ETV Bharat / bharat

જેલમાંથી બહાર આવવાની ખુશીમાં મનાવાય છે અહીં દિવાળી, રાક્ષસનું પુતળાદહન - Diwali in Varanasi

દિવાળીનો તહેવારે (Diwali Celebration 2022) દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ રિવાજો અને માન્યતાઓ જોવો મળે છે. તો ચાલો ETV ભારત સાથે જાણવાનો પ્રયાસ કરીએ કે, દેશના અલગ અલગ ભાગોમાં દિવાળીની ઉજવણીની પરંપરા (Diwali in different states of India) કેવી છે.

Etv Bharatજાણો ભારતના વિવિધ રાજ્યોમાં દિવાળીની ઉજવણી કેવી રીતે થાય છે

author img

By

Published : Oct 18, 2022, 3:55 PM IST

ન્યૂઝ ડેસ્ક: આપણા દેશમાં દિવાળી (Diwali Celebration 2022) નો તહેવાર પૂર્વથી પશ્ચિમ અને ઉત્તર ભારતથી દક્ષિણ ભારતમાં અલગ અલગ રીતે ઉજવવામાં (Diwali in different states of India) આવે છે. તહેવારોના દેશમાં દરેક તહેવારોની જેમ, દિવાળી પણ ભારતના વિવિધ ભાગોમાં અલગ અલગ રીતે રસપ્રદ રીતે ઉજવવામાં આવે છે. લોકો આ તહેવારને પોતાના રીતિ રિવાજો અને પરંપરાઓ અનુસાર ઉજવે છે. ઘણી જગ્યાએ સ્વચ્છતા અને શણગાર સાથે, ઘણી જગ્યાએ લક્ષ્મી ગણેશની પૂજા કરીને ઉજવણી કરવામાં આવે છે. ઘણી જગ્યાએ આ તહેવાર ફટાકડા ફોડીને ધામધૂમથી ઉજવવામાં આવે છે.

અલગ ભાગોમાં દિવાળી: દિવાળીનો તહેવાર દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ રિવાજો અને માન્યતાઓની અસર દર્શાવે છે. તો ચાલો ETV ભારત સાથે જાણવાનો પ્રયાસ કરીએ કે, દેશના અલગ અલગ ભાગોમાં દિવાળીની ઉજવણીની પરંપરા કેવી છે.

હિન્દીભાષી રાજ્યોમાં દિવાળી : આપણા દેશના 10 હિન્દીભાષી રાજ્યોમાં ઘર અને વ્યવસાયિક (Diwali in Hindi speaking states) સંસ્થાઓની સફાઈ, ચિત્રકામ અને લક્ષ્મી ગણેશની પૂજા કરીને તેમજ આસપાસના ઘરોમાં મીઠાઈઓ અને ભેટોનું વિતરણ કરીને દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. અહીંના લોકો માને છે કે, લંકામાં ભગવાન શ્રીરામના વિજય પછી ઉજવવામાં આવતો તહેવાર છે. આ દિવસે લોકો લક્ષ્મી, ગણેશની નવી મૂર્તિઓ તેમના ઘરો અને ઓફિસો અને વ્યવસાયિક સંસ્થાઓમાં લાવે છે અને તેમની પૂજા કરે છે.

વારાણસીમાં દિવાળી : આ ઉપરાંત વારાણસીમાં ગંગા ઘાટ અને અયોધ્યામાં (Diwali in Varanasi) સરયુના કિનારે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરીને દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. અયોધ્યામાં સરયુ નદિના કિનારે દિવાળીના દિવસે, જ્યારે વારાણસીમાં દેવ દિવાળીના દિવસે લાખો દીવાઓ શણગારવામાં આવે છે. આ દિવસોમાં નદીઓના કિનારે વસેલા આ બે શહેરોની સુંદરતા જોવા મળે છે.

ભારતના વિવિધ રાજ્યોમાં દિવાળીની ઉજવણી
ભારતના વિવિધ રાજ્યોમાં દિવાળીની ઉજવણી

પશ્ચિમ બંગાળમાં દિવાળી: પશ્ચિમ બંગાળમાં દિવાળીના દિવસે કાલી પૂજા અથવા (Diwali in west Bengal) શ્યામા પૂજા કરવાનો રિવાજ છે. આ દિવસે દેવી મહાકાળી માતાને હિબિસ્કસ ફૂલોથી શણગારવામાં આવે છે અને મંદિરો અને ઘરોમાં તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ભક્તો મહાકાળી માતાને મીઠાઈ, કઠોળ, ચોખા અને માછલી પણ અર્પણ કરે છે અને પછી તેને પ્રસાદ તરીકે સ્વીકારે છે. આ સાથે માહાકાળી માતાની પૂજાની એક રાત પહેલા બંગાળના લોકો તેમના ઘરોમાં 14 દીવાઓ પ્રગટાવીને દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે ભૂત ચતુર્દશીની વિધિ પણ કરે છે.

ઓડિશામાં દિવાળી: ઓડિશામાં દિવાળીના અવસરે, લોકો કૌરિયા કાઠી (Diwali in Odisha) નામની પરંપરાનું પાલન કરે છે. તે એક સ્થાનિક ધાર્મિક વિધિ છે, જેમાં લોકો સ્વર્ગમાં તેમના પૂર્વજોની પૂજા કરે છે. તેઓ તેમના પૂર્વજોને બોલાવવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શણની લાકડીઓ બાળે છે. દિવાળી દરમિયાન ઉડિયા લોકો દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને દેવી મહાકાળી માતાની પણ પૂજા કરે છે.

મહારાષ્ટ્રમાં દિવાળી : મહારાષ્ટ્રમાં વસુ બારસની વિધિથી દિવાળીની (Diwali in maharastra) શરૂઆત કરવાની પરંપરા છે. આ વિધિમાં ગાયની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાચીન ડૉક્ટર ધન્વંતરીને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ધનતેરસની ઉજવણી કરે છે. દિવાળીના અવસર પર મહારાષ્ટ્રના લોકો પણ દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આ દરમિયાન પતિ પત્નીના પ્રેમની ઉજવણી કરવા માટે દિવાળી ચા પડવા ઉજવવામાં આવે છે. આ તહેવાર તુલસી વિવાહ સાથે સમાપ્ત થાય છે. આ પછી લગ્નનો શુભ મુહૂર્ત શરૂ થાય છે.

ગુજરાતમાં દિવાળી : ગુજરાતમાં દિવાળી બેવડા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ (Diwali in gujarat) સમયે ગુજરાતના લોકોનું ચાલુ વર્ષ પૂરું થાય છે અને નવા વર્ષની શરૂઆત થાય છે. ગુજરાતી લોકો દિવાળીના બીજા દિવસે ગુજરાતી નવા વર્ષ તરીકે બેસતુ વર્ષની ઉજવણી કરે છે. અહીં તહેવારોની પણ લાંબી પરંપરા છે. તેમના તહેવારો વાઘ બારસથી શરૂ થાય છે, ત્યારબાદ ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઈ બીજ.

ગોવામાં દિવાળી : ગોવામાં ભગવાન કૃષ્ણને સમર્પિત કરીને દિવાળીનો (Diwali in goa) તહેવાર ઉજવવામાં આવે છે. તેઓ માને છે કે, દિવાળી એ રાક્ષસ નરકાસુરને માર્યા પછી ઉજવવામાં આવતો તહેવાર છે. આના એક દિવસ પહેલા નરકાસુર ચતુર્દશીના દિવસે લોકો નરકાસુર રાક્ષસનું વિશાળ પૂતળું બનાવે છે અને તેને બાળે છે.

પંજાબમાં દિવાળી: પંજાબ અને હરિયાણાના શીખો માટે પણ એક (Diwali in panjab) મહત્વપૂર્ણ તહેવાર છે, કારણ કે આ દિવસે 1577માં અમૃતસરમાં સુવર્ણ મંદિરનો શિલાન્યાસ શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદ સિંહજીએ 1619માં દિવાળીના દિવસે કર્યો હતો. તેમના જેલમાંથી બહાર આવવાની ખુશીમાં પંજાબના લોકો દીવા પ્રગટાવે છે અને મીઠાઈઓ વહેંચે છે અને ફટાકડા પણ ફોડે છે.

ભારતના વિવિધ રાજ્યોમાં દિવાળીની ઉજવણી
ભારતના વિવિધ રાજ્યોમાં દિવાળીની ઉજવણી

તમિલનાડુમાં દિવાળી : તમિલનાડુમાં લોકો પરંપરાગત રીતે તલના તેલમાં સ્નાન કરીને, નવા (Diwali in tamil nadu) કપડાં પહેરીને અને ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરે છે. તમિલ લોકો આ દિવસે તેમના પડોશીઓ અને સંબંધીઓ સાથે મીઠાઈઓની આપલે કરે છે. આ ઉપરાંત ઘણા લોકો આ દિવસે મંદિરોમાં જઈને વિશેષ પૂજા અને પ્રાર્થના પણ કરે છે. રાત્રે ઘરોને રોશનીથી શણગારવાની અને મોડી રાત સુધી ફટાકડા ફોડવાની પરંપરા છે.

ભારતના વિવિધ રાજ્યોમાં દિવાળીની ઉજવણી
ભારતના વિવિધ રાજ્યોમાં દિવાળીની ઉજવણી

તેલંગાણા અને આંધ્રમાં દિવાળી : તેલંગાણા અને તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં લોકો તેમના ઘરો (Diwali in AP and telangana) અને વ્યવસાયિક સંસ્થાઓને સાફ કરે છે, તેમજ ત્યાં શણગાર કરે છે. તેઓ નવા કપડાં અને મીઠાઈઓની ભેટની આપ લે કરે છે. આ દિવસે ઘરના દરવાજા પર રંગોળી બનાવે અને દીવા અને મીણબત્તીઓથી શણગારે છે. આ બંને રાજ્યોમાં પણ મંદિરોમાં વિશેષ પૂજાની સાથે રાત્રે ફટાકડા ફોડવાની હરીફાઈ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.