ETV Bharat / bharat

દિલ્હી-NCR સહિત 7 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 6.0 નોંધાઇ - local news of new delhi

દિલ્હી NCR, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા.

Earthquake in Delhi NCR punjab jammu
Earthquake in Delhi NCR punjab jammu
author img

By

Published : Feb 13, 2021, 8:04 AM IST

  • રાત્રે 10.35 મિનિટે આવ્યો ભૂકંપ
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજિકિસ્તાનમાં હતું ભૂકંપનું કેન્દ્ર
  • ઉત્તર ભારતના કેટલાય વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
  • પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનમાં અનુભવાયો ભૂકંપ

નવી દિલ્હી: તાજિકિસ્તાન, પાકિસ્તાન અને ભારત તથા દેશના 7 રાજ્યોમાં રાત્રે 10:35 વાગ્યા સુમારે ભૂંકપના ભારે આંચકા અનુભવાયા હતા. દિલ્હી NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિત સંપૂર્ણ ઉત્તર ભારતમાં આ આંચકા અનુભવાયા હતા. જોકે તેનાથી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.0 મપાઈ હતી

ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનમાં જમીન નીચે 74 કિ.મી. ઊંડે હતું. તેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.1 મપાઈ હતી. ભૂકંપના ડરથી અનેક લોકો ઘરોથી બહાર દોડી આવ્યા હતા. અમૃતસરમાં અમુક ઘરોમાં તિરાડ પડી હોવાના અહેવાલ હતા. જ્યારે રાજસ્થાનના બિકાનેરમાં પણ શુક્રવારે 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિકાનેરથી લગભગ 420 કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં હતું. જમ્મુ-કાશ્મીર, દિલ્હીમાં લોકો ગભરાટને કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. મોડી રાત સુધી ઘરમાં જતાં ડરતા હતા.

આંચકા બે-ત્રણ વાર અનુભવાયા

લોકોએ બે થી ત્રણ વખત આંચકા અનુભવ્યા હતા. જ્યારબાદ લોકો ઘરની બહાર રસ્તાઓ પ દોડી આવ્યા હતા. જોકે તેનાથી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

બે મહિના પહેલાં પણ ભૂકંપ આવ્યો હતો

ગત વર્ષે ડિસેમ્બરમાં પણ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.2 હતી, જેનું એપિ સેન્ટર રાજસ્થાનનું અલવરમાં હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.