ETV Bharat / bharat

દિલ્હી કંઝાવાલા કેસ: યુવતીના ઘરની બહારના CCTV ફૂટેજ સામે આવ્યા - કંઝાવાલા કેસ

દિલ્હી કંઝાવાલા કેસમાં (delhi Kanjhawala Case) વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા (Another CCTV footage surfaced in Kanjhawala Case) છે. જેમાં અંજલિ અને નિધિ બંને દિલ્હીના કિરારીમાં અંજલિના ઘરની બહાર નીકળતી જોવા મળી છે. જોકે પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી, પરંતુ તેની સીસીટીવીને લઈને તપાસ શરૂ કરી દીધી છે.

દિલ્હી કંઝાવાલા કેસ: યુવતીના ઘરની બહારના CCTV ફૂટેજ સામે આવ્યા

author img

By

Published : Jan 6, 2023, 8:13 PM IST

યુવતીના ઘરની બહારના CCTV ફૂટેજ સામે આવ્યા

નવી દિલ્હીઃ દિલ્હી કંઝાવાલા કેસ (delhi Kanjhawala Case) સતત ચર્ચામાં છે. રોજેરોજ અવનવા ખુલાસાઓ દરેક ક્ષણે થઈ રહ્યા છે. સતત નવા ખુલાસાઓ વચ્ચે હવે ફરી એકવાર કંઝાવાલા ઘટનામાં વધુ એક CCTV ફૂટેજ (Another CCTV footage surfaced in Kanjhawala Case) સામે આવ્યા છે.

વધુ એક CCTV ફૂટેજ: આ સીસીટીવી ફૂટેજ યુવતીના કિરારીના ઘરનું હોવાના જણાવવામાં આવી રહ્યું છે. ફૂટેજ પ્રમાણે અંજલિ અને નિધિ અંજલિના ઘરની બહાર એકસાથે બહાર નીકળતા જોવા મળે છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યારે આ લોકો કિરારીથી નીકળે છે ત્યારે અંજલિ સ્કૂટી ચલાવતી જોવા મળે છે. (Kanjhawala death Case)

વીડિયોની સત્તાવાર પુષ્ટિ બાકી: વાસ્તવમાં આ વીડિયો 31 ડિસેમ્બરની સાંજે 7.10 મિનિટનો જણાવવામાં આવી રહ્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંને અહીંથી નીકળીને મંગારામ પાર્ક સ્થિત હોટલમાં પહોંચ્યા હતા. જો કે, ઘર છોડવા અને હોટલ સુધી પહોંચવાના સમયને લઈને હજુ પણ વિરોધાભાસ છે. હાલ તો પોલીસ તપાસમાં જ સ્પષ્ટ થશે કે આ વીડિયોનું સાચું સત્ય શું છે. જો કે, આ તપાસનો વિષય છે અને હાલમાં તેની સત્તાવાર પુષ્ટિ માટે રાહ જોવી પડશે.

આ પણ વાંચો: દિલ્હી કંઝાવાલા કેસ: યુવતીનું ઢસડાવાના કારણે મોતનો પોસ્ટમોર્ટમમાં ખુલાસો, અકસ્માત પહેલા હોટલમાં ઝગડો

CCTV ફૂટેજના આધારે આરોપીઓની પૂછપરછ: આ પહેલા ગુરુવારે પણ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ ફૂટેજમાં આરોપી અને તેની કાર સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ સાથે ફૂટેજમાં આરોપીઓ કારમાંથી નીચે ઉતરતા પણ જોવા મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ફૂટેજ અકસ્માત પછીના છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપી કારમાંથી કેવી રીતે નીચે ઉતરે છે, ત્યારબાદ કાર ચાલક તેને લઈ જાય છે. હાલમાં પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી.

આ પણ વાંચો: Kanjhawala Case: 5 નહીં પણ 7 આરોપી, અમિત કાર ચલાવતો હતો, અંકુશની તપાસ ચાલું

31 ડિસેમ્બરની રાત્રે કંઝાવાલામાં આ સમગ્ર ઘટના બની હતી. જેમાં યુવતીને કારથી ઘસેડીને તેની હત્યા કરવામાં આવી હતી. આ જ સમયગાળાના બે નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પ્રથમ CCTV ફૂટેજ 31મી ડિસેમ્બરની સાંજે 7.7 મિનિટના છે. આ સીસીટીવી ફૂટેજમાં ત્રણ લોકો સ્કૂટી પર આવે છે, જેમાં નિધિ, અંજલિ છે અને તેમની સાથે એક યુવક કે જે સ્કૂટી ચલાવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.