પાણીપતઃ શહેરના સેક્ટર 13-17માં આવેલી એક ખાનગી હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. જ્યાં મોડી રાત્રે એક રખડતું શ્વાન નવજાત બાળકને (Dog killed Baby in Panipat) લઈને હોસ્પિટલ પહોંચ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, બાળકનો જન્મ બે દિવસ પહેલા થયો હતો. ગત રાત્રે પરિવારના સભ્યો હોસ્પિટલના વોર્ડમાં બાળક સાથે સૂતા હતા ત્યારે એક રખડતું શ્વાન બાળકને પકડીને લઈ ગયો હતો.
આ પણ વાંચો: માતાના ધાવણની તાકાત, સાપ મરી ગયો પણ બાળક જીવ્યો
શ્વાન નવજાત બાળકને હોસ્પિટલમાંથી ઉઠાવી ગયો : થોડા સમય બાદ જ્યારે પરિવારજનોની આંખ ખુલી તો તેઓ બાળક નજીક ન મળતાં તેને શોધવા લાગ્યા હતા. બાળકની શોધમાં પરિવારના સભ્યો હોસ્પિટલની બહાર પહોંચ્યા અને જોયું તો એક શ્વાને નવજાતને મોઢામાં દબાવી રાખ્યું હતું. પરિવારજનોએ કોઈક રીતે બાળકને શ્વાનથી બચાવ્યો અને તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મૃતદેહને હાલ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
આર્ટ એન્ડ મધર કેર હોસ્પિટલ : મળતી માહિતી મુજબ, સેક્ટર 13-17 પોલીસ સ્ટેશન વિસ્તારના અંસલ સુશાંત સિટી ગેટ નંબર 3 પાસે આર્ટ એન્ડ મધર કેર હોસ્પિટલ છે, આ હોસ્પિટલમાં મહિલાને 25 જૂને ડિલિવરી માટે દાખલ કરવામાં આવી હતી. મહિલાએ તે જ રાત્રે 8.15 કલાકે બાળકને જન્મ આપ્યો હતો. મહિલાને હોસ્પિટલના પહેલા માળે સ્થિત જનરલ વોર્ડના રૂમમાં દાખલ કરવામાં આવી છે. કાલે રાત્રે મમ્મી-પપ્પા, દાદી અને તાઈ પણ રૂમમાં હાજર હતા. માતા રૂમમાં પલંગ પર સૂતી હતી, જ્યારે પિતા, દાદી અને તાઈ નીચે જમીન પર સૂતા હતા.
ખાનગી હોસ્પિટલમાં રખડતું શ્વાન કેવી રીતે આવ્યું : પરિવારના જણાવ્યા અનુસાર, બાળકને દુધ પીવડાવ્યા પછી, દાદી અને તાઈએ તેને તેની બાજુમાં જમીન પર સુવડાવી દીધું હતું. બધા સુતા હતા ત્યારે રાત્રે 2:15 વાગ્યાના સુમારે સંબંધીઓની આંખ ખુલી તો ખબર પડી કે, તેમનું બાળક ત્યાં નથી. શોધખોળ કરતાં સગાંઓ હોસ્પિટલની બહાર દોડી આવ્યા હતા, જ્યાં બાળક શ્વાનના મોઢામાં હતું અનેv શ્વાન બાળકને કરડતું હતું. જ્યારે પરિવારના સભ્યોએ સીસીટીવી ચેક કરાવ્યું ત્યારે 2.07 વાગ્યે શ્વાન બાળકને હોસ્પિટલની બહાર લઈ જતો દેખાય છે. આ સમગ્ર મામલે હોસ્પિટલની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે ખાનગી હોસ્પિટલમાં રખડતું શ્વાન કેવી રીતે આવ્યું.
આ પણ વાંચો: ત્રણ વર્ષના બાળક માટે આર્મી જવાન બન્યા દેવદૂત, આ રીતે બચાવ્યો જીવ