ઝારખંડ મની લોન્ડરિંગ અને ગેરકાયદે ખનન સાથે જોડાયેલા કેસમાં EDની કાર્યવાહી ચાલી રહી છે (Jharkhand illegal mining case). બુધવારે સવારે EDએ રાંચીમાં પ્રેમ પ્રકાશ ઉર્ફે પીપીની ઓફિસ સહિત રાંચીના 12 સ્થળો અને ઝારખંડમાં કુલ 18 સ્થળો પર દરોડા પાડ્યા હતા(ED raids in Jharkhand). હાલમાં તમામ જગ્યાઓ પર દરોડા ચાલુ છે. શૈલોદય ભવન સ્થિત પ્રેમ પ્રકાશના ઘરેથી બે AK47 મળી આવી છે( two ak series rifles during ed raids in ranchi). પ્રેમ પ્રકાશ અહીં ભાડેથી રહેતો હતો. EDએ રાંચીના અશોક નગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે જયપુરિયાના સ્થાન પર પણ દરોડા પાડ્યા છે.
નેતાઓના નજીકના CA પર લટકતી તલવાર ED સવારે રાંચીના અરગોડા ચોક પાસે આવેલા વસુંધરા એપાર્ટમેન્ટમા પહોંચી હતી. અહીં સત્તાના કોરિડોરમાં મોટી પહોંચ ધરાવતા પ્રેમ પ્રકાશની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સિવાય ઓલ્ડ એેજી કોલોની સ્થિત હોલી એન્જલ સ્કૂલ પણ EDના રડાર પર છે. દરોડા દરમિયાન CRPFના જવાનોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. EDના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગેરકાયદે માઈનિંગ સાથે જોડાયેલા લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
નતાઓમાં ફફડાટ શરુ અહીં કેન્દ્રીય તપાસ એજન્સી EDએ ઝારખંડના મોટા નેતાઓની નજીકના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પર દરોડા પાડવાની શરૂઆત કરી છે. EDએ અગાઉ 25 મેના રોજ હરમુ અને વસુંધરા એપાર્ટમેન્ટમાં પ્રેમ પ્રકાશની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, ED અધિકારીઓને પ્રેમ પ્રકાશના વસુંધરા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 802માંથી કિંમતી વસ્તુઓ મળી આવી હતી. અધિકારીઓને પૂછપરછ દરમિયાન મોટી રકમની લેવડદેવડની માહિતી પણ મળી હોવાના અહેવાલ છે, ત્યારબાદ EDએ પ્રેમ પ્રકાશની ઘણા દિવસો સુધી પૂછપરછ કરી.
સંમતી વિના કામ અધુરુ પ્રેમ પ્રકાશ ઝારખંડમાં જાણીતું નામ છે. તેઓ સત્તાના કોરિડોરમાં પીપી તરીકે ઓળખાય છે. કહેવાય છે કે પ્રેમ પ્રકાશ મિડ ડે મીલ માટે ઇંડા સપ્લાય કરતો હતો. આ પછી તે ઘણા આઈએએસ અધિકારીઓની નજીકનો બની ગયો હતો. સરકાર વતી દરેક ટ્રાન્સફર પોસ્ટિંગમાં તેમની સંમતિ હોય છે, તેમની સંમતિ વિના કોઈ ટ્રાન્સફર થઈ શકતું નહીં. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ થોડા દિવસો પહેલા પ્રેમ પ્રકાશ વિશે અનેક ટ્વિટ કર્યા હતા.
અગાઉ પણ પડી ચૂક્યા છે દરોડા 25 મે 2022ના રોજ પોતાના ટ્વિટમાં નિશિકાંત દુબેએ લખ્યું હતું કે, 'ઈડી આખરે પ્રેમ પ્રકાશના સ્થાને પહોંચી ગઈ છે. પ્રેમ ભૈયા ઝારખંડના શાતિર ખેલાડી છે. રાજકારણીઓ, અધિકારીઓ બધા તેમના ખિસ્સામાં છે, અમિત ભૈયાના સર્વે, ટ્રાન્સફર પોસ્ટિંગ તેમની સંમતિ વિના થતા નથી. ધારાસભ્ય સરયુ રાયે પણ ટ્વિટર કરતા જણાવ્યું કે, આ વ્યક્તિ કોણ છે, શું તમે બધા તેને ઓળખો છો, તે સત્તાના ગલિયારામાં ખૂબ ચાલે છે.