નિકોસિયાઃ કોરોનાના વેરિયન્ટમાં સતત મ્યુટેશન (Mutations in Corona variants) થઈ રહ્યું છે. ઓમિક્રોન પછી કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટાક્રોન મળી (Deltacron New Variant of Corona) આવ્યો છે. સાઈપ્રસના વૈજ્ઞાનિકોએ ડેલ્ટાક્રોનની ઓળખ (Scientists in Cyprus identify deltacron) કરી છે. સેમ્પલ ઈન્ટરનેશનલ ડેટાબેઝ સેન્ટરને મોકલવામાં આવેલા રિપોર્ટમાં સાઈપ્રસના વૈજ્ઞાનિકોએ આ વેરિયન્ટને ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટનું મિશ્રણ (A combination of Deltacron Delta and Omicron variants) ગણાવ્યું છે. અત્યાર સુધી વિશ્વભરના ડેલ્ટાક્રોનના 25 કેસ નોંધાયા છે.
સાઈપ્રસના સંશોધનકર્તાએ ડેલ્ટાક્રોન શોધ્યો
કોરોનાના વધતા કેસ વચ્ચે એક નવો વેરિયન્ટ વિશ્વભરના લોકોની ચિંતા વધારવા આવી ગયો છે. અત્યારે વિશ્વમાં ઓમિક્રોનનો કહેર (Omicron terror in the world) છે. ત્યારે કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટાક્રોનની પુષ્ટિથી (Deltacron New Variant of Corona) નવા જોખમની આશંકા વધી રહી છે. સાઈપ્રસના એક સંશોધનકર્તાએ કોરોનાના નવા સ્ટ્રેઈન ડેલ્ટાક્રોનને (Scientists in Cyprus identify deltacron) શોધ્યો છે.
આ પણ વાંચો- IHU Covid Variant: ફ્રાન્સમાં શોધાયેલ નવો કોવિડ વેરિયન્ટ IHU શું છે?
નવા મ્યુટેશનથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી રહી છે
સાઈપ્રસ યુનિવર્સિટીમાં બાયોલોજિકલ સાયન્સીઝના પ્રોફેસર લિયોનડીઓસ કોસ્ટ્રિક્સે દાવો કર્યો હતો કે, આ સ્ટ્રેઈન ડેલ્ટા અને ઓમિક્રોનના મિશ્રણથી (A combination of Deltacron Delta and Omicron variants) બન્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ મ્યુટેશનની તીવ્રતા વધુ હતી. ઓમિક્રોનના કેસમાં મ્યુટેશનના કારણે ડેલ્ટાક્રોન (Deltacron New Variant of Corona) બન્યો છે અને આ કારણ જ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે.
આ પણ વાંચો- WHO caution : જીવલેણ છે ઓમિક્રોન વેરિઅન્ટ, હળવો માનવાની ભૂલ ન કરો
અત્યારે ચિંતાની વાત નથીઃ સાઈપ્રસના આરોગ્ય પ્રધાન
તેમનું કહેવું છે કે, ડેલ્ટાક્રોનનું (Deltacron New Variant of Corona) જિનેટિક બેકગ્રાઉન્ડ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સમાન છે. સાથે જ આમાં ઓમિક્રોન જેવા કેટલાક મ્યુટેશન પણ છે. આ માટે તેને ડેલ્ટાક્રોન કહેવામાં આવે છે. આ તમામની વચ્ચે સાઈપ્રસના આરોગ્ય પ્રધાન મિખલિસ હાડજીપાંડેલસે (Cyprus Health Minister Mikhalis Hadjipandelus) કહ્યું હતું કે, નવા વેરિયન્ટથી જોખમની આકારણી (Deltacron New Variant of Corona) કરવામાં આવી રહી છે. જોકે, અત્યારે ચિંતાની કોઈ વાત નથી.