપની છે. જે ચૂંટણી બોન્ડ ખરીદે છે અને દાન આપે છે. દાનનો સ્ત્રોત અજ્ઞાત હોય છે. અને જે રાજકીય પાર્ટીને બોન્ડ મળે તે તેને ધન્યવાદ પાઠવી દે છે.
સીજેઆઈના સવાલઃ સીજેઆઈએ કહ્યું કે ટાઈગર ઈન્વેસ્ટમેન્ટ ચૂંટણી બોન્ડ ખરીદે છે તો ટેક્સ સમરીમાં તેણે ફંડિંગના સ્ત્રોત વિશે માહિતી આપવી પડશે. જો 1 કરોડ રુપિયા સુધીનું યોગદાન કોઈ આપે છે તો બેન્કિંગ ચેનલ દ્વારા એસબીઆઈએ એક કરોડ રુપિયાનું હસ્તાંતરણ કરવું પડશે. તેમજ ટાઈગર ઈન્વેસ્ટમેન્ટે આઈટીઓને કહેવું પડશે કે આ એક કરોડ ક્યાંથી આવ્યા ? હેઝે રાઉન્ડ ટ્રિપિંગ પર ભાર મુક્યો.