ETV Bharat / bharat

Delhi Priests Protest: CM અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પૂજારીઓનો પગારની માંગ સાથે વિરોધ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને વિવિધ મંદિરોના પૂજારીઓએ પગારની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું કે મૌલવીઓ અને મૌલાનોને હિંદુઓના ટેક્સમાંથી પગાર મળી શકે છે, તો પછી પુજારીઓને શા માટે પગાર ન આપી શકાય.

હિન્દુઓના ટેક્સના પૈસા મસ્જિદોના મૌલવીઓને આપવામાં આવે છે.

author img

By

Published : Feb 7, 2023, 7:45 PM IST

નવી દિલ્હી દિલ્હીની રાજકીય ગલીઓમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિવિધ મંદિરોના પુજારીઓએ પગાર વધારાની માંગ ઉઠાવી છે. સનાતન ધર્મની રક્ષા કરવા અને તેમના પગારની માંગણી કરવા મોટી સંખ્યામાં મંદિરના પુજારીઓ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં લાખો લોકો એકઠા થશે.

વિવિધ મંદિરોના પૂજારીઓએ પગારની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું

હિંદુ પૂજારીઓ સાથે સાવકી મા જેવું વર્તન: પુજારીઓનું કહેવું છે કે દિલ્હી સરકાર હિંદુઓ સાથે સાવકી મા જેવું વર્તન કરી રહી છે. જેના કારણે બધા લોકો એકઠા થયા છે. તેમણે કહ્યું કે દેશમાં હિંદુઓના ટેક્સમાંથી મૌલવીઓ અને મૌલાનાઓને પગાર મળી શકે છે તો મંદિરોમાં કામ કરતા પુજારીઓને શા માટે પગાર ન આપી શકાય. પ્રિસ્ટ સેલના પ્રમુખ કરનૈલ સિંહે કહ્યું કે દિલ્હી સરકાર હિંદુ પુજારીઓ સાથે ગેરવર્તન કરી રહી છે. આવનારી વિધાનસભામાં સનાતન ધર્મનું વર્ચસ્વ રહેશે. બીજી તરફ અયોધ્યા હનુમાન ગઢીથી સનાતન ધર્મનો અવાજ બુલંદ કરવા મંચ પર પહોંચેલા મહંત જગદીશ દાસે કહ્યું કે તિરુપતિ બાલાજી અને માતા વૈષ્ણો દેવીના ફંડમાંથી મૌલવીઓને પગાર આપવામાં આવી રહ્યો છે. તો પુજારીઓને કેમ નહિ.

પૂજારીઓનું કહેવું છે કે દિલ્હી સરકાર હિંદુઓ સાથે સાવકી મા જેવું વર્તન કરી રહી છે.

આ પણ વાંચો: Jamia Violence Case: શરજીલ ઈમામને નિર્દોષ જાહેર કરાતા દિલ્હી પોલીસ હાઈકોર્ટ પહોંચી

મુખ્યપ્રધાન પર છેતરપિંડીનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે જે વ્યક્તિ પોતાના ગુરુને છેતરી શકે છે તે લોકો હિન્દુ સમાજ અને મંદિરોમાં કામ કરતા પુજારીઓને શું મહત્વ આપશે. દિલ્હી સાધુ સમાજના પ્રમુખ મહંત નવલ કિશોરે કહ્યું કે કેજરીવાલ સરકાર હિંદુઓને નબળા ગણી રહી છે. સાધુઓ અને મહાત્માઓ ક્યારેય સરકાર પર નિર્ભર નથી રહ્યા, તેઓ ભગવાન પર આધારિત છે. હિન્દુઓના ટેક્સના પૈસા મસ્જિદોના મૌલવીઓને આપવામાં આવે છે.

હિન્દુઓના ટેક્સના પૈસા મસ્જિદોના મૌલવીઓને આપવામાં આવે છે.
હિન્દુઓના ટેક્સના પૈસા મસ્જિદોના મૌલવીઓને આપવામાં આવે છે.

આ પણ વાંચો: BJP Demands Apology: ભાજપે રાહુલ ગાંધીએ લગાવેલા ખોટા આરોપો મામલે માફીની કરી માગ

પોતાના હકની માંગણી માટે વિરોધ: મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ઘેરાવ કરવા આવેલા સાધુ સમાજના લોકોએજણાવ્યું હતું કે પગાર મૌલાના અને મૌલવીઓ માટે જેટલો મહત્વનો છે એટલો જ મંદિરોમાં કામ કરતા પુજારીઓ અને સંતો માટે છે. ઋષિ-મુનિઓને પણ પેટ હોય છે, તેઓ પોતાના હકની માંગણી માટે વિરોધ પણ કરી શકે છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી દિલ્હી સરકાર સાધુ સમાજના લોકોને પગાર નહીં આપે ત્યાં સુધી સાધુ સમાજના લોકો પણ રસ્તા પર આવીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.