નવી દિલ્હી : દિલ્હી સરકારના અધિકારો અને સેવાઓ સંબંધિત બિલ - 'ગવર્નમેન્ટ ઓફ ધ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) બિલ, 2023' આજે નવો કાયદો બની ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે તેને મંજૂરી આપી હતી. ભારત સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) એક્ટ, 2023 આજથી લાગુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ બિલને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભા રજૂ કર્યું હતું. બિલ પર ચર્ચા બાદ તેને લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું.
-
Government of India issues gazette notification on Government of National Capital Territory of Delhi (Amendment) Act, 2023. pic.twitter.com/dNcUFQPQOh
— ANI (@ANI) August 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Government of India issues gazette notification on Government of National Capital Territory of Delhi (Amendment) Act, 2023. pic.twitter.com/dNcUFQPQOh
— ANI (@ANI) August 12, 2023Government of India issues gazette notification on Government of National Capital Territory of Delhi (Amendment) Act, 2023. pic.twitter.com/dNcUFQPQOh
— ANI (@ANI) August 12, 2023
સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ સ્પષ્ટતા કોંગ્રેસ, ડીએમકે અને ટીએમસી સહિત અનેક વિપક્ષી દળોએ ગૃહમાં આ બિલની રજૂઆતનો વિરોધ કર્યો હતો અને તેને સંઘવાદ અને બંધારણની ભાવના વિરુદ્ધ ગણાવ્યો હતો. આ સમયે બિલ રજૂ કરતી વખતે ચર્ચામાં દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિરોધ પક્ષોની દલીલોને નકારતાં જણાવ્યું હતું કે બંધારણે ગૃહને દિલ્હી રાજ્ય અને સુપ્રીમ કોર્ટને સંબંધિત કોઈપણ કાયદો પસાર કરવાની સત્તા આપી છે અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાએ પણ સ્પષ્ટ કર્યું છે.
કોંગ્રેસ સહિત વિપક્ષોનો વિરોધ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, આરએસપી સાંસદ એનકે પ્રેમચંદ્રન, ટીએમસી સાંસદ સૌગત રોય, કોંગ્રેસના સાંસદો ગૌરવ ગોગોઈ અને શશી થરૂર, ડીએમકે સાંસદ ટીઆર બાલુ અને એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ગૃહમાં આ બિલ મૂકાવાનો વિરોધ કર્યો હતો.
કેજરીવાલે બિલ અટકાવવા ઘણાં પ્રયાસ કર્યાં આપને જણાવીએ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલની સરકાર છે. તેમણે આ બિલનો સખત વિરોધ કર્યો હતો. તેમણે બિલને પસાર ન કરવા માટે વિપક્ષોના નેતાઓની અવારનવાર મુલાકાતો લીધી હતી અને તેમના પક્ષમાં સમર્થન માગ્યું હતું. અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ નેતાઓ સહિત પ્રાદેશિક કક્ષાના ઘણા નેતાઓનો પોતાના તરફે સહકાર મેળવવા પ્રવાસ ખેડ્યાં હતાં. જોકે લોકસભામાં પસાર થઇ ગયેલા બિલને રાજ્યસભામાં પસાર કરાવવામાં પણ કેન્દ્ર સરકારને સફળતા મળી હતી. આમ ઘણા ઉહાપોહ વચ્ચે પણ દિલ્હી સર્વિસ બિલ હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા અધિસૂચિત કાયદાનું સ્વરુપ પામ્યું છે.