ETV Bharat / bharat

ધનતેરસ પર કરો આ ખાસ કામ, મળશે તન-મન-ધનનું સુખ - ભગવાન ધન્વંતરી

ધનતેરસ (Dhanteras)ને ધનત્રયોદશી પણ કહેવાય છે. આ વર્ષે ધનતેરસ 2 નવેમ્બરે છે. આ દિવસે લોકો ઘરેણાં, વાસણો, સોનું (Gold), ચાંદી, વાહનો, કપડાં વગેરે જેવી વસ્તુઓ ખરીદે છે.ભગવાન ધન્વંતરી (Bhagvan Dhanvantri)એ કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ તબીબી વિજ્ઞાનને ફેલાવવા માટે અવતાર લીધો હતો, તેથી જ આ તહેવારને ધનતેરસ તરીકે ઓળખવામાં આવે છે

ધનતેરસ પર કરો આ ખાસ કામ, મળશે તન-મન-ધનનું સુખ

author img

By

Published : Nov 2, 2021, 12:05 AM IST

  • ધનતેરસને કહેવામાં આવે છે ધનત્રયોદશી
  • ભગવાન ધન્વંતરીએ લીધો હતો અવતાર
  • વાસણો, સોનું-ચાંદી અને વાહનો ખરીદવા શુભ

ધનતેરસની સાથે જ દિવાળી (Diwali)નો 5 દિવસનો તહેવાર શરૂ થાય છે. દર વર્ષે કારતક માસની કૃષ્ણ પક્ષ ત્રયોદશી તિથિના દિવસે ધનતેરસ (Dhanteras)નો તહેવાર ઉજવવામાં આવે છે. આ ખૂબ જ ખાસ અને શુભ સમય છે. ધનતેરસને દિવસભર ગમે ત્યારે ખરીદી કરવા માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો ઘરેણાં, વાસણો, સોનું, ચાંદી, વાહનો, કપડાં વગેરે જેવી વસ્તુઓ ખરીદે છે.

ભગવાન ધન્વંતરીએ અવતાર લીધો હતો

માન્યતાઓ અનુસાર, ભગવાન ધન્વંતરી (Bhagvan Dhanvantri)એ કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ તબીબી વિજ્ઞાનને ફેલાવવા માટે અવતાર લીધો હતો, તેથી જ આ તહેવારને ધનતેરસ તરીકે ઓળખવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના રોજ સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી હાથમાં અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. ધન્વંતરી દેવને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન ધન્વંતરી તબીબી વિજ્ઞાનના પ્રમુખ દેવતા છે.

દેવી લક્ષ્મીની અને કુબેરની કરવામાં આવે છે પૂજા

માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજાની સાથે દેવતાઓના ખજાનચી કુબેરની પૂજા કરવાનો પણ નિયમ છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 2 નવેમ્બર, 2021 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. દીપાવલીની પૂજા માટે આ દિવસે લક્ષ્મી-ગણેશની મૂર્તિ પણ ઘરમાં લાવવી જોઈએ.

જાણો ધનતેરસના મુહૂર્ત
જાણો ધનતેરસના મુહૂર્ત

અકાળ મૃત્યુથી બચવા દીવો પ્રગટાવવો જોઇએ

ધનત્રયોદશીના દિવસે સાંજે દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે. પરિવારમાં અકાળ મૃત્યુથી બચવા માટે ધનતેરસના દિવસે સાંજે દીવો પ્રગટાવવામાં આવે છે, તેને યમ દીપક કહેવામાં આવે છે. આ દીવો યમરાજ માટે પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે.

ધનત્રયોદશીના દિવસે મહત્વના સમય અને મુહૂર્ત

દિવસ - મંગળવાર, 02 નવેમ્બર

સૂર્યોદય - 06:33 AM

સૂર્યાસ્ત - 05:47 PM

તારીખ - ત્રયોદશી, સવારે 11:31થી 03 નવેમ્બર સવારે 09:02 સુધી.

અભિજીત (Abhijit Muhurta) મુહૂર્ત - સવારે 11:55થી બપોરે 12:33 વાગ્યા

વિજય (Vijay Muhurat) - મુહૂર્ત - બપોરે 02:03 વાગ્યાથી 02:47 વાગ્યા સુધી

રાહુકાલ (Rahu Kaal) - બપોરે 02:59 થી 04:23 સુધી-

યોગ - વેધૃતિ સાંજે 06:13 વાગ્યા સુધી, વિષ્કુંભ

પૂજાનું શુભ મુહૂર્ત

પ્રથમ મુહૂર્ત પ્રદોષ કાળ - સાંજે 05:50થી 08:21 સુધી

બીજું મુહૂર્ત વૃષભ લગ્ન કાળ - સાંજે 06:32થી 08:30 સુધી

ધનતેરસ પર વાસણ ખરીદવા શુભ મનાય છે

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજાની માન્યતા છે. સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી હાથમાં અમૃત ભરેલો કળશ લઈને પ્રગટ થયા હતા, ત્યારબાદ ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પ્રથા પ્રચલિત થઈ ગઈ હતી. હિન્દુ માન્યતાઓમાં વાસણોને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે, તેથી દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ લાવવા માટે વાસણો ખરીદે છે. આ દિવસે ચાંદી, તાંબુ, પિત્તળ અને કાંસાના વાસણો ખરીદવા શુભ માનવામાં આવે છે.

સાફ-સફાઈથી જોડાયેલી માન્યતા

દેવી લક્ષ્મીનો વાસ સ્વચ્છ અને સકારાત્મક વાતાવરણમાં નિવાસ કરે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ દિવાળી પહેલા ઘરને સારી રીતે સાફ કરી લેવું જોઈએ. ઘરમાં કચરો, પસ્તી અને ગંદકી ન રહે તેનું ધ્યાન રાખવું જોઇએ. દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે, તેથી આ સમય દરમિયાન ઘરની સફાઈ કરવી જરૂરી છે. ધનતેરસ પર સાવરણી અને સ્વચ્છતા સંબંધિત વસ્તુઓની ખાસ ખરીદી કરવામાં આવે છે.

અન્ય માન્યતાઓ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, વ્યક્તિએ દિવસ દરમિયાન સૂવું જોઈએ નહીં. દિવસ દરમિયાન સૂવાથી આળસ અને નકારાત્મકતા આવે છે. ધનતેરસ અને દિવાળી જેવા તહેવારોના દિવસોમાં તો વ્યક્તિએ બિલકુલ ઊંઘવું જોઈએ નહીં. એવી માન્યતા છે કે દિવાળી અને ધનતેરસના દિવસે કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ, પરંતુ દાન કરી શકાય છે.

આ પણ વાંચો: માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી ઉદભવ્યા હતા: ધનતેરસ પર કાંસાના વાસણો ખરીદવાનું પૌરાણિક કારણ

આ પણ વાંચો: Diwali 2021 : આજથી દીપાવલીના પર્વનો શુભારંભ, અગિયાસર અને વાઘ બારસનો જાણો મહિમા...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.