મુંબઈઃ શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' એક અઠવાડિયા પહેલા એટલે કે, 21 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી, ચાહકોએ ફિલ્મનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. ફિલ્મે તેના શરૂઆતના દિવસે જ 30 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. જ્યારે છઠ્ઠા દિવસે શાહરૂખની આ ફિલ્મે વિશ્વભરમાં 250 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. 1 અઠવાડિયા પછી પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રહી છે.
-
*Dunki Day 6 Night Occupancy: 30.54% (Hindi) (2D) #Dunki https://t.co/TvlGfYElEe*
— Sacnilk Entertainment (@SacnilkEntmt) December 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">*Dunki Day 6 Night Occupancy: 30.54% (Hindi) (2D) #Dunki https://t.co/TvlGfYElEe*
— Sacnilk Entertainment (@SacnilkEntmt) December 26, 2023*Dunki Day 6 Night Occupancy: 30.54% (Hindi) (2D) #Dunki https://t.co/TvlGfYElEe*
— Sacnilk Entertainment (@SacnilkEntmt) December 26, 2023
શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી બોક્સ ઓફિસ પર સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારને ટક્કર આપી રહી છે. પ્રથમ દિવસે, ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 30 કરોડનો વકરો કર્યો અને રાજકુમાર હિરાનીની બીજી સૌથી મોટી ઓપનર તરીકે ઉભરી. જોકે, 'સાલાર' સાથે ટક્કર બાદ પણ 'ડંકી'એ 6 દિવસમાં વિદેશમાં 256.40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
ક્રિસમસ વીકએન્ડ પછી રાજકુમાર હિરાનીની દિગ્દર્શિત ફિલ્મ ડંકીના કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફિલ્મે પહેલા દિવસે 30 કરોડ, બીજા દિવસે 20.12 કરોડ, ત્રીજા દિવસે 25.61 કરોડ, ચોથા દિવસે 30 કરોડ, પાંચમા દિવસે 22.5 કરોડ અને છઠ્ઠા દિવસે 20 થી 22 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 6 દિવસમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સપ્તાહના છેલ્લા દિવસે ફિલ્મ સારી કમાણી કરી શકે છે. 'ડંકી' સાતમા દિવસે 15થી 20 કરોડ રૂપિયાનો બિઝનેસ કરતી જોવા મળી રહી છે.'
શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાનીની ફિલ્મે ક્રિસમસ દરમિયાન સારું પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ વિશ્વભરમાં રૂ. 150 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. અને છઠ્ઠા દિવસે તે 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ. તાપસી પન્નુ 'ડંકી'માં શાહરૂખ ખાન સાથે મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય વિકી કૌશલ, બોમન ઈરાની, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર જેવા ઘણા રસપ્રદ કલાકારોના જૂથમાં સામેલ છે.