ETV Bharat / bharat

ED એ મમતા બેનર્જીના ભત્રીજા અને તેની પત્નીને પાઠવ્યું સમન્સ, જાણો શું છે આરોપ

author img

By

Published : Aug 28, 2021, 3:27 PM IST

Updated : Aug 28, 2021, 3:54 PM IST

ED (Enforcement Directorate) એ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા, સાંસદ અભિષેક બેનર્જી અને તેમની પત્નીને રાજ્યમાં કોલસા કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

ED એ મમતા બેનર્જીના ભત્રીજા અને તેની પત્નીને પાઠવ્યું સમન્સ

  • મમતા બેનર્જીના ભત્રીજા પર કોલસા કૌભાંડ મામલે ED ની નજર
  • અભિષેક બેનર્જી સાથે તેમની પત્નીને પણ ED દ્વારા સમન્સ પાઠવાયું
  • PMLA ની ફોજદારી કલમો હેઠળ કેસ નોંધાયો

નવી દિલ્હી: ED(Enforcement Directorate) એ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી અને તેમની પત્નીને સમન્સ પાઠવ્યું છે. આ બાબતની અધિકારીઓએ શનિવારે માહિતી આપી હતી. અભિષેક બેનર્જી લોકસભામાં ડાયમંડ હાર્બર બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહામંત્રી પણ છે.

આ પણ વાંચો: અમદાવાદના જાણીતા બિલ્ડરને ત્યાં EDના દરોડા, લોનનું મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા

અધિકારી સમક્ષ હાજર થવા સમન્સ

તેમને 6 સપ્ટેમ્બરે આ કેસના તપાસ અધિકારી સમક્ષ હાજર થવા સમન્સ આપવામાં આવ્યું છે, જ્યારે તેમની પત્ની રૂજીરાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આવો જ સમન્સ પાઠવવામાં આવ્યો છે, જેમાં તેમને 1 સપ્ટેમ્બરે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ફોજદારી કલમો હેઠળ કેસ

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કેસ સાથે જોડાયેલા કેટલાક અન્ય લોકોને પણ આગામી મહિને જુદી જુદી તારીખે હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા છે. ED એ નવેમ્બર 2020 ની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની FIR નો અભ્યાસ કર્યા બાદ PMLA ની ફોજદારી કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો: EDએ મહેબૂબા મુફ્તી સામે દાખલ કરેલી નોટિસ અંગે આજે Delhi High Courtમાં સુનાવણી

અભિષેક બેનર્જી દ્વારા કૌભાંડનો ED નો દાવો

CBIની FIRમાં આસનસોલ, કુનુસ્ટોરિયા અને કજોરા વિસ્તારોમાં અને તેની આસપાસ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડની ખાણો સાથે સંબંધિત કરોડોના કોલસા ચોરી કૌભાંડનો આરોપ છે. આ કેસમાં અનૂપ મજી ઉર્ફે લાલા મુખ્ય શંકાસ્પદ છે. EDએ અગાઉ દાવો કર્યો હતો કે, અભિષેક બેનર્જી આ ગેરકાયદેસર વ્યવસાયમાંથી મેળવેલા નાણાંના લાભાર્થી હતા, જ્યારે તેમણે તમામ આરોપોને નકાર્યા હતા.

Last Updated : Aug 28, 2021, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.