ETV Bharat / bharat

Indigo Flight: ફ્લાઈટમાં મહિલા ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કરવા બદલ નશામાં રહેલા મુસાફરની ધરપકડ

ફ્લાઇટમાં મુસાફરો દ્વારા હંગામો મચાવવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. આ સાથે ફ્લાઈટમાં મહિલા ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન થવાના કિસ્સાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. ફરી એક વખત પંજાબમાં એક એવો જ બનાવ સામે આવ્યો હતો. જેમાં જેમાં ઈન્ડિગો ફ્લાઈટના એક પેસેન્જરને ફ્લાઈટમાં મહિલા ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કરવા બદલ અમૃતસર એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે.

author img

By

Published : May 15, 2023, 1:50 PM IST

ઈન્ડિગો ફ્લાઈટમાં મહિલા ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કરવા બદલ નશામાં ધુત મુસાફરની ધરપકડ
Eઈન્ડિગો ફ્લાઈટમાં મહિલા ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કરવા બદલ નશામાં ધુત મુસાફરની ધરપકડtv Bharat

અમૃતસરઃ અવાર-નવાર ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ફરી એક વખત એવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટમાં દારૂ પીને મહિલા ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે ખરાબ વર્તન કરનાર મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મુસાફરનું નામ રાજિન્દર સિંહ છે. તે જલંધરના કોટલીનો રહેવાસી છે.

કોર્ટમાં રજૂ કરાયોઃ રાજીન્દરની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી કોર્ટે તેને પોલીસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ પ્રકારનો મામલો પહેલીવાર સામે આવ્યો નથી. આ પહેલા પણ ફ્લાઇટમાં મુસાફરો દ્વારા ગેરવર્તણૂકના ઘણા કિસ્સા સામે આવ્યા હતા. આ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક પ્રવાસીએ મહિલા પર પેશાબ કરી લેતા મામલો ગરમાયો હતો. જેમાં કંપનીને પણ નોટીસ ફટકારાઈ હતી.

ક્રૂ મેમ્બરની છેડતી: મળતી માહિતી મુજબ રાજીન્દરે દુબઈથી અમૃતસર જતી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 1428માં જતા પહેલા દારૂ પીધો હતો. તેણે ફ્લાઈટમાં દારૂ પણ પીધો હતો અને નશામાં આવીને મહિલા ક્રૂ મેમ્બરની છેડતી કરી હતી. જ્યારે મહિલા ક્રૂ મેમ્બરે તેને ઠપકો આપ્યો ત્યારે અન્ય ક્રૂ મેમ્બર્સ પણ ત્યાં પહોંચી ગયો અને નશામાં ધૂત રાજિંદરને દબોચી લીધો. ફ્લાઈટ અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થતાં જ ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે રાજીન્દરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

આરોપીઓ સામે કાર્યવાહી: અહીં રાજાસાંસી પોલીસ સ્ટેશનની પોલીસે સિક્યુરિટી મેનેજરની ફરિયાદ બાદ આરોપીઓ સામે કાર્યવાહી કરતા રાજીન્દરની ધરપકડ કરી હતી. ઈન્ડિગો એરલાઈન્સના આસિસ્ટન્ટ સિક્યોરિટી મેનેજર અજય કુમારની ફરિયાદ અનુસાર, ફ્લાઈટ દરમિયાન આરોપી રાજીન્દરે દારૂ પીને મહિલા ક્રૂ મેમ્બરની છેડતી કરી અને તેના પર ઉંચા અવાજે બૂમો પાડી. પોલીસે આસિસ્ટન્ટ સિક્યુરિટી મેનેજર અજય કુમારની ફરિયાદના આધારે કાર્યવાહી કરી હતી. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

  1. Punjab News: ચહેરા પર ત્રિરંગો દોર્યો હોવાથી છોકરીને સુવર્ણ મંદિરમાં પ્રવેશ ન અપાયો, કહ્યું- આ ભારત નથી, પંજાબ છે
  2. Golden Temple Explosion: ગોલ્ડન ટેમ્પલ પાસે એક દિવસમાં બે વિસ્ફોટ, ડીજીપી દોડ્યા
  3. Tamil Nadu News: વિલ્લુપુરમમાં નકલી દારૂ પીવાથી ત્રણ લોકોના મોત, 16ની હાલત ગંભીર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.