- 6 એપ્રિલના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે
- હવામાનને કારણે દિલ્હી NCRમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું
- 7 એપ્રિલના રોજ લોકોને ધૂળિયા તોફાનથી બચવાની જરૂર
નવી દિલ્હી: દિલ્હી NCRમાં હવામાનની સ્થિતિ ટૂંક સમયમાં બદલાવા જઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 6 એપ્રિલના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘણા રાજ્યોમાં જોવા મળી શકે છે. આને કારણે આગામી બે દિવસમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્તિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડમાં આગામી 72 કલાકમાં વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. જેની અસર મેદાનવાળા વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. આ જ કારણ છે કે, દિલ્હી NCRમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: આગામી 3 દિવસ રાજ્યમાં હિટવેવની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી
દિલ્હી-NCRમાં વાવાઝોડાંની સંભાવના
ગરમીથી ત્રસ્ત દિલ્હીવાસીઓને ફરી એકવાર રાહત થઈ શકે છે. દિલ્હી-NCRનું હવામાન ફરી બદલાશે અને 7 એપ્રિલે વાવાઝોડું લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. આપને જણાવી દઈએ કે, આ અઠવાડિયાની શરૂઆતમાં, ધૂળિયા પવનોએ લોકોને 3-4 દિવસ માટે પરેશાન કર્યા હતા. આવી સ્થિતિમાં, લોકોએ 7 એપ્રિલના રોજ ચાલતા ધૂળિયા તોફાનથી બચવાની જરૂર છે.
આ પણ વાંચો: વાવાઝોડા પહેલાં શું કરવું અને શું ન કરવું...
વીજળી સાથે વરસાદ થઈ શકે છે
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વાત કરીએ તો 6 એપ્રિલે આકાશમાં હળવો વીજળી સાથે વરસાદ થઈ શકે છે. ત્યારે, 7 એપ્રિલે દિવસ દરમિયાન જોરદાર પવન રહેશે. બાદમાં આકાશ ચોખ્ખું રહેશે. 6 એપ્રિલથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.