ETV Bharat / bharat

દાદીનો દમ : આ 90 વર્ષીય દાદી એ રીતે કરે છે કાર ડ્રાઇવિંગ કે ભલભલા ચોંકી જાય છે, જૂઓ વીડિયો...

મધ્યપ્રદેશના દેવાસના રહેવાસી 90 વર્ષીય રેશમબાઈનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો પસંદ પણ કરી રહ્યા છે. આ વીડિયોમાં તે કાર ડ્રાઇવિંગ કરતા જોઇ શકાય છે. આ બાબતે મુખ્યપ્રધાન શિવરાજસિંહે ચૌહાણે પણ રેશમબાઈના આ સમર્પણની પ્રશંસા કરી છે.

90 years old woman resham bai drives car
90 વર્ષીય રેશમ બાઇ ર ચલાવે છે
author img

By

Published : Sep 23, 2021, 11:07 PM IST

  • 90 વર્ષીય રેશમ બાઇને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી છે વધુ લગાવ
  • દાદીની કાર ચલાવવાની ઈચ્છા તેના પૌત્રએ કરી પૂર્ણ
  • મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ દાદીની પ્રશંસા કરી

દેવાસ, મધ્યપ્રદેશ : કોઈ પણ કામ શીખવા માટે કોઈ વય મર્યાદા નથી હોતી, આ વસ્તુ દેવાસની 90 વર્ષીય રેશમ બાઇ પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે. દેવાસના બિલાવલી ગામે રહેતા રેશમ બાઈ જાણે કોઈ અનુભવી ડ્રાઈવર કાર ચલાવી રહ્યા હોય તેમ કાર ચલાવે છે. કાર શીખવાનો જુસ્સો તેના પર એવો સવાર થઈ ગયો હતો કે માત્ર ત્રણ મહિનામાં તેણે ડ્રાઈવિંગ શીખી લીધું હતું. તેના ડ્રાઈવિંગનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પણ લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરીને 90 વર્ષની વૃદ્ધ દાદીની પ્રશંસા કરી છે.

90 વર્ષીય રેશમ બાઇ ર ચલાવે છે

ત્રણ મહિનામાં ડ્રાઇવિંગ શીખ્યું

પોતાની પૌત્રીને કાર ચલાવતા જોઈને રેશમ બાઈએ પણ પુત્રોને કાર ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન ઘણી વખત તેના પુત્રોએ સમજાવ્યું કે કાર ચલાવશો નહીં, પરંતુ રેશમબાઈ માન્યા નહીં. આ બાદ, તેના નાના દિકરા સુરેશે ઉંમરના આ તબક્કે પણ તેની માતાની આ ઇચ્છા પૂરી કરી છે, અને તેને મારુતિ 800 કાર ચલાવવાનું શીખવ્યું. રેશમ બાઇએ હવે લાઇસન્સ માટે પણ અરજી કરી છે.

એન્ડ્રોઇડ ફોન અને ગેજેટ્સના પણ છે શોખીન

તેના પૌત્રોને જોઈને રેશમ બાઈએ એન્ડ્રોઈડ મોબાઈલ પણ ચલાવવાની જિજ્ઞાસા જગાવી હતી. દાદીના પરિવારના સભ્યોનું કહેવું છે કે, તેઓ ગેજેટ્સના પણ ખૂબ શોખીન છે. લોકોને મોબાઈલ ચલાવતા જોઈને રેશમને પણ ટચ સ્ક્રીન મોબાઈલ ચલાવવાની ઈચ્છા થઈ હતી, તેથી તેને એન્ડ્રોઈડ મોબાઈલ પણ આપવામાં આવ્યા છે. આ સિવાય તે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો પણ ઉપયોગ કરે છે.

  • दादी मां ने हम सभी को प्रेरणा दी है कि अपनी अभिरुचि पूरी करने में उम्र का कोई बंधन नहीं होता है।

    उम्र चाहे कितनी भी हो, जीवन जीने का जज़्बा होना चाहिए! https://t.co/6mmKN2rAR2

    — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુખ્યપ્રધાન શિવરાજે પણ દાદીની કળાની પ્રશંસા કરી

મધ્યપ્રધાનના મુખ્યપ્રધાન સીએમ શિવરાજસિંહે પણ રેશમ બાઈની પ્રશંસા કરી હતી. ટ્વિટર પર વીડિયો શેર કરતાં તેમણે લખ્યું કે, "દાદીએ આપણને બધાને પ્રેરણા આપી છે કે, આપણી રુચિને પરિપૂર્ણ કરવા માટે કોઈ વય મર્યાદા નથી. ઉંમર ગમે તે હોય, જીવન જીવવાનો જુસ્સો હોવો જોઈએ."

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.