- તૌકતે બાદ હવે યાસ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે
- વાવાઝોડાના કારણે પૂર્વ રેલવેએ 29 મે સુધીની 25 ટ્રેન રદ કરી
- વાવાઝોડું 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટ સાથે ટકરાય તેવી સંભાવના
નવી દિલ્હીઃ તૌકતે વાવાઝોડાએ મચાવેલી તબાહી તો આપણે જોઈ, પરંતુ હવે યાસ વાવાઝોડું આવી રહ્યું છે. આ વાવાઝોડું બંગાળની ખાડીથી 26 મેની સાંજ સુધી પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટ સાથે ટકરાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો- વાવાઝોડા યાસને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે બેઠક, પ.બંગાળના કંટ્રોલ રૂમમાં હાજર રહેશે મમતા બેનર્જી
યાસ વાવાઝોડું તબાહી મચાવે તેવી સંભાવના હોવાથી કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકારો પણ વ્યવસ્થા કરી રહી છે. ભારતીય રેલવેએ સુરક્ષાલક્ષી પગલાં લેતા 25 ટ્રેન રદ કરી દીધી છે.
આ પણ વાંચો- તૌકતે પછી હવે યાસ વાવાઝોડું તબાહી મચાવે તેવી શક્યતા, પૂર્વીય રેલવેએ 29 મે સુધીની 25 ટ્રેન રદ કરી
24 મેથી રદ થનારી ટ્રેનઃ-
ટ્રેન નંબર | ટ્રેનનું નામ | તારીખ |
02510 | ગુવાહાટી-બેંગલુરુ કેન્ટ | 24 અને 25 મે |
05228 | મુઝફ્ફરપૂર-યશવંતપૂર | 24 મે |
02643 | એર્ણાકુલમ-પટના | 24 અને 25 મે |
05930 | ન્યૂ તિનસુકિયા-તામબ્રમ | 24 મે |
02254 | ભાગલપુર-યશવંતપુર | 26 મે |
02376 | જસીડીહ-તામબ્રમ | 26 મે |
02507 | ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ-સિલચર | 25 મે |
02552 | કામખ્યા-યશવંતપુર | 26 મે |
02611 | એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-ન્યૂ જલપાઈગુડી | 26 મે |
08419 | પુરી-જયનગર | 27 મે |
08450 | પટના જંક્શન-પુરી | 25 મે |
02249 | કે.એસ.આર બેંગલુરુ સિટી- ન્યૂ તિનસુકિયા | 25 મે |
02509 | બેંગલુરુ કેન્ટ-ગુવાહાટી | 27 અને 28 મે |
02508 | સિલચર-ત્રિવેન્દ્રમ્ સેન્ટ્રલ | 27 મે |
05929 | તામબ્રમ-ન્યૂ તિનસુકિયા | 27 મે |
02250 | ન્યૂ તિનસુકિયા-કેએસઆર બેંગલુરુ સિટી | 28 મે |
02551 | યશવંતપુર-કામખ્યા | 29 મે |
02612 | ન્યૂ જલપાઈગુડી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ | 28 મે |
02644 | પટના-એર્ણાકુલમ | 27 અને 28 મે |
02516 | અગરતલા-બેંગલુરુ કેન્ટ | 25 મે |
02515 | બેંગલુરુ કેન્ટ-અગરતલા | 25 મે |
02253 | યશવંતપુર-ભાગલપુર | 29 મે |
06578 | ગુવાહાટી-યશવંતપુર | 24 મે |
07029 | ગુવાહાટી-સિકંદરાબાદ | 26 મે |
02375 | તામબ્રમ-જસીડીહ | 29 મે |
વડાપ્રધાને વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા
તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે યાસ વાવાઝોડા અંગે એક બેઠક યોજી હતી. યાસને ધ્યાનમાં રાખી વડાપ્રધાને તમામ વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. તેમણે વધુ જોખમવાળા વિસ્તારમાં લોકોનું સુરક્ષિત રીતે અન્ય સ્થળે સ્થળાંતર કરવા રાજ્યો સાથે વાતચીત કરીને કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો.