નવી દિલ્હીઃ 14 ફેબ્રુઆરીએ ત્રણ રાજ્યોમાં યોજાનાર મતદાન9Polls to be held in three states) ભારતીય જનતા પાર્ટી માટે ખાસ છે. આ ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે. ઉત્તરાખંડ અને ગોવામાં તેની સામે ફરીથી સત્તામાં આવવાનો પડકાર છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ બીજા તબક્કાના મતદાનની અગ્નિ પરિક્ષા માથી પસાર થવું પડશે.
ગોવામાં ભાજપ 40 સીટો પર ચૂંટણી લડશે
ગોવા વિધાનસભા ચૂંટણી માટે 14 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. કોવિડ પોઝિટિવ મતદારો માટે ચૂંટણી પંચે સાંજે 5 થી 6 વાગ્યા સુધીનો સમય અનામત રાખ્યો છે. ગોવામાં ભાજપ એકલા હાથે 40 સીટો પર ચૂંટણી લડી રહી છે. ગોવાની જનતા 14 ફેબ્રુઆરીએ કોંગ્રેસના 37 ઉમેદવારોનું ભાવિ પણ નક્કી કરશે. કોંગ્રેસે ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે જોડાણ કર્યું છે. શિવસેનાએ 9 અને એનસીપીએ 11 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી સાથે જોડાણ કર્યું છે.
ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર
આ વખતે ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર છે. અહીં આમ આદમી પાર્ટી પણ ત્રીજા દળ તરીકે જોરદાર પ્રયાસ કરી રહી છે. અહીંની 70 વિધાનસભા બેઠકો માટે સોમવારે મતદાન થશે. કોરોનાને કારણે ઉત્તરાખંડમાં પણ બૂથની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
યુપીમાં બીજા તબક્કામાંનું મતદાન યોજાશે
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 58 બેઠકો માટે મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં 60.17 ટકા મતદાન નોંધાયું હતું. 14 ફેબ્રુઆરીએ બીજા તબક્કામાં પશ્ચિમ યુપીના નવ જિલ્લાની 55 બેઠકો પર મતદાન થશે. સોમવારે 586 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.
ભાજપ ઇતિહાસ દોહરાવામ મેદાને ઉતરશે
આ બેઠકો પર મુસ્લિમોની વસ્તી 27 ટકા છે. રામપુર અને સહારનપુરના કેટલાક વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયની વસ્તી 45 ટકાથી વધુ છે. આ વિસ્તારોમાં દલિત વસ્તી પણ નોંધપાત્ર છે. 20 બેઠકો પર દલિત મતદારોની સંખ્યા 20 ટકાથી વધુ છે. બીજા તબક્કામાં સમાજદી પાર્ટીના ગઠબંધન દ્વારા 20 મુસ્લિમ ઉમેદવારો અને BSPએ 23 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે 20 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે