ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે, આવાસ યોજનાના લાભાર્થીઓને આપશે ચાવી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ram Nath Kovind ) 28 થી 30 ઓક્ટોબર સુધી ગુજરાતની મુલાકાતે આવશે, જે દરમિયાન તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના (Pradhan Mantri Awas Yojana)કેટલાક લાભાર્થીઓને તેમના ઘરની ચાવીઓ આપશે.

રાષ્ટ્રપતિ બે દિવસ ગુજરાતની મુલાકાતે,આવાસ યોજનાના લાભાર્થીઓને આપશે ચાવીઓ

author img

By

Published : Oct 28, 2021, 7:51 AM IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે
  • 28 થી 30 ઓક્ટોબર સુધી ગુજરાતની મુલાકાતે
  • આવાસ યોજનાના લાભાર્થીઓને તેમના ઘરની ચાવીઓ આપશે

નવી દિલ્હી/અમદાવાદ: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ (President Ram Nath Kovind ) 28 થી 30 ઓક્ટોબર સુધી ગુજરાતની મુલાકાતે આવશે, જે દરમિયાન તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના(Pradhan Mantri Awas Yojana) કેટલાક લાભાર્થીઓને ચાવી આપશે અને રામ કથાના વાચક મોરારી બાપુને મળશે. રાષ્ટ્રપતિની ગાંધીનગરની (Gandhinagar)આગામી મુલાકાત અંગે માહિતી આપતા ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોવિંદ ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.

રાષ્ટ્રપતિ અમદાવાદથી હવાઈ માર્ગે ભાવનગર પહોંચશે

રાજ્ય સરકારના પ્રવક્તા વાઘાણીએ જણાવ્યું કે, સાંજે રાષ્ટ્રપતિ કોવિંદ ગાંધીનગરના રાજભવન ખાતે 'હાઈ ટી' દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશોને (Judges of Gujarat High Court)મળશે. રાષ્ટ્રપતિ 29 ઓક્ટોબરે અમદાવાદથી હવાઈ માર્ગે ભાવનગર (Bhavnagar)પહોંચશે અને ત્યાંથી તેઓ મોરારી બાપુના મૂળ ગામ તલગાજરડા જવા રવાના થશે.

મોરારી બાપુના આશ્રમ ચિત્રકૂટધામની પણ મુલાકાત

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ ભાવનગર જિલ્લાના મહુવા શહેર નજીક સ્થિત મોરારી બાપુના આશ્રમ ચિત્રકૂટધામની પણ મુલાકાત લેવાનું આયોજન કર્યું છે. સાંજે, રાષ્ટ્રપતિ કોવિંદ ભાવનગર શહેરમાં પરત ફરશે જ્યાં તેઓ મુખ્યપ્રધાન આવાસ યોજના હેઠળ EWS કેટેગરીના લોકો માટે બાંધવામાં આવેલા 1,088 મકાનોની ચાવી તેમના માલિકોને સોંપવાના જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.

રાષ્ટ્રપતિ પાંચ લાભાર્થીઓને તેમના ઘરની ચાવીઓ આપશે

રાષ્ટ્રપતિ 5 લાભાર્થીઓને પ્રતીકાત્મક રીતે તેમના ઘરની ચાવીઓ આપશે. તે જ સ્થળે, રાજ્ય સરકારના અધિકારીઓ મુખ્યપ્રધાન આવાસ યોજના હેઠળ ચાલી રહેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર રાષ્ટ્રપતિને પ્રેઝન્ટેશન આપશે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ કોવિંદ ભાવનગરમાં રાત્રિ રોકાણ કરશે અને 30 ઓક્ટોબરે સવારે નવી દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચોઃ મારી વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપો જૂઠા છે - સમીર વાનખેડે

આ પણ વાંચોઃ અનિતા આનંદ જ નહીં, અનેક દેશોમાં મહત્વના પદ પર છે ભારતીય મૂળના લોકો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.