ETV Bharat / bharat

Bajrang Punia: અટકાયતમાં લેવાયેલ કુસ્તીબાજ બજરંગ પુનિયાને મુક્ત કરવામાં આવ્યા - BJP MP Brij Bhushan Sharan Singh

જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને રવિવારે સંસદ ભવન તરફ કૂચ કરતા પહેલા જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સાક્ષી મલિક, સંગીતા ફોગાટ અને વિનેશ ફોગટને અગાઉ મુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે બજરંગ પુનિયાને મોડી રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા.

Bajrang Punia: અટકાયતમાં લેવાયેલ કુસ્તીબાજ બજરંગ પુનિયાને દિલ્હીના પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરવામાં આવ્યા

author img

By

Published : May 29, 2023, 9:16 AM IST

Updated : May 29, 2023, 10:02 AM IST

નવી દિલ્હીઃ જંતર-મંતરથી અટકાયત કરાયેલા કુસ્તીબાજ બજરંગ પુનિયાને દિલ્હી પોલીસે રવિવારે રાત્રે લગભગ 12 વાગ્યે પૂર્વ દિલ્હીના મયૂર વિહાર પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કર્યો હતો. પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ બજરંગ પુનિયાએ કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઘરે જવાનો કોઈ અર્થ નથી. તેણે કહ્યું કે બાકીના કુસ્તીબાજોને મળ્યા બાદ અમે બધા સાથે મળીને નક્કી કરીશું કે આગળ શું કરવું. આ પહેલા સાક્ષી મલિક, સંગીતા ફોગાટ અને વિનેશ ફોગટને ઘણા કલાકોની અટકાયત બાદ છોડી દેવામાં આવ્યા હતા.

દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે: નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ કુશ્તી મહાસંઘના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની હાજરી પર બજરંગ પુનિયાએ કહ્યું કે આ દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે કે એક આરોપીએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં ભાગ લીધો. જણાવી દઈએ કે રવિવારે બપોરે બજરંગ પુનિયાને દિલ્હી પોલીસે જંતર-મંતરથી કસ્ટડીમાં લીધો હતો અને મયુર વિહાર પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો. તમામ કુસ્તીબાજો નવા સંસદ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી.

પ્રદર્શનમાં સામેલ કુસ્તીબાજો પર FIR: બજરંગ પુનિયાએ કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં 7 દિવસનો સમય લાગ્યો અને ખેલાડીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં 7 કલાક પણ નથી લાગ્યા. નોંધપાત્ર વાત એ છે કે, બજરંગ પુનિયા તેની સાથી મહિલા કુસ્તીબાજો સાથે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી જંતર-મંતર પર બ્રિજભૂષણ શરણ સિંહ સામે ધરણા પર બેઠા છે. તેમની માંગ છે કે યૌન ઉત્પીડનના આરોપી બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ થવી જોઈએ. આ માંગણીઓને લઈને રવિવારે મહિલા સન્માન મહાપંચાયતનું આયોજન થવાનું હતું, પરંતુ દિલ્હી પોલીસે આ મહાપંચાયતને મંજૂરી આપી ન હતી અને મહાપંચાયત રાખવા પર અડગ રહેતા લોકોને કસ્ટડીમાં લીધા હતા.

  1. Protesters at Jantar Mantar: વિનેશ ફોગાટે કહ્યું- આપણે જીવીએ કે ન રહીએ,
  2. Wrestlers Protest: રેસલર્સનું સિસ્ટમ સામે રીયલ 'દંગલ', ફરિયાદ કેમ નથી નોંધાતી
  3. Wrestler Protest: SAIએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પાસેથી 72 કલાકમાં ખુલાસો માંગ્યો

Last Updated : May 29, 2023, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.