- ખેડૂત આંદોલનના 6 મહિના પૂરા થયા
- ખેડૂતોએ આજે બુધવારે બ્લેક ડે તરીકે ઉજવ્યો
- બદરપુર બોર્ડર પર દિલ્હી પોલીસ કર્મચારીઓની સાથે અર્ધલશ્કરી દળના જવાનોને પણ તૈનાત કરાયા
નવી દિલ્હી: ખેડૂત આંદોલનના 6 મહિના પૂરા થવા પર આજે બુધવારે ખેડૂતો બ્લેક ડેની ઉજવણી કરી રહ્યા છે. જેને લઈને દિલ્હી પોલીસે પણ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. બદરપુર બોર્ડર પર દિલ્હી પોલીસ કર્મચારીઓની સાથે અર્ધલશ્કરી દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં અન્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને અહીં સતત તકેદારી રાખવામાં આવી રહી છે.
અહીં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે
બદરપુર બોર્ડર પર દિલ્હીની સરહદ હરિયાણાના ફરિદાબાદથી નજીક છે. જેના કારણે આજે બુધવારે કાળો દિવસ ઉજવવા ખેડૂત સંગઠનોની ઘોષણાને ધ્યાનમાં રાખીને બુધવારે સવારથી સુરક્ષાની કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તહેનાત કરવાની સાથે સાથે અન્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને અહીં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ખેડુતોએ આંદોલન: વિરોધ દરમિયાન વડાપ્રધાનના પુતળાનું દહન કર્યું
NH -8 પર પણ ભારે સુરક્ષા બંદોબસ્ત
બીજી તરફ ગુડગાંવથી દિલ્હી જતા NH- 8થી રૂટ પર સવારથી જ દિલ્હી પોલીસ દ્વારા ભારે બંદોબસ્ત જોવા મળી રહ્યો હતો. દિલ્હી પોલીસ ઉપરાંત અહીં પેરા મિલીટ્રી ફોર્સ અને કમાન્ડો ગોઠવવામાં આવ્યા છે. હરિયાણાથી દિલ્હી આવતી તમામ ટ્રેનોની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. સવારથી જ આ વિસ્તારના દિલ્હી પોલીસ અધિકારીઓ રજોકરી બોર્ડર પર તૈનાત છે.
આ પણ વાંચો : નવા નિયમોને લઈને વ્હોટ્સએપ પહોંચ્યું દિલ્હી હાઈકોર્ટમાં
જો અહીં કોઈ આંદોલનકારીને આવે તે તેને રોકવા માટે રેતી ભરેલી ટ્રક અને કન્ટેનર રાખવામાં આવ્યા
ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને જો ખેડૂતો આ માર્ગ ઉપરથી આવે, તો તે માટે પણ દિલ્હી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં રેતી ભરેલી ટ્રક અને કન્ટેનર રાખવામાં આવ્યા છે. જેથી જો અહીંથી કોઈ આંદોલનકારી આવે, તો તેને સમયસર રોકી શકાય.