- મુખ્યપ્રધાને પણ સમજવું જોઇએ કે આ પ્રકારની ઘટનાઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બગાડી શકે છે- ચૂંટણી પંચ
- મતદાન દરમિયાન કોઈ ગડબડ થયાના પુરાવા મળ્યા નથીઃ ચૂંટણી પંચ
- મતદાન કોઈપણ રીતે અટક્યું નહોતું
- સત્તાધારી પાર્ટી અને વિપક્ષ વચ્ચે સુત્રોચ્ચાર થયા હતા
નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીની ફરિયાદનો ચૂંટણી પંચે જવાબ આપ્યો છે કે નંદીગ્રામમાં બૂથ નંબર સાત પર શાંતિપૂર્ણ મતદાન થયું છે. ચૂંટણી પંચે મમતા બેનર્જીના આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું હતુ કે, મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોમાં કોઈ સત્યતા નથી. મતદાન દરમિયાન કોઈ ગડબડ થયાના પુરાવા મળ્યા નથી. મતદાન દરમિયાન કોઈ બહારનો વ્યક્તિ મતદાન મથકની અંદર ગઈ ન હતી.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી વિરૂદ્ધ ECમાં TMCએ નોંધાવી ફરિયાદ, આચારસંહિતાના ભંગનો આરોપ
કોઈ આવારા તત્વો કે હથિયારવાળી વ્યક્તિ મતદાન મથકની અંદર પહોંચી નહોતીઃ ચૂંટણી પંચ
ચૂંટણી પંચે જણાવ્યું હતુ કે, મતદાન મથકની અંદર હાજર અધિકારીઓના અહેવાલ મુજબ કોઈ આવારા તત્વો કે હથિયારવાળી વ્યક્તિ મતદાન મથકની અંદર પહોંચી નહોતી. આ સમયગાળા દરમિયાન મતદાન કોઈપણ રીતે અટક્યું નહોતું. જોકે, મમતા બેનર્જીની હાજરી દરમિયાન સત્તાધારી પાર્ટી અને વિપક્ષ વચ્ચે સુત્રોચ્ચાર ચોક્કસ થયા હતા પરંતુ મતદાન પર તેની અસર થઈ નથી. ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું હતુ કે દુઃખની વાત છે કે વર્તમાન મુખ્યપ્રધાન દ્વારા આ પ્રકારનું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. મુખ્યપ્રધાને પણ સમજવું જોઇએ કે આ પ્રકારની ઘટનાઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બગાડી શકે છે, આ બધુ ત્યારે થઈ રહ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ મમતા બેનર્જીએ નામ લીધા વગર લગાવ્યા ભાજપ પર ગંભીર આરોપ