ETV Bharat / bharat

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનો કેન્દ્ર પર આરોપ, કહ્યું હવે આ લોકો રાઘવ ચઢ્ઢાની પણ કરશે ધરપકડ - દિલ્હીના સીએમ અરવિંદ કેજલીવાલનો કેન્દ્ર પર આરોપ

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને તાજેતરમાં પાર્ટી દ્વારા ગુજરાતના સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ રાઘવ ચઢ્ઢાએ ગુજરાતમાં પાર્ટીને આપવામાં આવેલી જવાબદારી નિભાવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ શક્ય છે કે, શરાબ કૌભાંડના (Delhi Liquor Scam) મામલામાં તેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવે, તે અમે નહીં પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) કહી રહ્યા છે. શું છે આ સમગ્ર મામલો જાણીએ...

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનો કેન્દ્ર પર આરોપ, કહ્યું હવે આ લોકો રાઘવ ચઢ્ઢાની પણ કરશે ધરપકડ

author img

By

Published : Sep 30, 2022, 2:06 PM IST

નવી દિલ્હી: CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), દિલ્હી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી એક્સાઇઝ પોલિસીમાં કૌભાંડની (Excise policy scam) તપાસ કરતી એજન્સીએ હવે પુરાવા એકત્ર કરીને આરોપીઓની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ તપાસ એજન્સીઓએ આ કૌભાંડમાં નામ ધરાવતા વિજય નાયર અને સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ અન્ય આરોપીઓની ધરપકડ પર તલવાર લટકી રહી છે.

  • जब से राघव चड्ढा को गुजरात का सह प्रभारी नियुक्त किया है और उन्होंने गुजरात में चुनाव प्रचार के लिए जाना चालू किया है, अब सुन रहे हैं कि राघव चड्ढा को भी ये लोग गिरफ़्तार करेंगे। किस केस में करेंगे और क्या आरोप होंगे, ये अभी ये लोग बना रहे हैं

    — Arvind Kejriwal (@ArvindKejriwal) September 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપની ઊંઘ ઊડી: શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના રાજ્યસભા સભ્ય રાઘવ ચઢ્ઢા વિશે મોટી વાતો કહી. શુક્રવારે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, 'જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમણે ગુજરાતમાં પ્રચાર માટે જવાનું શરૂ કર્યું છે, હવે સાંભળ્યું છે કે, આ લોકો રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડ કરશે પરંતુ ક્યા કેસમાં કરશે અને શું આરોપો હશે, તે હજુ આ લોકો અત્યારે બનાવી રહ્યા છે. તે જ સમયે, અરવિંદ કેજરીવાલના ટ્વીટને રીટ્વીટ કરતા રાઘવ ચઢ્ઢાએ (Raghav Chadha tweet) કહ્યું કે, 'ચાલો આપણા લોહીથી વાર્તા લખીએ, એ વતન મેરે, કરેન કુરબાન હંસ કર યે જવાની એ વતન મેરે' જોઈને ભાજપની ઊંઘ ઊડી ગઈ છે. ભગતસિંહના અનુયાયીઓ ન તો તમારી જેલની દીવાલોથી અને ન ફાંસીના ફંદાથી ડરે છે. ઈન્કલાબ ઝિંદાબાદ'. આ પહેલા ગુરુવારે ટ્વીટ કરીને તેમણે કહ્યું હતું કે,'કેન્દ્રમાં બેઠેલી સરકાર હવે ગુજરાતમાં અમારી વધતી લોકપ્રિયતાથી ડરીને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે. તમામ કાર્યકરોને અપીલ કે તમે પણ ધરપકડ માટે તૈયાર રહો.

  • 'हम अपने खून से लिखें कहानी ऐ वतन मेरे
    करें कुर्बान हंस कर ये जवानी ऐ वतन मेरे'

    गुजरात बदलाव मांग रहा है और हर दिन आम आदमी पार्टी के बढ़ते कदम देख भाजपा की नींद उड़ गई है.
    हम भगत सिंह के अनुयायी हैं - ना तुम्हारी जेल की दीवारों से डरते हैं ना फांसी के फंदे से.

    इंकलाब ज़िंदाबाद https://t.co/jA1BPnoZzg

    — Raghav Chadha (@raghav_chadha) September 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ: આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને પાર્ટી દ્વારા તાજેતરમાં ગુજરાતના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ રાઘવ ચઢ્ઢાએ ગુજરાતમાં પાર્ટીને આપવામાં આવેલી જવાબદારી નિભાવવાનું શરૂ કરી દીધું છે. ગયા અઠવાડિયે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના ગુજરાત પ્રવાસ પર હતા ત્યારે રાઘવ ચઢ્ઢા પણ તેમની સાથે હતા. આટલું જ નહીં, જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Chief Minister Arvind Kejriwal) અમદાવાદમાં સફાઈ કામદારો સાથેની વાતચીત દરમિયાન હર્ષ સોલંકી નામના સ્વચ્છતા કાર્યકરને તેના ઘરે ભોજન કરવા માટે દિલ્હી આવવા આમંત્રણ આપ્યું, ત્યારે તેની જવાબદારી પણ રાઘવ ચઢ્ઢાને સોંપવામાં આવી હતી. રાઘવ ચઢ્ઢા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર સુધી દિલ્હી એરપોર્ટ પર સ્વચ્છતા કાર્યકર હર્ષ સોલંકી સાથે રહ્યા, તેમની સાથે CM આવાસ પર ડિનર લીધું અને પછી તેમણે ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ જોવાનું શરૂ કર્યું. EDએ દિલ્હી દારૂ કૌભાંડમાં સમીર મહેન્દ્રની ધરપકડ કરી છે, જ્યારે મંગળવારે સાંજે CBIએ દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના મીડિયા મેનેજર વિજય નાયરની ધરપકડ કરી છે. બુધવારે EDએ સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી.

દિલ્હીમાં દારૂ કૌભાંડનો સંપૂર્ણ મામલો: દિલ્હી સરકાર દ્વારા ગયા વર્ષે 17 નવેમ્બર, 2021 ના ​​રોજ નવી આબકારી નીતિ લાગુ કરવામાં આવી હતી, જે હવે પાછી ખેંચી લેવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ગયા મહિને CBIને નવી આબકારી નીતિના અમલમાં થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ કરવાની ભલામણ કરી હતી. દિલ્હીમાં અગાઉ સરકારી દુકાનોમાં દારૂ (Delhi Liquor Scam) વેચાતો હતો. પસંદગીના સ્થળોએ ખુલેલી દુકાનોમાં જ નિર્ધારિત દરે દારૂનું વેચાણ થતું હતું. વર્ષો જુની બનાવેલી પોલીસી હેઠળ આ દારૂનું વેચાણ હતું. ગયા વર્ષે નવેમ્બરમાં કેજરીવાલ સરકારે દારૂના વેચાણ માટે નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ અંતર્ગત દારૂના વેચાણની જવાબદારી ખાનગી કંપનીઓ અને દુકાનદારોને આપવામાં આવી હતી. સરકારે કહ્યું કે આનાથી સ્પર્ધા થશે અને ઓછી કિંમતે દારૂ ખરીદી શકશે. આ ઉપરાંત દેશી-વિદેશી તમામ બ્રાન્ડનો દારૂ દુકાન પર એક જ જગ્યાએ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.