નવી દિલ્હીઃ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ (President Candidate Droupadi Murmu)એ શુક્રવારે વિપક્ષના મોટામાથા (Opposition Leaders) ગણાતા નેતાઓ સાથે વાતચીત (Opposition Supports) કરી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ ગુજરાત રમખાણો: PM મોદીને ક્લીનચીટ સામે ઝાકિયા જાફરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
-
Delhi | NDA's Presidential candidate Droupadi Murmu files her nomination in the presence of PM Modi, Union cabinet ministers & CMs of BJP & NDA ruled states, at Parliament building
— ANI (@ANI) June 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: DD) pic.twitter.com/Ko1kxl3meJ
">Delhi | NDA's Presidential candidate Droupadi Murmu files her nomination in the presence of PM Modi, Union cabinet ministers & CMs of BJP & NDA ruled states, at Parliament building
— ANI (@ANI) June 24, 2022
(Source: DD) pic.twitter.com/Ko1kxl3meJDelhi | NDA's Presidential candidate Droupadi Murmu files her nomination in the presence of PM Modi, Union cabinet ministers & CMs of BJP & NDA ruled states, at Parliament building
— ANI (@ANI) June 24, 2022
(Source: DD) pic.twitter.com/Ko1kxl3meJ
શુભેચ્છા પાઠવીઃ સુત્રોએ કહ્યું કે, મુર્મુએ પોતે ઉમેદવારી નોંધાવતા પહેલા વિપક્ષના ત્રણ અગ્રણી નેતાઓ સાથે વાત કરી હતી. સોનિયા, મમતા અને પવારે મુર્મુને શુભેચ્છાઓ પાઠવી હતી. મુર્મુએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. વડાપ્રધાન મોદીએ રિટર્નિંગ ઓફિસર પી.સી. મુર્મુના ઉમેદવારી પત્રો મોદીને સોંપ્યા. ભાજપના વરિષ્ઠ નેતાઓ અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી. નડ્ડા, અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સહયોગી પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરને પત્ર મોકલ્યો, શિંદેને તેમના નેતા તરીકે પસંદ કર્યા
આ લોકો હાજર રહ્યાઃ ભાજપના નેતાઓ ઉપરાંત YSR કોંગ્રેસના વિજયસાઈ રેડ્ડી, ઓડિશાની બીજુ જનતા દળ સરકારના બે મંત્રીઓ અને તેના નેતા સસ્મિત પાત્રા, AIADMK નેતા ઓ. પનીરસેલ્વમ અને થંબી દુરાઈ અને જનતા દળ (યુનાઈટેડ)ના રાજીવ રંજન સિંહ પણ હાજર હતા. જો ચૂંટાશે તો મુર્મુ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ હશે. રાષ્ટ્રપતિ પદ માટે 18 જુલાઈના રોજ મતદાન થશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.