- સુનંદા પુષ્કર કેસમાં થરૂરને મોટી રાહત
- દિલ્હી કોર્ટે થરૂરને નિર્દોષ જાહેર કર્યા
- આત્મહત્યાના કેસમાં થરૂર એક માત્ર આરોપી
દિલ્હી: સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરને દિલ્હી કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. શશિ થરૂર પર આરોપ લાગ્યા બાદ આ કેસ શરૂ થયો હતો. આ કેસમાં શશિ થરૂર એક માત્ર આરોપી હતા. 12 એપ્રિલે કોર્ટે બંન્ને પક્ષની દલલી સાંભળ્યા બાદ આરોપ નક્કી કરવા બાબતે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 26 માર્ચે આ કેસના આરોપી શશિ થરૂરએ કહ્યું હતું કે, જ્યારે આત્મહત્યાનો આરોપ સાબિત નથી થતો તો આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવવાનો કોઈ મતલબ નથી.
સુનંદા આત્મહત્યા ન કરી શકે
શશિ થરૂરના વકિલ વિકાસ પાહવાએ આ કેસમાં શશિ થરૂરને નિર્દોષ કરવાની માગ કરતા કહ્યું કે, શશિ થરૂરએ સુનંદા પુષ્કરને માનસિક અથવા શારિરીક પીડા નથી આપી. તેમણે કહ્યું કે, સુનંદા પુષ્કરના પરિવારજનોએ પણ કહ્યું હતુ કે તે આત્મહત્યા ન કરી શકે. પરિવારજનોએ શશિ થરૂર પર કોઈ આક્ષેપ નથી કર્યા.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા
લગ્નના 3 વર્ષ બાદ મૃત્યુ
દિલ્હી પોલીસે 14 મે 2018 ના રોજ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં શશી થરૂરને આરોપી બનાવવામાં આવ્યા છે. શશી થરૂરને ભારતીય દંડ સંહિતાની કલમ 498A અને 306 હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સુનંદા પુષ્કરનું શશી થરૂર સાથે લગ્ન થયાના 3 વર્ષ, 3 મહિના અને 15 દિવસની અંદર મૃત્યુ થયું હતું. બંનેએ 22 ઓગસ્ટ 2010 ના રોજ લગ્ન કર્યા હતા. 1 જાન્યુઆરી 2015 ના રોજ દિલ્હી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ અજ્ઞાત વ્યક્તિ સામે એફઆઈઆર નોંધાવી હતી.
આ પણ વાંચો : આજે સતત 32મા દિવસે Petrolની કિંમતમાં વધારો નહીં, એક મહિના પછી આજે Dieselની કિંમત 20 પૈસા ઘટી