ETV Bharat / bharat

દેશના પાંચ રાજ્યોમાં સામાન્ય ચૂંટણીઓ જાહેર, જાણો મતદાન-પરિણામ કઇ તારીખે? - પાંચ રાજ્યોમાં મતદાન

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે, આસામમાં ત્રણ તબક્કામાં યોજાશે. જ્યારે તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં ચૂંટણીઓ સંપન્ન થશે. જ્યારે બીજી મેએ મતગણતરી યોજાશે. જાણો તમામ વિગતો.

દેશના પાંચ રાજ્યમાં સામાન્ય ચૂંટણીઓ જાહેર, જાણો પશ્ચિમ બંગાળ સહિત મતદાન-પરિણામ કઇ તારીખે?

author img

By

Published : Feb 26, 2021, 10:28 PM IST

  • દેશના 5 રાજ્યમાં જાહેર થઇ સામાન્ય ચૂંટણી
  • તમામ રાજ્યોની મતગણતરી એકસાથે યોજાશે
  • 2 મેએ પાંચેય રાજ્યોની મતગણતરી થશે

નવી દિલ્હીઃ આજે શુક્રવારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પુડુચેરી, આસામ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તેમણે માહિતી આપી કે પશ્ચિમ બંગાળ સહિત પાંચેય રાજ્યોમાં મતદાન યોજાયાં પછી, મતની ગણતરી 2 મેના રોજ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મતદાન દરમિયાન કોરોના સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે અને મતદારોની સુરક્ષાની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે.

ચૂંટણી પંચે કહ્યું કે કેરળમાં 6 એપ્રિલે એક તબક્કામાં મતદાન યોજાશેે, જ્યારે આસામમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કો 27 માર્ચે યોજાશે. 2 મેના રોજ ચૂંટણીનું પરિણામ યોજાશે. મહત્ત્વનું છે કે તમિળનાડુ જેવા વિશાળ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પણ 6 એપ્રિલે એક જ તબક્કામાં યોજાશે.

પશ્ચિમ બંગાળની ચૂંટણી આઠ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચે થશે, બીજો તબક્કો 1 એપ્રિલે, ત્રીજો તબક્કો 6 એપ્રિલે યોજાશે. ચોથા તબક્કા માટે મતદાન એપ્રિલ 10, 17 એપ્રિલે પાંચમા તબક્કા માટે, 22 એપ્રિલ છઠ્ઠા તબક્કા માટે, 26 સાતમા તબક્કા અને આઠમા તબક્કા માટે 29મી એપ્રિલે મતદાન યોજાશે. 2 મેના રોજ ચૂંટણીની ગણતરી કરવામાં આવશે.

તમામ રાજ્યોની મતગણતરી એકસાથે યોજાશે
તમામ રાજ્યોની મતગણતરી એકસાથે યોજાશે

હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવશે

ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી માટે હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવશે, જે ટોલ ફ્રી રહેશે. આ હેલ્પલાઈન નંબર પરથી મતદારો મતદારયાદીમાં પોતાનું નામ પણ શોધી શકશે અને મતદાર સ્લીપ પણ કાઢી શકશે.. તમામ મતદાનમથકોમાં પાણીની સુવિધા, શૌચાલય અને પ્રતીક્ષા ખંડ હશે. ત્યાં વ્હીલચેર પણ રાખવામાં આવશે.

ચૂંટણી પંચે કહ્યું હતું કે રાજકીય પક્ષો ઉમેદવારો વિશે ગુનાહિત રેકોર્ડ સાથેની માહિતી સ્થાનિક અખબારો, ચેનલો અને તેમની વેબસાઇટ પર આપશે. જેથી જનતાને જાણ થઇ શકે કે ઉમેદવાર કેવો છે?

સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર તહેનાત કરાશે

સુનીલ અરોરાએ કહ્યું કે ચૂંટણી દરમિયાન ખાસ, સામાન્ય, ખર્ચ અને પોલીસ નિરીક્ષકોને તહેનાત કરવામાં આવશે. જો જરૂર લાગશે તો ચૂંટણી પંચ જિલ્લા નિરીક્ષક પર દેખરેખ માટે સેન્ટ્રલ ઓબ્ઝર્વર પણ મોકલી શકે છે. તેમણે કહ્યું હતું કે વિવેક દુબેને પશ્ચિમ બંગાળ, દીપક મિશ્રાને કેરળ, ધર્મેન્દ્ર કુમારને તમિલનાડુમાં વિશેષ પોલીસ નિરીક્ષક તરીકે મોકલવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે ચૂંટણીની તારીખોની ઘોષણા થતાં જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી જશે.

પર્યાપ્ત સીએપીએફ પણ રહેશે તહેનાત

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ કહ્યું કે ચૂંટણી દરમિયાન સીએપીએફી પૂરતી સંખ્યામાં તહેનાત કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે તમામ મહત્વપૂર્ણ, સંવેદનશીલ મતદાનમથકોની ઓળખ કરી છે અને પૂરતી સંખ્યામાં સીએપીએફ તહેનાત કરવામાં આવશે. સુરક્ષા દળોને અગાઉથી જ મોકલવાનું શરુ થઈ ગયું છે. માત્ર પ. બંગાળ જ નહીં પણ પાંચેય રાજ્યો મોકલવામાં આવી રહ્યાં છે.

ઉમેદવારીપત્રો ભરવા માટે ઓનલાઈન સુવિધા

સીઈસીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન નિયમોનું પાલન કરવું જરૂરી બની રહેશે. ડોર ટૂ ડોર કનેક્ટિવિટી માટેના નિયમો પણ હશે. ઘેરઘેર ઝૂંબેશ માટે 5 લોકો સાથે જવા દેવામાં આવશે. તેમણે કહ્યું કે નામાંકન અને સિક્યૂરિટી ડીપોઝિટની પ્રક્રિયા પણ ઓનલાઇન સબમિટ કરી શકાશે. રેલી માટે મેદાન નક્કી કરવામાં આવશે.

2.7 લાખ મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે

તેમણે કહ્યું કે ચૂંટણી માટે 2.7 લાખ મતદાનમથકો બનાવવામાં આવશે, જ્યાં 18.6 કરોડ લોકો મતદાન કરી શકશે. મુખ્ય ચૂંટણી કમિશનરે માહિતી આપી કે પશ્ચિમ બંગાળમાં મતદાન માટે એક લાખથી વધુ મતદાન મથકો બનાવવામાં આવશે.

કોરોના યોદ્ધાઓને સલામ

તેમણે કહ્યું કે 2021માં વૈશ્વિક સમુદાયમાં સંપ અને સમજમાં લવચીકતા આવી છે. આપણને કેટલીક આશાભરી વાતોથી રાહત મળશે. તેમણે કહ્યું કે આ ચૂંટણી કોરોનાને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. કોરોના યોદ્ધાઓને સલામ. મતદારોની સલામતીનું ધ્યાન રાખવામાં આવશે. ચૂંટણી દરમિયાન કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. મતદાન કરતા પહેલાં તમામ ચૂંટણી અધિકારીઓનું રસીકરણ કરવામાં આવશે.

આસામ વિધાનસભાનો કાર્યકાળ 31 મે સુધીમાં પૂર્ણ થશે. અહીં 126 વિધાનસભા બેઠકો છે. તેમાંથી આઠ એસસી અને 16 એસટીની અનામત બેઠકો છે. તમિળનાડુ વિધાનસભાનો કાર્યકાળ 24 મે સુધી ચાલશે. આ રાજ્યમાં 234 બેઠકો પર ચૂંટણી યોજાશે.પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની મુદત 30 મે સુધીની છે; ત્યાં 294 બેઠકો પર ચૂંટણી યોજાશે. કેરળ વિધાનસભામાં 140 બેઠકો યોજાશે, જ્યારે પુડુચેરીમાં 30 બેઠકો છે.

ચૂંટણી કરાવવી પડકારજનક

તેમણે કહ્યું કે સલામત, મજબૂત અને જાગૃતિ અમારા મતદારો માટે સૌથી મહત્વનું કાર્ય છે. અમેે કોરોનાકાળમાં પણ રાજ્યસભાની 18 બેઠકો માટે અને ત્યારબાદ બિહારની ચૂંટણીઓ કરાવવામાં પણ સફળતા મળી. હવે અમે પાંચ સ્થળોએ ચૂંટણી યોજવા જઈ રહ્યાં છીએ, આ અમારા માટે પડકારજનક કાર્ય છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે વધુમાં કહ્યું કે, ચૂંટણી દરમિયાન ઘણાં કર્મચારીઓ અને અધિકારીઓને કોવિડ ચેપ લાગ્યો હતો, સ્વસ્થ થયાં હતાં અને ત્યારબાદ ફરીથી ચૂંટણી ફરજ બજાવી હતી. અમે રાષ્ટ્રપતિ પાસેથી ઘણાં કોરોના હીરોને પુરસ્કાર અપાવ્યાં છે. તેઓનું સન્માન કર્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે, ચૂંટણીની ઘોષણા સાથે આ પાંચ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે ચૂંટણી પંચે ઘણાં નિયમો બનાવ્યાં છે, જેને આદર્શ આચારસંહિતા કહીએ છીએ. આદર્શ આચારસંહિતાનો ઉદ્દેશ તમામ રાજકીય પક્ષો માટે સમાનસ્તરની સમાનતા પ્રદાન કરવી, પ્રચાર અભિયાનને સ્વસ્થ રાખવું અને રાજકીય પક્ષોને એકબીજા સાથેના વિવાદોથી બચાવવાનુંં છે.

આચારસંહિતા લાગુ થયાના સમયગાળા દરમિયાન શાસક પક્ષ સરકારી મશીનરીનો દુરૂપયોગ ન કરી શકે. તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયાની સમાપ્તિ સુધી ચૂંટણી પંચના કર્મચારીઓ તરીકે કામ કરે છે. આ સમય દરમિયાન પ્રધાનો અથવા અધિકારીઓ અનુદાનની ઘોષણા કરી શકતાં નથી, નવી યોજનાઓની ઘોષણા,લોકાર્પણ, ખાતમુહૂર્ત અથવા ભૂમિપૂજન કરી શકતાં નથી.

પાંચ રાજ્યોની આ ચૂંટણી કરાવવી પડકારજનક
પાંચ રાજ્યોની આ ચૂંટણી કરાવવી પડકારજનક

કયા રાજ્યમાં કેટલી વિધાનસભા બેઠકો

  • પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 વિધાનસભા બેઠકો છે
  • આસામની 126 બેઠકો પર ચૂંટણી યોજાશે
  • તામિલનાડુની 232 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે
  • કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની 30 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે
  • કેરળ વિધાનસભાની તમામ 140 બેઠકો પર ચૂંટણી યોજાશે

ગત ચૂંટણીઓના પરિણામ

  • પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની 2016ની ચૂંટણીઓમાં 294 બેઠકો સાથે મમતા બેનર્જીની ટીએમસીએ ભવ્ય વિજય મેળવ્યો હતો. ટીએમસીએ ચૂંટણીઓમાં 211 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 44 બેઠકો જીતી હતી. 2016માં ભાજપને માત્ર ત્રણ બેઠકો જીતવામાં સફળતા મળી હતી.

  • આસામ

2016માં યોજાયેલી આસામની 126 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં ભાજપને જીત મળી હતી. જેમાં ભાજપે કુલ 60 બેઠકો જીતી હતી, જ્યારે તેનો પ્રતિસ્પર્ધી કોંગ્રેસ પક્ષ ફક્ત 26 બેઠકો જીતી શક્યો હતો.

  • તમિલનાડુ

232 બેઠકો ધરાવતી તમિલનાડુ વિધાનસભા માટે છેલ્લે યોજાયેલી ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઈડીએમકે)એ જીત હાંસલ કરી સરકાર બનાવી હતી. ચૂંટણીમાં એઆઈડીએમકેને 134 બેઠકો મળી હતી.. તો ડીએમકે 98 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.જો કે, જયલલિતાના અવસાન પછીના સમયમાં હવે અહીં રાજકારણનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

  • પુડુચેરી

તાજેતરમાં જ કેન્દ્રશાસિત પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. અહીં છેલ્લી વખત કોંગ્રેસની સરકાર રચાઈ હતી. પુડુચેરીમાં કુલ 30 વિધાનસભા બેઠકો છે. 2016માં કોંગ્રેસે 15 બેઠકો જીતીને ડીએમકે સાથે જોડાઇનેે સરકાર બનાવી હતી. ગત ચૂંટણીમાં મુખ્ય વિરોધ પક્ષ એઆઇએનઆરસી માત્ર આઠ બેઠકો જીતવામાં સફળ રહ્યો હતો.

  • કેરળ

2016માં કેરળની વિધાનસભાની ચૂંટણીમાં એલડીએફએ 91 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળુંં ગઠબંધન 47 બેઠકો જીતી ગયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.