ETV Bharat / bharat

Election Result 2022: મોદી રાજમાં કઈ રીતે બદલાયો રાજકીય નકશો, જૂઓ - Election Result 2022

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ (Election Result 2022) આજે આવશે. આ પાંચેય રાજ્યોમાંથી ચારમાં અત્યારે ભાજપની સરકાર છે. ત્યારે આવો જોઈએ મોદી રાજમાં કઈ રીતે બદલી ગયો દેશનો રાજકીય નકશો (India Political Map).

Election Result 2022: મોદી રાજમાં કઈ રીતે બદલાયો રાજકીય નકશો, જૂઓ

author img

By

Published : Mar 10, 2022, 10:10 AM IST

ન્યૂઝ ડેસ્કઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ (Election Result 2022) આજે આવશે. આ પાંચેય રાજ્યોમાંથી ચારમાં અત્યારે ભાજપની સરકાર છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. દેશની વાત કરીએ તો,અત્યારે 18 રાજ્યોમાં ભાજપ અને તેના ગઠબંધનની સરકાર છે. આ રાજ્યોમાં દેશની લગભગ 50 ટકા વસ્તી રહે છે. એટલે કે દેશની અડધી વસ્તીવાળા રાજ્યોમાં ભાજપની સરકાર છે. જ્યારે 6 રાજ્યોમાં કોંગ્રેસ અને તેના ગઠબંધનની સરકાર છે, જ્યાં દેશની 28 ટકા વસ્તી રહે છે.

ઉત્તરપ્રદેશમાં વડાપ્રધાને કર્યો હતો રોડ શૉ

નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી કોંગ્રેસ કેટલી સમેટાઈ, જાણો

તો આવો જાણીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની સત્તામાં આવ્યા પછી દેશના કેટલા રાજ્યોમાં ભાજપની (India Political Map) સરકાર હતી. ક્યારે દેશની સૌથી વધુ વસ્તીવાળા ભાગમાં ભાજપ અને તેના સહયોગી સરકારોનું શાસન આવ્યું અને નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી કોંગ્રેસ કેટલી (India Political Map) સમેટાઈ ગઈ.

જ્યારે મોદી સત્તામાં આવ્યા ત્યારે 7 રાજ્યોમાં હતી ભાજપ સરકાર

નરેન્દ્ર મોદી મે 2014માં ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેઓ સત્તામાં આવ્યા ત્યારે દેશના 7 રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષોની સરકારો હતી. તેમાંથી 5 રાજ્યોમાં ભાજપના મુખ્યપ્રધાન હતા. તે જ સમયે તેની સહયોગી પાર્ટી બિહાર અને પંજાબમાં સરકાર ચલાવી રહી હતી. દેશની 11 ટકાથી વધુ વસ્તી આ 2 રાજ્યોમાં રહે છે. બાકીના 5 રાજ્યો છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપના મુખ્યપ્રધાન હતા. દેશની 19 ટકા વસ્તી આ રાજ્યોમાં રહે છે. એટલે કે, જ્યારે મોદી સત્તામાં આવ્યા ત્યારે લગભગ 30 ટકા વસ્તી પર ભાજપ અને તેની સહયોગી સરકારો ચાલી રહી હતી.

વર્ષ 2018માં ભાજપનો જાદુ ચાલ્યો
વર્ષ 2018માં ભાજપનો જાદુ ચાલ્યો

આ પણ વાંચો- UP Election 2022 UPDATE : ગોરખપુર સીટ પર યોગી આદિત્યનાથ આગળ

મોદી સત્તામાં આવ્યા ત્યારે દેશના 14 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી

વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારે દેશના 14 રાજ્યોમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની સરકાર હતી. દેશની 27 ટકાથી વધુ વસ્તી આ કોંગ્રેસશાસિત રાજ્યોમાં રહે છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા 2 મોટા રાજ્યોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો- PUNJAB Election 2022 UPDATE : સીએમ ચન્ની તેમની બન્ને સીટો પર પાછળ, આમ આદમી પાર્ટી 79 સીટો પર આગળ

વર્ષ 2018માં ભાજપનો જાદુ ચાલ્યો

વર્ષ 2014માં 7 રાજ્યોમાં ભાજપ અને તેના સહયોગીઓની સરકાર હતી. 4 વર્ષ પછી માર્ચ 2018માં 21 રાજ્યોમાં ભાજપ અને તેના સહયોગીઓની સરકાર હતી. દેશની લગભગ 71 ટકા વસ્તી આ રાજ્યોમાં રહે છે. આ તે સમયગાળો હતો. જ્યારે વસ્તીની દૃષ્ટિએ ભાજપનું શાસન ચરમસીમા પર હતું. સાથે જ 4 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. આ રાજ્યોમાં 7 ટકા વસ્તી રહે છે.

હવે આગળ શું થશે, જાણો

અત્યારે 18 રાજ્યોમાં ભાજપની સત્તા છે. આમાંથી 4 રાજ્યોમાં મતદાન થયું હતું. તેનો આજે નિર્ણય થશે. આંકડાઓ પર નજર કરીએ તો, ભાજપ અત્યારે 50 ટકા વસ્તી પર શાસન કરે છે. એક્ઝિટ પોલ અનુસાર, ભાજપશાસિત 2 રાજ્યોમાં વાપસીની સંભાવના છે, પરંતુ બંને રાજ્યોમાં લડાઈ ખૂબ જ કપરી બનવાની છે.

ગોવામાં કોંગ્રેસનું પુનરાગમન થઈ શકે છે

તો આ તરફ 6 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે. તેમાંથી 1 રાજ્યની ચૂંટણી છે. જોકે, એક્ઝિટ પોલમાં એવી આગાહી કરવામાં આવી છે કે, કોંગ્રેસ પંજાબની ચૂંટણી હારી શકે છે. જ્યારે ગોવા અને ઉત્તરાખંડમાં પુનરાગમન થવાની સંભાવના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.