ETV Bharat / bharat

સ્વાતંત્ર્ય દિવસ અગાઉ દિલ્હીમાંથી મોટી સંખ્યામાં હથિયારો ઝડપાયા, 4ની ધરપકડ - स्पेशल सेल

દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસ અગાઉ જ દેશભરમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવે છે અને સ્થાનિક પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ અને સર્વેલન્સની કામગીરી કરવામાં આવતી હોય છે. એવી જ રીતે કામગીરી કરી રહેલ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને એક મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલ દ્વારા કુલ 4 લોકોની મોટી સંખ્યામાં હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે.

સ્વાતંત્ર્ય દિવસ અગાઉ દિલ્હીમાંથી મોટી સંખ્યામાં હથિયારો ઝડપાયા, 4ની ધરપકડ

author img

By

Published : Aug 13, 2021, 7:06 PM IST

  • સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે દિલ્હીમાંથી ઝડપાયા હથિયારો
  • 4 લોકો પાસેથી 55 પિસ્તોલ અને 50 કારતૂસ મળી આવ્યા
  • દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા શરૂ કરાઈ તપાસ

નવી દિલ્હી: રવિવારના રોજ દેશમાં 75મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાશે. ત્યારે તેના 2 દિવસ અગાઉ આજે શુક્રવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા મોટી સંખ્યામાં હથિયારો સાથે 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

55 પિસ્તોલ અને 50 કારતૂસ ઝડપાયા

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને બાતમી મળી હતી કે, કેટલાક લોકો મોટી સંખ્યામાં હથિયારો લઈને દિલ્હી આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે રાજવીર સિંહ, ધીરજ, વિનોદ અને ધર્મેન્દ્ર નામક લોકોને કુલ 55 પિસ્તોલ અને 50 જિવીત કારતૂસો સાથે ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસ આ હથિયાર ક્યાંથી આવ્યા અને કોને પહોંચાડવાના હતા, તે અંગે પૂછપરછ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.