- રાષ્ટ્રીય બાળ અધિકારી સંરક્ષણ આયોગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવા આપ્યા નિર્દેશ
- કોરોનાથી અનાથ થયેલા બાળકોને ડાયરેક્ટ દત્તક લેવા સંબંધિત પોસ્ટની ઉત્પતિને શેર કરવાનું કહ્યું હતું
- કોરોના મહામારી દરમિયાન 3,621 બાળકો અનાથ થયા છે
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે કહ્યું હતું કે, કોરોના વાઈરસની બીજી લહેર દરમિયાન તેમને આ પ્રકારની ફરિયાદ મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર એવા અનેક પેજ અને પોસ્ટના માધ્યમથી તે બાળકોને દત્તક લેવા અંગે જાહેરાત આપવામાં આવી હતી, જેમણે સંક્રમણના કારણે પોતાના માતાપિતા ગુમાવી દીધા છે.
આ પણ વાંચો- આજે વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ, કોરોનાના કારણે બાળ શ્રમિકોની સંખ્યામાં 84 લાખની વૃદ્ધિ
ગેરકાયદેસર રીતે બાળકોને દત્તક લેનારા સામે કાર્યવાહી કરાશે
NCPCRએ ટ્વિટર, ફેસબુક, વ્હોટ્સએપ અને ટેલિગ્રામને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, જુવેનાઈલ જસ્ટિસ એક્ટની પ્રક્રિયાઓનું પાલન કર્યા વગર આ પ્રકારના કોઈ પણ બાળકને દત્તક લેવું ગેરકાયદેસર અને કાયદાનું ઉલ્લંઘન છે. આયોગે કહ્યું હતું કે, હાઈકોર્ટે કહ્યું હતું કે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015ની જોગવાઈઓ વિરૂદ્ધ જઈને અસરગ્રસ્ત બાળકોને દત્તક લેવાની અનુમતિ ન આપવી જોઈએ અને રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બિનસરકારી સંગઠનો કે ગેરકાયદે રીતે બાળકોને દત્તક લેનારા લોકો સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. NCPCRએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કહ્યું હતું કે, જો આ પ્રકારની કોઈ પોસ્ટ અપલોડ કરી તો તેની સૂચના લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓ અથવા NCPCR કે રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોના આયોગોને આપવી જોઈએ.
આ પણ વાંચો- Happy Birthday Munni : બજરંગી ભાઈજાનમાં મુન્નીનું પાત્ર ભજવનારી હર્ષાલી 13 વર્ષની થઈ
NCPCR મામલામાં આવશ્યક કાર્યવાહી માટે ભલામણ કરી શકે
ટોચની બાળ અધિકાર સંસ્થાઓએ પોતાના પત્રમાં કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈન્ટરનેટ પ્રોટોકોલ (IP) એડ્રેસ, પોસ્ટની ઉત્પત્તિ અને અન્ય પ્રાસંગિક વિવરણ આપવું જોઈએ, જેથી NCPCR મામલામાં આવશ્યક કાર્યવાહી માટે ભલામણ કરી શકે.
નિર્દેશોનું પાલન નહીં કરાય તો થશે કાર્યવાહી
આયોગે સોશિયલ મીડિયા કંપનીઓને કહ્યું હતું કે, આ નિર્દેશોનું પાલન નહીં કરવામાં આવે તો આયોગ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવા મજબૂર બનશે. આયોગના જણાવ્યાનુસાર, મહામારી દરમિયાન 3,621 બાળકો અનાથ થયા છે અને 26,000થી વધુ બાળકોએ પોતાના માતાપિતામાંથી એકને ગુમાવી દીધા છે.