ETV Bharat / bharat

સુકેશ ચંદ્રશેખર પાસેથી મળેલો આઈફોન હજુ પણ રહસ્ય, દિલ્હી પોલીસે ગુજરાત FSL પાસે માંગી મદદ - ગુજરાત FSL

200 કરોડ રૂપિયાની છેતરપિંડીમાં ધરપકડ કરવામાં આવેલા સુકેશ ચંદ્રશેખર પાસેથી જપ્ત મોબાઇલ સંબંધિત જાણકારી હજુ સુધી ખૂલી શકી નથી. આ કારણે આર્થિક અપરાધ શાખાએ ગાંધીનગર સ્થિત ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરીથી મદદ માંગી છે.

200 કરોડની છેતરપિંડી મામલે સુકેશ ચંદ્રશેખરની થઈ છે ધરપકડ

author img

By

Published : Sep 7, 2021, 5:38 PM IST

Updated : Sep 7, 2021, 6:38 PM IST

  • મોબાઇલની અંદર રહેલી જાણકારી મળી રહે તે માટે ગાંધીનગર સ્થિત FSLની મદદ માંગી
  • રોહિણી જેલમાં સુકેશ પાસેથી 2 મોબાઇલ મળ્યા હતા
  • પોલીસ પહોંચી તે પહેલા તેણે મોબાઇલ ફોર્મેટ કરી દીધા હતા
  • 200 કરોડની છેતરપિંડી મામલે સુકેશ ચંદ્રશેખરની થઈ છે ધરપકડ

નવી દિલ્હી: 200 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે ધરપકડ થયેલા સુકેશ ચંદ્રશેખર પાસેથી જપ્ત મોબાઇલ સંબંધિત જાણકારી હજુ સુધી ખૂલી શકી નથી. આ કારણે આર્થિક અપરાધ શાખા (Economic Offences Wing)એ ગુજરાતના ગાંધીનગર સ્થિત ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરી પાસે મદદ માંગી છે. તેઓ સિંગાપુરની એક લેબ પાસેથી આ કામમાં મદદ લઇ રહ્યા છે. પોલીસનું માનવું છે કે અનેક મહત્વપૂર્ણ જાણકારીઓ તેમને મળશે.

જેલમાં સુકેશ પાસેથી 2 મોબાઇલ મળ્યા હતા

જાણકારી પ્રમાણે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જ્યારે રોહિણી જેલમાં દરોડા પાડ્યા તો ત્યારે સુકેશ પાસેથી બે મોબાઇલ મળ્યા હતા. આમાં આઈફોન 12 પ્રો પણ સામેલ હતો. સ્પેશિયલ સેલના ત્યાં પહોંચવા સુધી તેણે આ મોબાઇલ ફોર્મેટ કરી દીધા હતા. પોલીસ ટીમે આ મોબાઇલને ખંગાળવાનો ઘણો જ પ્રયત્ન કર્યો, પરંતુ આમાં ઉપલબ્ધ જાણકારી અત્યાર સુધી મેળવી શકાઈ નથી. આ કારણે હવે આર્થિક અપરાધ શાખાએ ગાંધીનગર ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરી પાસે મદદ માંગી છે. આ કામ માટે સિંગાપુરની એક લેબથી પણ મદદ લેવા પર વિચારણા કરવામાં આવી રહી છે.

જેલમાં ઇન્ટરનેશનલ સિમકાર્ડનો કરતો હતો ઉપયોગ

પોલીસનું કહેવું છે કે આ મોબાઇલમાં રહેલી જાણકારી મળવાથી એ સ્પષ્ટ થઈ જશે કે અત્યાર સુધી તે કયા કયા લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. તે કયા લોકો સાથે સંપર્કમાં હતો. આ છેતરપિંડીમાં કોણ કોણ સામેલ છે. પોલીસને જાણવા મળ્યું છે કે સુકેશ રોહિણી જેલમાં ઇન્ટરનેશલ સિમકાર્ડનો ઉપયોગ કરતો હતો. પૂછપરછ દરમિયાન પોલીસને સુકેશે જણાવ્યું કે, આ મોબાઇલ ફોન તેની પાસે જેલ કર્મચારીઓની મદદથી પહોંચ્યો હતો. તેણે એ પણ જણાવ્યું છે કે મોબાઇલ ચેન્નાઇના એક વ્યક્તિએ સેટ કર્યો હતો. તેને આઈ ક્લાઉડ વિશે ખાસ કોઈ જાણકારી નથી. આ મામલે પોલીસ ટીમે સુકેશ માટે કામ કરનારા કેટલાક હવાલા ઑપરેટરની પણ ઓળખ કરી છે, જેમની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

જેલના અધિકારીઓ જ રિચાર્જ કરાવતા, ચૂકવતો લાખો રૂપિયા

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપી આ મોબાઇલ છેલ્લા એક વર્ષથી ઉપયોગ કરી રહ્યો હતો. આઈફોન સિવાય પણ તેની પાસેથી એક મોબાઇલ મળ્યો છે. આમાંથી એકમાં ઇન્ટરનેશનલ સિમકાર્ડ હતું, જ્યારે બીજું ઉત્તર-પૂર્વ દિલ્હીના રહેવાસી એક વ્યક્તિના નામ પર લેવામાં આવેલું નકલી સિમકાર્ડ હતું. સુકેશ અલગ-અલગ એપ દ્વારા ખોટા નંબર બતાવતા કૉલ કરતો હતો. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે, જેલના અધિકારી જ તેનું સિમકાર્ડ રિચાર્જ કરાવતા હતા. તેણે ખુલાસો કર્યો છે કે તે જેલ અધિકારીઓને આ માટે લાખો રૂપિયા આપતો હતો.

સુકેશની પત્નીની પણ ધરપકડ

પોલીસ 200 કરોડની છેતરપિંડીના આ મામલે સુકેશની વિરુદ્ધ મકોકા લગાવી ચૂકી છે. તેની પત્ની લીના પૉલને પણ આર્થિક અપરાધ શાખા ધરપકડ કરી ચૂકી છે. જેલ અધિકારીઓથી લઇને બેંક અધિકારીની પણ આ મામલે ધરપકડ થઈ ચૂકી છે. પોલીસને જાણવા મળ્યું છે કે સુકેશે કેટલાક અન્ય લોકો સાથે પણ જેલમાં બેસીને છેતરપિંડી કરી છે. આ વિશે જાણકારી એકઠી કરવાનું કામ ચાલી રહ્યું છે.

વધુ વાંચો: હલ્દીરામ, અમૂલ જેવી મોટી બ્રાન્ડ્સના નામે થઈ રહી છે છેતરપિંડી, જાણો કઈ રીતે બદમાશો ફસાવે છે લોકોને જાળમાં

વધુ વાંચો: શિલ્પા અને રાજ કુંદ્રા સામેના છેતરપિંડીના આરોપો અંગે રોહિણી કોર્ટે દિલ્હી પોલિસને સમન્સ જારી કર્યું

Last Updated : Sep 7, 2021, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.