રાંચી: ETV Bharatને મળેલી માહિતી અનુસાર, મુખ્યપ્રધાન હેમંત સોરેન સંબંધિત ઓફિસ ઓફ પ્રોફિટ કેસમાં ચૂંટણી પંચનો પત્ર રાજભવન પહોંચ્યો (EC issues notice to Jharkhand CM in office of profit case ) છે. રાજ્યપાલ રમેશ બૈસ આજે બપોરે દિલ્હીથી રાંચી પહોંચશે. એવું માનવામાં આવે છે કે, રાંચી પહોંચ્યા બાદ તેઓ ગમે ત્યારે રાજ્યના લોકોને ચૂંટણી પંચની ભલામણથી વાકેફ કરી શકે છે. જો કે, ચૂંટણી પંચે શું ભલામણ કરી છે તે જાણી શકાયું નથી.
આ પણ વાંચો: આર્યન ખાનની વિરુદ્ધ કેસ લડનાર વકીલે રાજીનામું આપ્યુ
આજે સવારે બીજેપી સાંસદ નિશિકાંત દુબેના ટ્વીટથી ઝારખંડના રાજકારણમાં ખળભળાટ (EC issues notice to Jharkhand CM) મચી ગયો છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે, ચૂંટણી પંચનો પત્ર રાજ્યપાલ સુધી પહોંચ્યો છે. તેમણે લખ્યું છે કે, ઓગસ્ટ પસાર નહીં થાય. તમને જણાવી દઈએ કે, 18 ઓગસ્ટના રોજ મુખ્યપ્રધાન હેમંત સોરેન સાથે સંબંધિત માઈનિંગ લીઝ કેસમાં ચૂંટણી પંચમાં દલીલો પૂર્ણ થઈ હતી.
આ પણ વાંચો: ભારતીય આર્મી પર હુમલો કરવા મોકલાયો હતો પાકિસ્તાની આતંકવાદી
આ મામલો પૂર્વ મુખ્યપ્રધાન રઘુવર દાસે 10 ફેબ્રુઆરીએ ઉઠાવ્યો હતો. 11 ફેબ્રુઆરીએ તેઓ રાજ્યપાલને મળ્યા હતા અને હેમંત સોરેનને ધારાસભ્ય પદેથી (Jharkhand CM in office of profit case) ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી. બાદમાં રાજભવન દ્વારા આ મામલો ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો હતો. આ જ આધાર પર ચૂંટણી પંચે પહેલા મુખ્ય સચિવ પાસેથી વેરિફાઈડ દસ્તાવેજોની માંગણી કરી હતી. આ પછી, પંચમાં બંને પક્ષો વતી દલીલો રજૂ કરવામાં આવી હતી.