ETV Bharat / bharat

Tanzanian Prez India Trip: તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ બોલ્યા, અમારા પૂર્વજોએ જે સંબંઘ બનાવ્યાં, તે દાયકાઓ સુધી ચાલતા રહે.

author img

By ANI

Published : Oct 9, 2023, 5:27 PM IST

Tanzanian President India Trip: તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહૂ હસન ચાર દિવસની ભારતની રાજકીય મુલાકાતે આવ્યાં છે. આજે તેમણે બંને દેશો વચ્ચે ઉત્કૃષ્ટ સંબંધોની સરાહના કરી અને કહ્યું કે, તેમની યાત્રાથી ભારત અને તાન્ઝાનિયાની રાજકીય અને આર્થિક વિકાસ માટેના નવા રસ્તાઓ ખુલશે. તેમણે કહ્યું કે, આ યાત્રાથી તેમના દેશવાસીઓને ઘણી આશાઓ છે.

Tanzanian Prez India visit
Tanzanian Prez India visit

નવી દિલ્હી: તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહૂ હસન ભારતની ચાર દિવસની મુલાકાતે આવ્યાં છે. જે અંતર્ગત તેઓ આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતાં જ્યાં રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતીં. આ પહેલાં તેમનું ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહૂ હસને મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે દાયકાઓ સુધી સુદ્રઢ સંબંધ રહ્યાં છે. હું આશા કરી રહી છું કે, આ દરમિયાન બંને દેશો વચ્ચે રાજકીય અને આર્થિક વિકાસના નવા અધ્યાયો જન્મે. મારો દેશ આશા રાખી રહ્યો છે કે, અમારા પૂર્વજોએ જે સંબંધ જાળવી રાખ્યાં છે તે આવનારા દાયકાઓ સુધી યથાવત રહે.

તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ ભારતમાં: મહત્વપૂર્ણ છે કે, રવિવારે તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહૂ હસન પોતાની ચાર દિવસીય રાજકીય યાત્રા પર ભારત પહોંચ્યાં, ભારત પહોંચ્યા બાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કેન્દ્રીય રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવીએ કર્યુ. તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ બન્યાં બાદ સામિયા સુલુહૂ હસનની આ પહેલી ભારત યાત્રા છે.

વિદેશમંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત: આ પહેલાં વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે તાન્ઝાનિયાની રાષ્ટ્રપતિ સામિયા સુલુહૂ હસન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા એક્સ પોસ્ટ કરીને લખ્યું 'ભારતની રાજકીય યાત્રા પર તાન્ઝાનિયાની રાષ્ટ્રપતિ સુલુહૂ સામિયાથી મુલાકાત કરી સન્માનિત અનુભૂતી રહ્યો છું. સાથે જ વિદેશમંત્રીએ જી20મા આફ્રીકી સંઘની સ્થાયી સદસ્યતાની દિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલની સરાહના કરી અને તેમના માટે તેમને ધન્યવાદ આપ્યાં'

બિઝનેસ અને નિવેશ ફોરમમાં ભાગ લેશે: મહત્વપૂર્ણ છે કે, તાન્ઝાનિયાની રાષ્ટ્રપતિ પોતાના સમકક્ષ દ્રોપદી મુર્મૂના નિમંત્રણ પર રવિવારે ભારત પહોંચી. 10 ઓક્ટોબર સુધી ભારતમાં પોતાની યાત્રા દરમિયાન તાન્ઝાનિયાની રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સાથે જ તેઓ 10 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં એક બિઝનેસ અને નિવેશ ફોરમમાં પણ ભાગ લેશે.

આ પણ વાંચો

  1. CWC Meet Today : કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં ખડગેએ કહ્યું - INDIA ગઠબંધન આગળ વધી રહ્યું છે
  2. Assembly Elections 2023: મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 7 નવેમ્બરે, તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી, 3 ડિસેમ્બરે આવશે પરિણામ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.