ETV Bharat / bharat

Arvind kejriwal liquor scam Ed : અરવિંદ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર નહીં થાય, આ છે કારણ... - excise policy case

EDએ સોમવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. તેમને આજે દિલ્હીમાં ED ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ દરમિયાન રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મુખ્યમંત્રી તેમની હાજરી માટે ED પાસે વધુ સમય માંગી શકે છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 8:19 AM IST

Updated : Nov 2, 2023, 1:07 PM IST

નવી દિલ્હીઃ શરાબ કૌભાંડમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા સમન્સ પાઠવવામાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ થોડા કલાકો પછી અધિકારીઓ સમક્ષ હાજર થઈ શકે છે. 30 ઓક્ટોબરે EDએ CMને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું અને 2 નવેમ્બર એટલે કે આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. જો કે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાની હાજરી માટે ED પાસે વધુ સમય માંગી શકે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હોવાની માહિતી બાદ આમ આદમી પાર્ટી છેલ્લા ત્રણ દિવસથી કાર્યકરો, આગેવાનો જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુરુવારે દિલ્હી આવવાના છે અને તેઓ કેજરીવાલને મળશે.

સંજય રાઉતે જણાવ્યું કે, જ્યાં વિપક્ષ મજબૂત હશે ત્યાં ભાજપ ED-CBIની તલવારનો ઉપયોગ કરશે. આખા દેશને, આખા વિપક્ષને જેલમાં નાખો અને એકલા હાથે ચૂંટણી લડો. ભાજપ આ જ ઈચ્છે છે.

  • जहां-जहां Opposition ताकतवर है और मज़बूत है, वहाँ-वहाँ भाजपा, ED-CBI की तलवार चलाएगी।

    पूरा देश, पूरी Opposition जेल में ठूँस दो, और अकेले चुनाव लड़ो। यही चाहती है भाजपा।

    - @rautsanjay61 pic.twitter.com/o9C9WbXCnc

    — AAP (@AamAadmiParty) November 2, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપ પર વિપક્ષને નિશાન બનાવવાનો આરોપ : દારુ કૌભાંડ કેસમાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા ત્યારથી આમ આદમી પાર્ટી ભાજપ પર આક્રમક બની છે. પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ સૌરભ ભારદ્વાજ, આતિશી, રાઘવ ચઢ્ઢા, ગોપાલ રાયે એક પછી એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે પાર્ટીનો એક પણ કાર્યકર ડરતો નથી અને ઝુકશે પણ નહીં. તેમનો આરોપ છે કે ભાજપ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. જો કે, જ્યારે આમ આદમી પાર્ટીના કન્વીનર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે EDના સમન્સ કે દારૂના કૌભાંડ અંગે કશું કહ્યું નહોતું અને ન તો કેન્દ્ર વિરુદ્ધ કંઈ કહ્યું હતું.

  • INDIA गठबंधन के डर से मोदी रच रहा है बहुत बड़ी साजिश ‼️

    ◾️एक-एक करके इंडिया के सभी बड़े नेताओं को जेल में डालने की है साजिश

    ◾️मोदी समझ चुका है, वो INDIA के नेताओं को जेल में डालकर ही चुनाव जीत सकता है

    पूरा प्लान समझने के लिए यह वीडियो ज़रूर देखें 👇👇 pic.twitter.com/E2tPMYzim4

    — AAP (@AamAadmiParty) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સીબીઆઈને હજુ સુધી કંઈ મળ્યું નથી : જ્યાં અગાઉ એપ્રિલ મહિનામાં સીબીઆઈએ કેજરીવાલને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા, ત્યારબાદ સીબીઆઈ હેડક્વાર્ટર જતા પહેલા તેમણે મીડિયાને સંબોધિત કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે જો કેજરીવાલ ભ્રષ્ટ છે તો આ દુનિયામાં કોઈ ઈમાનદાર નથી. સીબીઆઈ, ઈડી એક વર્ષથી દારૂ કૌભાંડની તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં પૈસા અને પુરાવા મળવા જોઈતા હતા, પણ કંઈ મળ્યું નથી. 100 કરોડની લાંચ લેવામાં આવી હોવાનો આરોપ છે. જેનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓએ ગોવા જઈને તમામ તપાસ કરી અને ત્યાં પણ કંઈ મળ્યું નહીં, તો 100 કરોડ રૂપિયા ક્યાં છે?

  • दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल आज ED के सामने पेश नहीं होंगे।

    ED ने दिल्ली के मुख्यमंत्री और आप के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल को दिल्ली आबकारी नीति मामले में आज पेश होने के लिए बुलाया है।

    (फाइल फोटो) pic.twitter.com/8TGtRxd5yN

    — ANI_HindiNews (@AHindinews) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આમ આદમી પાર્ટીને બીજો ફટકો : સોમવારે સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીની જૂની દારૂની નીતિથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં પહેલાથી જ બંધ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તપાસ એજન્સીઓ પાસે 338 કરોડ રૂપિયાના મની ટ્રેલના પુરાવા છે. આમ આદમી પાર્ટી હજુ આ આઘાતમાંથી બહાર આવી ન હતી કે સોમવારે મોડી સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવીને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ જ કેસમાં કેજરીવાલના સહયોગી મનીષ સિસોદિયા છેલ્લા 10 મહિનાથી તિહાર જેલમાં છે અને સંજય સિંહ પણ છેલ્લા એક મહિનાથી તિહાર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

  • #WATCH | Heavy security deployment outside the Enforcement Directorate (ED) in Delhi.

    ED has summoned Delhi CM and AAP national convener Arvind Kejriwal to appear before them today in connection with the Delhi excise policy case. pic.twitter.com/Y274YjVy6o

    — ANI (@ANI) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જંતર-મંતર પર ભાજપનું પ્રદર્શન : ભાજપના નેતાઓ આજે જંતર-મંતર પર કેજરીવાલ સામે વિરોધ પ્રદર્શન પણ કરશે. રાજ્ય ભાજપના નેતા સુનીલ યાદવના નેતૃત્વમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, વિધાનસભામાં વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરી અને અન્ય નેતાઓ આ પ્રદર્શનમાં ભાગ લેશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા કહે છે કે જો મુખ્યમંત્રીએ કોઈ ખોટું કર્યું નથી, તો તેમને તપાસથી ડરવાનું કોઈ કારણ નથી. તેમણે કહ્યું કે મનીષ સિસોદિયા, સંજય સિંહ અને અન્ય સહયોગી દારૂ કૌભાંડમાં જેલમાં છે. કોર્ટે અનેક કોર્ટ સુનાવણીમાં તેમના પર કડક ટિપ્પણી કરી છે. હવે તો સુપ્રીમ કોર્ટે પણ 338 કરોડ રૂપિયાની મની ટ્રેલની વાત કરી છે. કેજરીવાલ અને તેમના સહયોગીઓ કેમ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે?

  1. PM Modi Degree Case: કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પર સ્ટે આપવાનો ગુજરાત હાઇકોર્ટેનો ઇનકાર, ગુજરાત યુનિવર્સિટીને આપી નોટિસ
  2. Loksabha Election 2024: કૉંગ્રેસનો સળવળાટ, દિલ્હીની 7 લોકસભા બેઠકની સમીક્ષા શરૂ કરી
Last Updated : Nov 2, 2023, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.