ETV Bharat / bharat

ભાદરવા સુદ આઠમ: ધરો આઠમ વ્રત વિધિ અને કથા

author img

By

Published : Sep 14, 2021, 8:15 AM IST

વ્રત વિધિ: આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠી, સ્નાન કરી ધરાની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ વધજો, આ દિવસે ટાઢું જમવું, ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળનાં વડાં વગેરે લઈ શકાય, આ વ્રત સંતાનોના કલ્યાણ માટે કરવામાં આવે છે.

ભાદરવા સુદ આઠમ: ધરો આઠમ વ્રત વિધિ અને કથા
ભાદરવા સુદ આઠમ: ધરો આઠમ વ્રત વિધિ અને કથા
  • ધરો આઠમનું મહાત્મય
  • ધરો આઠમન આ વ્રત સંતાનોના કલ્યાણ માટે કરવામાં આવે છે
  • ધરો આઠમ વ્રત વિધિ અને કથા

વ્રત કથા: એક ગામમાં સાસુ-વહુ સંપીને રહેતી હતી. તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતાં હતા, વહુને એક દીકરો હતો. વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી. સાસુ પણ વહુનું માન રાખતા હતા. એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે, વહું ચાલ આપણે ખેતરમાંથી ઘાસ વાઢીને આવીએ. વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી. આથી આ દિવસે ખાસ કેવી રીતે વાઢી શકાય? માટે તેણે સાસુને ના પાડી. આથી સાસુએ છણકો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું? તારું કપાળ?

આ પણા વાંચો: શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની થશે આજે ઉજવણી, જાણો શુભ મુર્હ્ત અને વ્રત કરવાની વિધિ

ઘરા આઠમના દિવસે લીલું ઘાસ ન વાઠવાની કથા

આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ વાઢવા માટે ગઈ હતી. છોકરાને ઘોડિયમાં સુવડાવી, બારણે સાંકળ ચઢાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા. પણ વહુનો જીવ ના ચાલ્યો. ઘરા આઠમના દિવસે લીલું ઘાસ કંઈ રીતે વઢાય? આથી વહુ ઘરો બાજુમાં રાખી અન્ય ઘાસ વાઢવા લાગી.

આ પણ વાંચો: ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાયો શીતળા સાતમનો તહેવાર

ધરો આઠમનું વ્રત ફળ્યું

સાસુ-વહુ ઘાસ વાઢી ઘર તરફ જવા લાગ્યા. રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભડભડ સળગે છે માટે જલદી ઘરે જાઓ.સાસુ-વહુ તો આ સાંભળી હેબતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા. જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું. વહુએ અડધા પડધા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ઘરો વીંટળાઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરો માએ મારા બાળકને બચાવી લીધું. સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ખાસ ન કાપવાનો નિર્ણય લીધો. આવો છે આ વ્રતનો પ્રભાવ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.