ETV Bharat / bharat

Rohini Blast Case: રોહિણી કોર્ટ બ્લાસ્ટ કેસમાં ચોકાવનાર ખુલાસો, વૈજ્ઞાનિકે કર્યો હતો બોમ્બ બ્લાસ્ટ - CCTV અને ટેકનિકલ સર્વેલન્સ

9 ડિસેમ્બર, ગુરુવારે રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાં (delhi rohini court) અચાનક વિસ્ફોટ (rohini blast case) થયો હતો. વિસ્ફોટ કોર્ટના રૂમ નંબર-102માં થયો હતો. પોલીસે આ કેસનો ખુલાસો કરી લીધો છે, આ કેસમાં એક વૈજ્ઞાનિકની અટકાયત કરવામાં આવી છે. જાણો એવુ તો, શું કારણ હતું કે, વૈજ્ઞાનિકે અપરાધનો આવો રસ્તો પસંદ કર્યો

Rohini Blast Case: રોહિણી કોર્ટ બ્લાસ્ટ કેસમાં ચોકાવનાર ખુલાસો, વૈજ્ઞાનિકે કર્યો હતો બોમ્બ બ્લાસ્ટ

author img

By

Published : Dec 18, 2021, 12:51 PM IST

નવી દિલ્હીઃ રોહિણી કોર્ટમાં (delhi rohini court) 9 ડિસેમ્બરે થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં (rohini blast case) ચોકાવનાર ખુલાસો સામે આવ્યો છે, જેમાં સ્પેશિયલ સેલે બોમ્બ પ્લાન્ટ કરવાના આરોપમાં એક વ્યક્તિની (Rohini court blast scientist arrested) અટકાયત કરી છે. આરોપી અશોક વિહારનો રહેવાસી છે. અને તે એક વૈજ્ઞાનિક છે. આ બ્લાસ્ટમાં તેની મદદ કરનાર અન્ય ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં (Rohini court blast case exposed) આવી છે.

9 ડિસેમ્બરે રોહિણી કોર્ટમાં થયો વિસ્ફોટ

આરોપીએ કોર્ટમાં હાજર રહેલા તેના પાડોશીની હત્યા કરવાના ઈરાદે આ બોમ્બ કોર્ટમાં મુક્યો હતો. હાલ પોલીસ સમગ્ર મામલે તેની પૂછપરછ કરી રહી છે. 9 ડિસેમ્બરે રોહિણી કોર્ટ નંબર 102માં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કોર્ટના નાયબ ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ટિફિન બોમ્બની મદદથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો

પ્રાથમિક તપાસમાં પહેલા તો લેપટોપની બેટરીનો વિસ્ફોટ ગણવામાં આવી રહ્યો હતો, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે, તે બોમ્બ બ્લાસ્ટ હતો. કોર્ટની અંદર ટિફિન બોમ્બની મદદથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ રિમોટ દ્વારા કરવામાં આવ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે કેસ નોંધ્યા બાદ સમગ્ર તપાસ કામગીરી સ્પેશિયલ સેલને સોંપવામાં આવી હતી.

100થી વધુ CCTV અને ટેકનિકલ સર્વેલન્સ ચેક કર્યા

મળતી માહિતી મુજબ વિસ્ફોટના આ કેસમાં 100થી વધુ CCTV અને ટેકનિકલ સર્વેલન્સ ચેક કર્યા બાદ એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં હાજર રહેલા આરોપીઓને જ્યારે આ શંકાસ્પદ માણસની તસવીર બતાવવામાં આવી ત્યારે એક વ્યક્તિએ તેની પુષ્ટી કરી હતી અને તેણે કહ્યું કે, આ તેનો પાડોશી છે, ત્યાર બાદ પોલીસે તે આરોપીની ધરપકડ કરી હતી.

પ્રાથમિક તપાસમાં બોમ્બ તેણે જ બનાવ્યો હોવાનું સામે આવ્યું

આ આરોપી વૈજ્ઞાનિક છે અને પ્રાથમિક તપાસમાં બોમ્બ તેણે જ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે, અને તેના કહેવા પર, આ બ્લાસ્ટમાં મદદ કરનાર અન્ય ત્રણ આરોપીઓની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અને (Four arrested in Rohini court blast) તેમની પણ પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચો:

મુસ્લિમો પર હુમલા થઈ રહ્યા છે, મસ્જિદોને નષ્ટ કરવામાં આવી રહી છેઃ ફારૂક અબ્દુલ્લા

રોહિણી કોર્ટ ગોળીબારમાં માર્યા ગયેલા કેદી જીતેન્દ્ર ગોગીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો : જાણો શું આવ્યો રિપોર્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.