ETV Bharat / bharat

CM Bhupesh Bhupesh: EDના નિશાને હવે CM ભુપેશ બઘેલ, મહાદેવ એપના પ્રમોટર્સ પાસેથી બઘેલને 508 કરોડ રૂપિયા મળ્યાંનો EDનો દાવો, બઘેલે કહ્યું આનાથી મોટી કોઈ મજાક ન હોઈ શકે - mahadev money app

મહાદેવ સટ્ટાબાજીની એપ મામલે EDએ દાવો કર્યો હતો કે, મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલને લગભગ 508 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. EDના આ દાવા પર સીએમ બઘેલે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, આનાથી મોટી મજાક કંઈ ન હોઈ શકે.

CM Bhupesh Bhupesh
CM Bhupesh Bhupesh
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2023, 10:38 AM IST

નવી દિલ્હી/રાયપુર: મહાદેવ સટ્ટાબાજીની એપ મામલે એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. EDએ શુક્રવારે દાવો કર્યો હતો કે, ફોરેન્સિક તપાસ અને કેશ કુરિયરના નિવેદનથી મહાદેવ સટ્ટાબાજીના કેસમાં સીએમ ભૂપેશ બઘેલને પૈસા આપવાની હકીકત બહાર આવી છે. EDએ દાવો કર્યો છે કે મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યપ્રઘાન ભૂપેશ બઘેલને લગભગ 508 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. EDના આ દાવા પર સીએમ બઘેલે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, આનાથી મોટી મજાક કંઈ ન હોઈ શકે.

એજન્ટ અસીમ દાસની ધરપકડથી ખુલાસોઃ ઈડીએ એજન્ટ અસીમ દાસની ધરપકડ કરીને પૂછપરછ કર્યા બાદ આ આરોપ લગાવ્યો છે. EDએ કહ્યું હતુ કે, અસીમ દાસ પાસેથી 5.39 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે ,અસીમ દાસને યુએઈમાં મહાદેવ એપના પ્રમોટરો દ્વારા રોકડ આપવામાં આવી હતી. જે ચૂંટણી ખર્ચ માટે કોંગ્રેસ પાર્ટીને પહોંચાડવાની હતી.

અસીમ દાસની ધરપકડ: ED એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે, અસીમ દાસની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે છત્તીસગઢ ચૂંટણી માટે પૈસા મોકલવાનું કામ પણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. આ પૈસા મોકલવાનું કામ પ્રમોટર વતી કરવામાં આવી રહ્યું હતું. આ રોકડ રાજ્યના દુર્ગ જિલ્લાના ભિલાઈમાં હોટેલ ટ્રાઈટનમાં પાર્ક કરેલી એક SUVમાંથી જપ્ત કરવામાં આવી હતી.

અનેક બેનામી એકાઉન્ટ્સ પણ મળ્યાં: EDએ એવો પણ દાવો કર્યો છે કે કેટલાંક બેનામી એકાઉન્ટ્સ શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં લગભગ 15.59 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ ફ્રીઝ કરવામાં આવ્યા છે. EDએ તપાસ બાદ કહ્યું કે, આ રોકડ જપ્ત દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ ભીમ યાદવની પણ ધરપકડ કરવામાં આવી હતી. ભીમ યાદવ છેલ્લા ત્રણ વર્ષમાં અનધિકૃત રીતે દુબઈ ગયો છે. આ સિવાય તેઓ મહાદેવ એપના પ્રમોટર રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રાકરને પણ મળ્યા છે. તેમણે મહાદેવ એપના પ્રમોટર્સ દ્વારા આયોજિત અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. EDએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની મુસાફરીનો ખર્ચ મહાદેવ એપ અને આહુજા બ્રધર્સની રેપિડ ટ્રાવેલ્સના મની લોન્ડરિંગ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. અસીમ દાસ અને ભીમ યાદવ છત્તીસગઢના વરિષ્ઠ અધિકારીઓ અને રાજકારણીઓના લાભ માટે મહાદેવ એપના પ્રમોટર્સ પાસેથી લાંચના પૈસા મેળવવાનું માધ્યમ હતા.

મહાદેવ એપને લગતા નાણાં રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેમ જેમ તપાસ આગળ વધશે તેમ સમગ્ર સત્ય બહાર આવશે. તે પૈસા ક્યાંથી અને કોના માટે આવ્યા તે જાણવા અમે તપાસ કરી રહ્યા છીએ. એકવાર અમને તે માહિતી મળી જશે, વધુ લોકોને બોલાવવામાં આવશે - સૌરભ પાંડે, ED વકીલ

અસીમ દાસ અને ભીમ યાદવને કોર્ટમાં રજૂ કરાયાઃ અસીમ દાસ અને ભીમ યાદવને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. રાયપુર કોર્ટે તેને સાત દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધો છે. EDએ તાજેતરમાં મહાદેવ સત્તા એપ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં મુખ્ય પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિત કુલ 14 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. EDએ એવો પણ દાવો કર્યો છે કે, મહાદેવ સત્તા એપની કમાણી હવાલા દ્વારા મોટા પાયે ટ્રાન્સફર કરવામાં આવી હતી. મોટા પાયે હવાલા કામગીરીનો ઉપયોગ સટ્ટાબાજીની રકમને ઓફ-શોર એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો.

  1. CBI summons Arvind Kejriwal: CM અરવિંદ કેજરીવાલનો મોટો આક્ષેપ, કહ્યું- ED-CBI કોર્ટમાં ખોટું બોલ્યા
  2. Chhattisgarh Assembly Election 2023: છત્તીસગઢને ડબલ એન્જિન નહીં, નવા એન્જિનની જરૂર છે- ભગવંત માન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.