નવી દિલ્હીઃ ભારતમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટ લીગ શરૂ થવા જઈ રહી છે. જેના માટે યુવતીઓ ખૂબ જ ઉત્સાહિત છે. વુમન્સ ક્રિકેટ લીગ શરૂ થતાની સાથે જ ક્રિકેટમાં પોતાના ભવિષ્યના સપનાં જોતા યુવા ખેલાડીઓની પાંખો મળશે. વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆત સાથે ભારતમાં ક્રિકેટ પ્રત્યે છોકરીઓનો રસ વધશે. WPLની પ્રથમ આવૃત્તિની પ્રથમ મેચ મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
કોના પરથી પડ્યું સ્ટેડિયમનું નામ: ડીવાય પાટિલ સ્ટેડિયમના માલિક મરાઠી રાજકારણી જ્ઞાનદેવ યશવંતરાવ પાટીલ છે. સ્ટેડિયમનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. સ્ટેડિયમ 4 માર્ચ 2008ના રોજ પૂર્ણ થયું હતું. તે આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયનનું હોમ ગ્રાઉન્ડ છે. જેમાં એક સાથે 55 હજાર દર્શકો મેચ નિહાળી શકશે. ઈડન ગાર્ડન્સ પછી તે દેશનું બીજું સૌથી મોટું સ્ટેડિયમ છે. જેમાં અત્યાર સુધીમાં 2 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ મેદાન પરથી WPLની પ્રથમ સિઝન શરૂ થશે. અહીં કુલ 11 મેચ રમાશે.
આ પણ વાંચો: WPL 2023: આજથી ભારતીય ક્રિકેટમાં નવા યુગનો ઉદય, ગુજરાત જાયન્ટ્સ Vs મુંબઈ ઈન્ડિયન્સની મેચ
પિચ રિપોર્ટ: પિચ બનાવવા માટે દક્ષિણ આફ્રિકાથી 200 ટન માટી લાવવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાના નીલ ટાઉન્ટન અને જોન ક્લગની સલાહ અને માર્ગદર્શન હેઠળ પિચ તૈયાર કરવામાં આવી હતી. ભારતમાં સ્ટેડિયમોમાં સામાન્ય રીતે લાલ માટીથી બનેલા આઉટફિલ્ડ હોય છે. અહીંનું આઉટફિલ્ડ રેતી આધારિત છે. વરસાદ પછી પાણી ઝડપથી નીકળી જાય છે. મુખ્ય સ્ટેડિયમના પરિસરમાં 10 પ્રેક્ટિસ પિચ સાથેનું પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે. IPLની છેલ્લી સિઝનમાં અહીં 20 મેચો યોજાઈ હતી. આ મેદાન પર ઘણી વખત 200 થી વધુ રન બનાવ્યા છે.
આ પણ વાંચો: Dinesh Karthik: દિનેશ કાર્તિકએ કોહલીના કર્યા દિલ ખોલીને વખાણ
WPLની ઓપનિંગ સેરેમની: મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. તેમાં કુલ પાંચ ટીમો અને 87 ખેલાડીઓનો સમાવેશ થાય છે. સ્પર્ધામાં બે નોકઆઉટ મેચો સહિત કુલ 21 મેચો રમાશે. આ તમામ મેચો મુંબઈના બે સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા WPLની ઓપનિંગ સેરેમની થશે.