ETV Bharat / bharat

26 સર્જરી અને 6,500 ટાંકા છતાં ન હાર્યો હિંમત, હવે સિદ્ધાર્થ ભારત માટે ફ્રાન્સમાં દોડશે

જો કોઈ વ્યક્તિએ તેના શરીર પર 26 સર્જરી કરાવી હોય અને તેને 6,500 થી વધુ ટાંકા આવ્યા હોય, તો શું તે ફરી ચાલવા લાયક રહી શકે? સામાન્ય રીતે જવાબ છે, બિલકુલ ના. પરંતુ કર્ણાટકનો સિદ્ધાર્થ બલ્લારી (Siddharth Ballari Para Athlete) યુવક છે, જેણે શરીર પર આટલા ઘા સહન કર્યા પછી પણ હિંમત હારી ન હતી. તેણે પેરા એથલીટ તરીકે પોતાની ઓળખ બનાવી. હવે તે 19મી ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન(International Sports Federation) દ્વારા આયોજિત સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ફ્રાન્સ જઈ રહ્યો છે. જાણો આ હિંમતવાન ખેલાડીની કહાની.

26 સર્જરી અને 6,500 ટાંકા છતાં ન હાર્યો હિંમત, હવે સિદ્ધાર્થ ભારત માટે ફ્રાન્સમાં દોડશે
26 સર્જરી અને 6,500 ટાંકા છતાં ન હાર્યો હિંમત, હવે સિદ્ધાર્થ ભારત માટે ફ્રાન્સમાં દોડશે
author img

By

Published : Mar 26, 2022, 9:39 AM IST

હુબલીઃ કર્ણાટકના હુબલીમાં રહેતા સિદ્ધાર્થ બલ્લારીના જીવનમાં દર્દ કરતાં વધુ હિંમત છે. અઢી વર્ષ પહેલા સિદ્ધાર્થ બલ્લારી સાથે એવો અકસ્માત (Siddharth Ballari accident) થયો હતો, જેમાં તેની જીવન જીવવાની આશા ખતમ થઈ ગઈ હતી. ડોક્ટરોની મહેનત અને પિતાના પ્રયાસો બાદ સિદ્ધાર્થનો જીવ તો બચી ગયો, પરંતુ તેને લકવો થઈ ગયો. તેની હોકીની કારકિર્દી પણ બરબાદ થઈ ગઈ.

આ પણ વાંચો: રાજસ્થાનના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે બે પેરાલિમ્પિક ખેલાડીઓ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત થશે

પોતાના જુસ્સાથી વિકલાંગતાને હરાવી: આવા સમયે તેના પિતા તેનો સહારો બન્યા અને સિદ્ધાર્થે પોતે જ પોતાના જુસ્સાથી વિકલાંગતાને હરાવી. પોતાને એક પેરા એથલીટ તરીકે સાબિત કર્યો. તેની મહેનતનું પરિણામ છે કે સિદ્ધાર્થ બલ્લારી હવે ફ્રાન્સમાં 19મી ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (19th International Sports Federation) દ્વારા આયોજિત ગેમ્સમાં ભાગ લેશે. આ સ્પર્ધા 14મી મેથી શરૂ થશે.

26 સર્જરી અને 6,500 ટાંકા છતાં ન હાર્યો હિંમત, હવે સિદ્ધાર્થ ભારત માટે ફ્રાન્સમાં દોડશે
26 સર્જરી અને 6,500 ટાંકા છતાં ન હાર્યો હિંમત, હવે સિદ્ધાર્થ ભારત માટે ફ્રાન્સમાં દોડશે

જીવ બચાવવા માટે ડોક્ટરોએ 26 સર્જરી કરી: સિદ્ધાર્થ બલ્લારીના પિતા મંજુનાથ બલ્લારીએ સમગ્ર ઘટનાની જાણકારી આપી. લગભગ અઢી વર્ષ પહેલા સિદ્ધાર્થને 11 હજાર kV વોલ્ટેજનો કરંટ લાગ્યો હતો. આ અકસ્માત બાદ તેના પેટનો નીચેનો ભાગ દાઝી ગયો હતો. જાંઘ પરનું માંસ ફાટી ગયું હતું. તેનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ 26 સર્જરી કરી. આ દરમિયાન તેમના શરીરમાં 6500 થી વધુ ટાંકા આવ્યા હતા. દવા અને દુઆની અસરથી સિદ્ધાર્થનો જીવ બચી ગયો, પરંતુ તેના ડાબા હાથમાં હલનચલન પાછી આવી નહીં. આ અકસ્માતે સિદ્ધાર્થનું રાષ્ટ્રીય હોકી ખેલાડી બનવાનું સ્વપ્ન તોડી નાખ્યું.

આ પણ વાંચો: Tokyo 2020 Paralympics: ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર, ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ

પિતાના સહયોગથી તેણે રમવાનું ચાલુ રાખ્યું: આવા પ્રતિકૂળ સંજોગોમાં સિદ્ધાર્થે હાર ન માની. પિતાના સહયોગથી તેણે રમવાનું ચાલુ રાખ્યું. તેણે પોતાની જાતને પેરા એથલીટ તરીકે વિકસાવી. રોજ પ્રેક્ટિસ કરવા લાગ્યો. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો ગયો. પછી એક સમય એવો આવ્યો જ્યારે સિદ્ધાર્થને રાષ્ટ્રીય પેરા એથલીટ તરીકે ઓળખવા લાગ્યો. સિદ્ધાર્થે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની પેરા-સ્પોર્ટ્સમાં ઘણા મેડલ જીત્યા છે. હવે તેને ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (ISF) દ્વારા મે મહિનામાં યોજાનારી સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામ્યો છે. તેની પસંદગી 19મી ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (ISF) દ્વારા કરવામાં આવી છે. શહેરની શાંતિનિકેતન કોલેજમાં પ્રથમ PUCમાં અભ્યાસ કરતો સિદ્ધાર્થ ISF ગેમ્સમાં 100m, 400m રેસ અને લાંબી કૂદમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. જે લોકો સિદ્ધાર્થને આર્થિક મદદ કરવા માંગતા હોય તેઓ મો.8105419871 અને 9606005516 પર કોલ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.