- 17 ફેબ્રુઆરીએ બોમ્બે હાઈકોર્ટે જેકોબને 3 અઠવાડિયાની ટ્રાન્ઝીટ જામીન આપી હતી
- બુધવારે જામીન પૂર્ણ થતા હોવાથી મંગળવારે જ પટિયાલા હાઉસ કોર્ટમાં પહોંચી
- રાજદ્રોહ સહિતની ગંભીર કલમોનો સામનો કરી રહેલા 3 પૈકી 1 આરોપીના જામીન મંજૂર
નવી દિલ્હી: પટિયાલા હાઉસ કોર્ટ ખેડૂત આંદોલનને લગતા 'ટૂલકીટ' કેસમાં મુંબઈના સામાજિક કાર્યકર તેમજ વકીલ નિકિતા જેકોબની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરશે. 'ટૂલકીટ' કેસમાં નિકિતા જેકોબના સહ આરોપી શાંતનુ મુલુક દ્વારા પણ જામીન અરજી મૂકવામાં આવી હોવાથી અરજીના વ્યાપક જવાબ માટે દિલ્હી પોલીસે વધુ સમયની માંગણી કરી હતી. જેથી એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ આ અરજીની સુનવણી મુલતવી રાખી હતી. 17 ફેબ્રુઆરીએ બોમ્બે હાઈકોર્ટે જેકોબને દિલ્હીમાં સંબંધિત કોર્ટમાં જવાની સૂચના સાથે ટ્રાન્ઝિશન માટે ત્રણ અઠવાડિયાના આગોતરા જામીન આપ્યા હતા.
આ પણ વાંચો: ટૂલકિટ કેસ: શાંતનુની જામીન અરજી પર આજે સુનાવણી
ધરપકડથી બચવા માટે કોર્ટના શરણે
નિકિતા જેકોબને કોર્ટ દ્વારા 10 માર્ચ સુધી ધરપકડથી રક્ષણ આપવામાં આવ્યું હતું. જે બુધવારે જ પૂર્ણ થતું હોવાથી સોમવારે જ તે પટિયાલા હાઉસ કોર્ટમાં પહોંચી હતી. જેકોબને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિ અને શાંતનુ મુલુક સાથે 'ટૂલકીટ' કેસમાં કાવતરુ રચવા બદલ અને રાજદ્રોહના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.
દિશા રવિને 23 ફેબ્રુઆરીના રોજ મળી ચૂક્યાં છે જામીન
શાંતનુ મુલુક અને નિકિતા જેકોબ 22 ફેબ્રુઆરીએ દ્વારકા સ્થિત દિલ્હી પોલીસની સાયબર સેલ ઓફિસમાં તપાસ માટે જોડાયા હતા. કોર્ટે દિશા રવિને 23 ફેબ્રુઆરીએ જામીન આપી દીધા હતા. ન્યાયાધીશે રેકોર્ડ પરના પુરાવાઓને ધ્યાનમાં રાખીને જામીન અરજી મંજૂર કરી હતી.