ETV Bharat / bharat

દિલ્હી હાઈકોર્ટે 50 લોકોને નમાઝ કરવા માટે નિઝામુદ્દીન મરકઝ પર જવાની આપી મંજૂરી

દિલ્હી હાઈકોર્ટે ફરી એકવાર 50 લોકોને નમાઝ કરવા માટે નિઝામુદ્દીન મરકઝ પર જવાની મંજૂરી આપી છે. જસ્ટિસ મુક્તા ગુપ્તાની બેન્ચે કહ્યું કે, કોરોના અંગે દિલ્હી સરકારે 10 એપ્રિલે જારી કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે.

દિલ્હી હાઈકોર્ટે નમાઝ માટે આપ્યો મહત્વપૂર્ણ નિર્ણય

author img

By

Published : Apr 15, 2021, 6:13 PM IST

  • દિલ્હીમાં કોરોનાની સ્થિતિ એકદમ ભયાનક
  • દિલ્હી હાઈકોર્ટે નમાઝ માટે આપ્યો મહત્વપૂર્ણ નિર્ણય
  • નિઝામુદ્દીન મરકઝ પર નમાઝ કરવા માટે આપી મંજૂરી

નવી દિલ્હી: રાજધાનીના નિઝામુદ્દીન મરકઝમાં દિલ્હી હાઈકોર્ટે નમાઝ કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. અદાલતે 50 લોકોને એક સમયે નિઝામુદ્દીન મરકઝ પર નમાઝ કરવા માટે મંજૂરી આપી છે. જસ્ટિસ મુક્તા ગુપ્તાની બેન્ચે કહ્યું કે, કોરોના અંગે દિલ્હી સરકારે 10 એપ્રિલે જારી કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના તમામ ઓર્ડર લાગુ થશે

કોર્ટે કહ્યું કે, કોરોના સંબંધિત દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશ નિઝામુદ્દીનને પણ લાગુ પડશે. જણાવવામાં આવે છે કે, નમાઝ કરવા માટે અત્યાર સુધી માત્ર 5 લોકોને મરકઝ પર જવાની મંજૂરી હતી.

આજે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવતી માર્ગદર્શિકાનું સમયાંતરે પાલન કરવું જોઈએ. આવી સ્થિતિમાં કોર્ટે કહ્યું કે, તમામ ધાર્મિક સ્થળો માટે આપવામાં આવેલી માર્ગદર્શિકા નિઝામુદ્દીન મરકઝને પણ લાગુ પડશે.

આ પણ વાંચો: રમઝાન ઈદ નિમિત્તે પોરબંદર ઈદગાહ પર માત્ર 4 લોકોએ જ નમાજ અદા કરી

બે ફ્લોર પર નમાઝ કરવાની અનુમતી માંગી

આ પહેલા સુનાવણી દરમિયાન, દિલ્હી વક્ફ બોર્ડ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, મરકઝમાં નમાઝ કરવા માટે 14 ઉપરાંત વધુ 2 માળ પણ છે, જેના પર નમાઝ કરવાની પણ મંજૂરી આપવી જોઈએ. જે પછી કોર્ટે કહ્યું કે, તે માટે તમે અલગથી અરજી કરી શકો છો. કોર્ટે કહ્યું કે, અમે આ આદેશ એટલે આપી રહ્યા છીએ કેમ કે અન્ય ધાર્મિક સ્થળો પણ ખુલ્લા છે, જ્યારે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ એકદમ ભયાનક છે.

આ પણ વાંચો: અગાસી પર ભેગા થઈ નમાજ અદા કરતા પાંચ લોકો સામે પોલિસ કાર્યવાહી

જ્યારે અન્ય ધાર્મિક સ્થળોમાં સંખ્યા મર્યાદિત નથી, તો મરકઝમાં શા માટે?

જણાવીએ કે, 12 એપ્રિલે કોર્ટે કહ્યું હતું કે, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ગાઇડલાઇન્સ પ્રમાણે અન્ય ધાર્મિક સ્થળોએ જવા માટે કોઈ પ્રતિબંધ નથી. આવી સ્થિતિમાં મરકઝ માટે પણ સંખ્યા મર્યાદિત કરી શકાતી નથી. તે જ સમયે, કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસની દલીલને નકારી કાઢી હતી કે પોલીસ દ્વારા ચકાસણી કરાયેલા 200 લોકોમાંથી 20 લોકોને એક જ સમયે જવા દેવામાં આવી શકે છે. કોર્ટે કહ્યું કે, મરકઝ ચલાવતા લોકોની યાદી સ્થાનિક SHOને આપી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.