મુંબઈ: હાલ રાજ્યભરમાં ગણપતિ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. આ રીતે ભક્તો પોતાની ઈચ્છા મુજબ બાપ્પાના ચરણોમાં દાન કરે છે. ટ્રસ્ટી અમિત પાઈએ માહિતી આપી છે કે, મુંબઈમાં GSB સેવા મંડળના બપ્પાને (Bappa of GSB Seva Mandal) એક ભક્તે 66 કિલો સોનું અને 295 કિલો ચાંદીના ઘરેણાં દાનમાં (Devotees donated 66 kg of gold and 295 kg of silver ornaments) આપી બપ્પાને શણગાર્યા છે.
આ પણ વાંચો ગણેશોત્સવમાં AAPએ માર્યું એક તીરથી 2 નિશાન
સોના અને ચાંદીનો શણગાર મુંબઈના GSB સેવા મંડળમાં ભગવાન ગણેશની મૂર્તિને 66 કિલો સોના અને 295 કિલો ચાંદીથી શણગારવામાં આવી છે, GSB સેવા મંડળના ટ્રસ્ટી અમિત પાઈએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું. પાઈએ એમ પણ કહ્યું કે, મૂર્તિને સુશોભિત કરવા માટે જે સોના અને ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ભક્તો દ્વારા ગણેશ ચતુર્થીના ચાલી રહેલા તહેવાર દરમિયાન દાનમાં આપવામાં આવ્યા છે.
-
Maharashtra | Lord Ganesh idol adorned with 66 kg of Gold & 295 kg of Silver in Mumbai's GSB Seva Mandal
— ANI (@ANI) September 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
The idol of Lord Ganesh is decorated with 66 kg of Gold & 295 kg of Silver which have been donated by the devotees: Amit Pai, Trustee, GSB Seva Mandal pic.twitter.com/NzGrgBV0uO
">Maharashtra | Lord Ganesh idol adorned with 66 kg of Gold & 295 kg of Silver in Mumbai's GSB Seva Mandal
— ANI (@ANI) September 2, 2022
The idol of Lord Ganesh is decorated with 66 kg of Gold & 295 kg of Silver which have been donated by the devotees: Amit Pai, Trustee, GSB Seva Mandal pic.twitter.com/NzGrgBV0uOMaharashtra | Lord Ganesh idol adorned with 66 kg of Gold & 295 kg of Silver in Mumbai's GSB Seva Mandal
— ANI (@ANI) September 2, 2022
The idol of Lord Ganesh is decorated with 66 kg of Gold & 295 kg of Silver which have been donated by the devotees: Amit Pai, Trustee, GSB Seva Mandal pic.twitter.com/NzGrgBV0uO
મુંબઈ રિચેસ્ટ ગણપતિ મંડળ ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉજવવામાં આવે છે. એક પછી એક પંડાલ બનાવવામાં આવે છે. સૌથી મોંઘી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. દરમિયાન, લાખો લોકો તેમના પ્રિય દેવતાઓના દર્શન કરવા માટે આ પંડાલોની મુલાકાત લે છે. દર વર્ષે આ પ્રસંગે અનેક અકસ્માતો પણ થાય છે. આ અકસ્માતોમાં નુકસાનથી બચવા માટે આયોજકો વીમો પણ આપે છે, આ વખતે એક આયોજકે 360 કરોડનો વીમો લીધો છે, જે અત્યાર સુધીનો સૌથી મોંઘો વીમો છે. GSB સેવા મંડળ, માટુંગા, મુંબઈમાં સૌથી ધનાઢ્ય ગણેશ (Mumbai Richest Ganapati Mandal) મંડળોમાંના એક, આ વર્ષે ગણપતિ ઉત્સવ માટે 316.40 કરોડ રૂપિયાનું વીમા કવચ લીધું છે.