- કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ભાજપ પર પ્રહાર કર્યા
- મુન્દ્રા બંદરે પકડાયેલા હેરોઈનના જથ્થાની તપાસ કરવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પાસે માગ કરી
- માત્ર સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા નિવૃત્ત જજની દેખરેખ હેઠળ જ તપાસ થવી જોઈએ: દિગ્વિજય સિંહ
જયપુર: કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ગુજરાતના મુન્દ્રા બંદરે એક મહિનામાં પકડાયેલા હેરોઈનના બે વિશાળ જથ્થાની તપાસ કરવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પાસે માગ કરી છે. દિગ્વિજય સિંહે શુક્રવારે અહીં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, "માત્ર સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા નિવૃત્ત જજની દેખરેખ હેઠળ જ તપાસ થવી જોઈએ."
અગાઉ પણ 25,000 કિલો જેટલો જથ્થો પકડાયો હતો જેના કોઈ સમાચાર નથી
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સામે અવિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, "એક મહિનાના ગાળામાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું હેરોઈન પકડાઈ ચૂક્યું છે. અમે માગ કરીએ છીએ કે, સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તેની તપાસ કરવામાં આવે. કેન્દ્ર સરકારે આ કેસની તપાસ NIA ને સોંપી છે પરંતુ તેના પર કોઈ જ વિશ્વાસ નથી. તેમણે કહ્યું કે, 13 સપ્ટેમ્બર 2021 ના રોજ કેન્દ્ર સરકારના અધિકારીઓએ મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરના નામે આશી ટ્રેડિંગ કંપની દ્વારા આયાત કરેલા 3000 કિલો હેરોઇન પકડ્યા હતા. તેની બજાર કિંમત 21,000 કરોડ રૂપિયા છે. દિગ્વિજય સિંહના જણાવ્યા મુજબ તપાસમાં જાણવા મળ્યું કે, આવી જ રીતે 25,000 કિલો જેટલો જ માલ અગાઉ મળી આવ્યો હતો, જેના કોઈ જ સમાચાર નથી. તેની બજાર કિંમત 1.75 લાખ કરોડ રૂપિયા છે.
ED, ID ની વિચિત્ર રમત સમજાવી
દિગ્વિજય સિંહે જણાવવાનો પ્રયત્ન કર્યો કે, કેન્દ્રમાં સત્તા પર બેઠેલા લોકો પોતાના હિત અનુસાર કેવી રીતે કામ કરે છે. તેમના મતલબ અને સગવડ મુજબ તેઓ રેડ કરાવે છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ભાજપ તેના રાજકીય હરીફો સામે ED, IB મારફતે કાર્યવાહી કરે છે પરંતુ જ્યારે એ જ રાજકીય હરીફો ભાજપમાં જોડાય છે, ત્યારે તેઓ આરોપમાંથી છૂટકારો મેળવે છે.
આ પણ વાંચો: કચ્છના મુન્દ્રા પોર્ટ પર પકડાયેલો હેરોઈનનો જંગી જથ્થો, તાલિબાની કનેક્શનની શક્યતાઓ
ડ્રગ પેડલિંગનો આરોપ
દિગ્વિજય સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 13 કેસમાં ભાજપના નેતાઓ ડ્રગ પેડલર હોવાનો આરોપ લગાવતો એક ઓડિયો પણ સંભળાવ્યો હતો. કહ્યું કે, શું આ નેતાઓ સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. NIA પર સવાલ ઉઠાવતા દિગ્વિજય સિંહે કહ્યું કે, NIA અગાઉ અજમેર દરગાહ, સમજૌતા એક્સપ્રેસ, મક્કા મસ્જિદ, માલેગાંવ બ્લાસ્ટ જેવા કેસોની તપાસ કરી હતી. NIA ની તપાસનું પરિણામ એ આવ્યું કે, મોદી અને શાહ સરકારે તમામ આરોપી લોકોને NIA દ્વારા મુક્ત કરાવ્યા હતા.
આ પણ વાંચો: મુન્દ્રા કેસમાં ચેન્નાઈના દંપતીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા
NIA ની તપાસ પર કોંગ્રેસને નથી વિશ્વાસ
આ પરિસ્થિતિમાં હવે કોંગ્રેસને NIA પર વિશ્વાસ નથી. આ મામલાની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ. દિગ્વિજય સિંહે કહ્યું કે, ડ્રગ પેડલિંગનો કેસ આતંકવાદીઓ કરતા પણ વધુ ખતરનાક છે. મોદી સરકારે સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા નિવૃત્ત જજ દ્વારા તપાસ કરાવવી જોઈએ, જેમનું નામ એ જ કમિટી દ્વારા આપવામાં આવે જેમાં વિપક્ષના નેતા પણ સામેલ છે. આ અવસરે દિગ્વિજય સિંહે નોટબંધી અને બ્લેક મની પર પણ કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે પંજાબ, રાજસ્થાનમાં સંગઠન અને સરકાર સાથે જોડાયેલા મુદ્દાઓ પર જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ દોતાસરા પણ ઉપસ્થિત રહ્યા હતા.
અદાણી પોર્ટ દવાઓની તપાસ નિવૃત્ત જજની દેખરેખ હેઠળ થવી જોઈએ
દિગ્વિજય સિંહે કહ્યું કે, NIA ને બદલે તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સુપ્રીમ કોર્ટના જ વર્તમાન અથવા નિવૃત્ત જજ દ્વારા થવી જોઈએ. કોંગ્રેસના સાંસદે માગ કરી હતી કે, તપાસ અધિકારીની નિમણૂક પણ સમિતિ દ્વારા થવી જોઈએ, જેમાં વિપક્ષના નેતાનો પણ સમાવેશ કરવો જોઈએ.
- કચ્છ જિલ્લામાં દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ છેલ્લા ઘણા સમયથી પકડાઈ રહ્યું છે. તાજેતરમાં મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં અંદાજિત 3000 કરોડ રૂપિયાના હેરોઇનનો જથ્થો પકડાયો હોવાનું સામે આવ્યું હતું.
- મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં અંદાજિત ડ્રગ્સનો જથ્થો લઇ જતું હોવાનું બહાર આવ્યું હતું. મુન્દ્રા બંદરે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઇને પકડાયેલા હિરોઈનનો જથ્થો અંદાજિત 3000 કિલો જેટલો છે. જેની બજાર કિંમત 9000 કરોડ રૂપિયાની અંદાજવામાં આવી રહી છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.
- ગુજરાતના મુન્દ્રા બંદરેથી જપ્ત કરવામાં આવેલા 21 હજાર કરોડ રૂપિયાના હેરોઇન કેસના તાર હિમાચલ પ્રદેશ સાથે જોડાયેલા છે. છેલ્લા ત્રણ દિવસમાં શિમલા અને કુલ્લુમાંથી ત્રણ ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ શિમલાની એક ખાનગી હોટલમાંથી ગુજરાતના મુન્દ્રા બંદરેથી પકડાયેલા હેરોઇનના કન્સાઇનમેન્ટની તપાસના સંબંધમાં બે અફઘાન નાગરિકોની ધરપકડ કરી હતી. હેરોઇનનો મોટો જથ્થો ભારતમાં લાવવામાં આ બંનેની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવતું હતું.