- દિલ્હીમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
- અત્યાર સુધીમાં કુલ 8621 લોકોના કોવિડથી મોત
- 24 કલાકમાં 4943 લોકો થયા સ્વસ્થ
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહી રહ્યું છે. મંગળવારે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 હજાર પર પહોંચી છે. દિલ્હી સરકાર તરફથી જાહેર થયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6224 કેસો સામે આવ્યાં છે. આ સાથે જ કુલ કોરોના પ્રભાવિત લોકોની સંખ્યા 5 લાખ 40 હજાર પાર પહોંચી છે.
કોરોનાથી અત્યાર સુૃધીમાં 8621 લોકોના મોત
દિલ્હીમાં હાલ કોરાન સંક્રમણ દર 10.14 ટકા છે. કુલ આંડડાઓ અનુસાર વાત કરીએ તો સંક્રમણ દર 9.14 ટકા પર પહોંચ્યો છે. કોરોનાને કારણે થતાં લોકોના મૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે. સતત પાંચમાં દિવસથી કોરોનાથી મોત થયેલા લોકોની સંખ્યા 100 કરતાં પણ વધારે છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 109 લોકોના મોત થયા છે. કોવિડએ અત્યાર સુધીમાં 8621 લોકોનો ભોગ લીધો છે.
24 કલાકમાં 4943 લોકો થયા સ્વસ્થ
એક બાજુ કોરોનાથી મોત પામનાર લોકોની સંખ્યા વધી રહી છે, તો બીજી બાજુ અનેક દર્દીઓ કોરોનાને માત આપી ફરી જીવનસંધર્ષ કરવામાં જોડાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 4943 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 4 લાખ 93 હજાર કરતાં પણ વધારે દર્દીએ કોરોના સામે જંગ જીતી છે.
એક દિવસમાં 61 હજાર ટેસ્ટ
દેશમાં કોરોનાનું સંક્રમણ વધતાં કોરોના ટેસ્ટ પણ વધારવામાં આવ્યાં છે, જેથી કરી કોવિડને વધારે ફેલાવતો અટકાવી શકાય. દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી રહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં 16 વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બદલાયા છે. ગત એક દિવસ દરમિયાન શહેરમાં 61,381 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી 24,602 ટેસ્ટ આરટી-પીસીઆર માધ્યમથી થયા છે.