ETV Bharat / bharat

પંજાબ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડનાર કોંગ્રેસ શાસિત પ્રથમ રાજ્ય બન્યું - કોંગ્રેસ શાસિત

પંજાબ સરકારે આજે રવિવારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જે મુજબ આજે રવિવારની મધરાતથી પંજાબમાં પેટ્રોલ (PETROL PRICES ) 10 રૂપિયા અને (DIESEL PRICES ) ડીઝલ 5 રૂપિયા સસ્તું થશે. પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ (CM CHARANJIT SINGH CHANNI) માહિતી આપી હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડનાર કોંગ્રેસ શાસિત પ્રથમ રાજ્ય

author img

By

Published : Nov 7, 2021, 5:15 PM IST

  • પંજાબ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો
  • પેટ્રોલમાં 10 અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો
  • કેન્દ્ર સરકારે અગાઉ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો

ચંદીગઢ, પંજાબ : સરકારે કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બેઠકમાં સરકારે પેટ્રોલ (PETROL PRICES ) અને ડીઝલ (DIESEL PRICES ) પર વેટ ઘટાડવાની માંગને મંજૂરી આપી દીધી છે. મુખ્યપ્રધાન ચરણજીત ચન્નીએ (CM CHARANJIT SINGH CHANNI) પેટ્રોલના ભાવમાં 10 રૂપિયા અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશો આજ રવિવાર રાતથી અમલી કરવામાં આવશે. આ બાબતે સરકારનું કહેવું છે કે, લોકો પર વધી રહેલા દબાણને ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, ત્યારબાદ પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા સસ્તું થયું હતું. આ રીતે કેન્દ્ર સરકાર દ્વારા દિવાળીની ભેટ કહેવામાં આવી હતી. કેન્દ્રના નિર્ણય બાદ ચંદીગઢ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાની સરકારોએ પણ ઈંધણની કિંમતોમાં ઘટાડો કર્યો છે.

પંજાબ સરકાર પાસે માંગ

આસપાસના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયા બાદ લોકો પંજાબ સરકાર પાસે પણ માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન, શિરોમણી અકાલી દળ પણ સરકાર પાસે વેટ ઘટાડવાની માંગ કરી રહ્યું હતું, જેના કારણે અકાલી દળે તાજેતરમાં ધરણા પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની પંજાબ સરકારની માંગથી રાજ્યના લોકોને મોટી રાહત થશે. પંજાબમાં હવે પેટ્રોલ 10 રૂપિયા અને ડીઝલ 5 રૂપિયા સસ્તું થશે.

પંજાબ સરકારે લોકોને રાહત આપી

મુખ્યપ્રધાન ચરણજીત ચન્નીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પંજાબ સરકારે રાજ્યના લોકોને રાહત આપી છે, તેમણે અકાલી દળના પ્રદર્શન પર પ્રકાશ સિંહ બાદલને પણ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યપ્રધાન ચન્નીએ કહ્યું હતું કે, પંજાબ સીમાંત રાજ્ય હોવાને કારણે પેટ્રોલ પંપ માલિકોને ઘણી અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને જોતા રાજ્યના લોકોને મોટી રાહત આપવામાં આવી છે. મુખ્યપ્રધાન ચન્નીએ કહ્યું કે, પંજાબમાં લગભગ 20 વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.