- ભૂકંપ સર્જે છે મોટી તબાહી
- માટીમાંથી બને છે ભૂકંપ પ્રતિરોધક મકાન
- ખૂબ જ ઓછા પૈસામાં તૈયાર થાય છે મકાન
નૈનિતાલ: અત્યારના સમયમાં માનવજાત જે પ્રાકૃતિક આપત્તિઓનો સામનો કરે છે તેમાં સૌથી મુખ્ય છે ભૂકંપ. જે ગણતરીની મિનીટોમાં એટલી મોટી તબાહી સર્જી શકે છે કે એક જ મીનિટમાં મોટો વિનાશ સર્જે છે. જેના કારણે દુનિયામાં એવા ઘર બનાવવાની કવાયત શરૂ થઇ ગઇ છે. જે દેખાવમાં સુંદર અને આકર્ષક હોય અને મોટા ભૂંકપના આંચકાને સહન કરવાની ક્ષમતા પણ રાખતા હોય. દિલ્હીથી નૈનિતાલથી દૂરના એક ગામમાં પહોંચેલી શગુન ફક્ત માટી અને લાકડાની મદદથી એવા ભૂકંપ પ્રતિરોધક ઘર બનાવે છે. જે દેખાવમાં જેટલા આકર્ષક છે તેટલા જ મજબૂત પણ છે.
ભૂકંપમાં પણ સુરક્ષિત રહે છે આ ઘર
વર્ષ 1991માં ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં એક વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં સિમેન્ટ,ઇંટ, રેતીથી બનાવેલા મકાન સંપૂર્ણ રીતે નાશ પામ્યા પણ આ ભયાનક ભૂકંપમાં માટી અને પત્થરથી બનેલા મકાન સંપૂર્ણ રીતે સુરક્ષિત રહ્યાં છે. આ અંગે શગુને ETV Bharatને જણાવ્યું હતું કે, "તમે વિચારો માત્ર 100 વર્ષ જૂના એક મેટીરિયલે આપણા મગજમાં એવી છાપ ઉભી કરી છે કે સિમેન્ટ વગર મકાન જ ન બની શકે. આ 100 વર્ષ જૂના આ મેટિરિયલે 9,000 વર્ષ જૂની ટેક્નિકને ભુલાવી દીધી છે."
વધુ વાંચો: એક મુસ્લિમ બિરાદરે બનાવ્યું મંદિર
બહારના વાતાવરણની નથી થતી અસર
શગુને આ ઘરને નેચરલ હાઉસ એવું નામ આપ્યું છે. હવે તે નૈનિતાલના મેહરોડા ગામમાં અર્થ બૈગ, કૉબ, એડોબી, ટિંબર ફ્રેમ, લિવિંગ રૂમ ટેકનિકથી ઘર બનાવી રહી છે. માટીમાંથી બનેલા આ ઘર બનવા પ્રમાણમાં ખૂબ જ સસ્તા છે. શગુને વધુમાં જણાવ્યું હતું કે ETV Bharatને જણાવ્યું હતું કે, " આ મકાનમાં બહારનું વાતાવરણ વધારે અસર કરતું નથી. જો બહાર વધારે ઠંડી કે ગરમી હોય તો તેની અસર અંદર થતી નથી." આજ કારણ છે કે દેશભરની સાથે હવે વિદેશોમાંથી પણ આ પ્રકારના ઘર બનાવવાની માગ વધી રહી છે. હવે આ પ્રકારના ઘર કેવી રીતે બનાવી શકાય તે શીખવા માટે 12 દેશોના લોકો મેહરોડા આવી પહોંચ્યા છે. ભારતના જાણિતા આર્કિટેકચર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ પણ આ કળા શિખવા માટે તેમની પાસે આવે છે.
વધુ વાંચો: ઓડિસાના આઇનસ્ટાઇન, મિહિર કુમાર પાંડા
ભૂલાઇ રહી છે પહાડની પરંપરા
મિઝોરમની સાથે સાથે જાપાનમાં પણ આ પ્રકારના ઘર બનાવવામાં આવી રહ્યાં છે કેમકે ભૂકંપની દ્રષ્ટીએ આ ક્ષેત્રો ખૂબ જ સંવેદનશીલ છે અને આ વિસ્તારોમાં ઘણા લોકો આ પ્રકારે માટી અને વાંસમાંથી ઘરનું નિર્માણ કરે છે. એટલા માટે તમામ લોકોએ આ પ્રકારે ઘર બનાવવાનો પ્રયોગ કરવો જોઇએ કેમકે માટી અને ઘાસમાંથી બનતા આ ઘર ખૂબ જ હલકા અને મજબૂત હોય છે. આ જ પહાડી ક્ષેત્રમાં લોકો ઇંટ, સિમેન્ટ અને કોંક્રિટના ઘર બનાવે છે અને આ લોકો પહાડની ઓળખાણ સમાન માટીના ઘરને લોકો ભૂલી રહ્યાં છે પણ આ જ આધુનિક સમયમાં કેટલાક યુવાનો એવા છે કે જેઓ પોતાની સંસ્કૃતિને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આવું જ કઇંક શગુન પણ કરી રહી છે.