દિલ્હીની રાજન બાબુ ટીબી હોસ્પિટલને કોવિડ સેન્ટરમાં પરીવર્તિત કરવામાં આવી - Increase in Corona case
સતત વધી રહેલા કોરોનાને ધ્યાનમાં રાખીને, કોરોના હોસ્પિટલો અને બેડમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આ જ ક્રમમાં, દિલ્હી સરકારે હવે ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની રાજન બાબુ ટીબી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે.
- રાજધાની દિલ્હીમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ
- ઉત્તરી નગર નિગમની ટીબી હોસ્પિટલને કોવિડ સેન્ટરમાં પરીવર્તિત કરવામાં આવશે
- 60 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે. દર્દીઓની વધતી સંખ્યા હોસ્પિટલોમાં બેડની અછત ઉભી કરી રહી છે. આ જોતાં દિલ્હી સરકાર કોરોના સારવાર માટે હોસ્પિટલો અને બેડની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. આ જ ક્રમમાં, દિલ્હી સરકારે હવે રાજન બાબુ ટીબી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે.
60 બેડ પર થશે કોરોનાનો ઈલાજ
આ અંગે દિલ્હી સરકારે જારી કરેલા આદેશમાં જણાવ્યું છે કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પલ્મોનરી મેડિસિન અને ક્ષય રોગના રાજન બાબુ ઇન્સ્ટિટ્યૂટને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ હોસ્પિટલમાં 60 બેડ પર કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવશે. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને દિલ્હી સરકાર દ્વારા કોરોના પ્રમાણે વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : દિલ્હીને જરૂરી ઓક્સિજન નહીં મળે, તો આખી મેનેજમેન્ટ ઠપ થઈ જશે : વકીલ
ઉત્તરી દિલ્હી નગર નિગમનું છે હોસ્પિટલ
રાજન બાબુ ટીવી હોસ્પિટલ એ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની એક હોસ્પિટલ છે. હાલમાં, ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી હિન્દુરાવ હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. અત્યારે, દિલ્હીની આશરે દોઢસો જેટલી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર થઈ રહી છે. આ હોસ્પિટલોમાં 19 હજાર 700 બેડ છે, જેમાં 18 હજારથી વધુ દર્દીઓ છે.