Delhi Weather: તાપમાનમાં થયો ઘટાડો, દિલ્હી NCR માં છવાઈ ગયા વાદળો - વાતાવરણ ખુશનુમા
દિલ્હી NCR માં વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આકાશમાં વાદળો છવાયેલાં છે.
- દિલ્હીમાં સવારથી જ વાતાવરણ ખુશનુમા
- આજે તાપમાનમાં ઘટાડો થયો
- લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું
નવી દિલ્હી: દિલ્હી NCR માં 24 કલાકના વરસાદ બાદ રવિવારે પણ રાજધાનીનું વાતાવરણ વાદળછાયું છે. સવારથી જ વાતાવરણ ખુશનુમા રહ્યું છે. ત્યારે આજે તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું છે.
દિલ્હી અને NCR ના વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર
આ સાથે જ હવામાન વિભાગે દિલ્હી અને NCR ના વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુગ્રામ, ગ્રેટર નોઈડા અને હરિયાણામાં મધ્યમ તીવ્રતાનો વરસાદ થઈ શકે છે. આ સાથે જ શનિવારે સવારે 8:30 થી રવિવારે સવારે 8:30 સુધી રાજધાની દિલ્હીમાં 51.8 mm વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સફદરજંગમાં 41.1 mm, પાલમ 38.4 mm, લોધી રોડ 37.2 mm, રિજ 51.0 mm, આયા નગર 51.8 mm વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આજના વરસાદની આગાહી કરી
દિલ્હીના આ તમામ વિસ્તારોમાં શનિવારે રાત્રે 11:30 થી 2:30 વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સફદરજંગમાં મોડી રાત્રે 0.4 mm, પાલમ 0.6 mm, લોધી રોડ 0.6 mm, 0.6 mm, આયા નગરમાં 1.6 mm વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજના વરસાદની આગાહી કરી છે